ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» પરીણિત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિ-સસરાએ કરાવી લીધા લગ્ન| Boy friend Meet married girl friend

    પરીણિત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિ-સસરાએ કરાવી દીધા લગ્ન

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 12:44 PM IST

    પરીણિતાના ચરિત્ર પર પતિ અને સસરાએ સવાલ ઊભા કરીને તેને ઘરમાં રાખવાની ના પાડી દીધી
    • પરીણિત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિ-સસરાએ કરાવી દીધા લગ્ન
      પરીણિત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિ-સસરાએ કરાવી દીધા લગ્ન

      ગયા: અહીં લગ્ન પછી એક પરીણિતાને તેના પ્રેમની મળવાનું ભારે પરિણામ ભોગવવુ પડ્યું છે. ગયા જિલ્લામાં બુધવારે એક પરીણિતાના લગ્ન તેના પ્રેમી સાથે તેના પતિ અને સસરાએ જ કરાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2017માં પપ્પૂ અને કરિશ્માના લગ્ન થયા હતા. આ દરમિયાન છોકરીનું અન્ય એક છોકરા સાથે અફેર ચાલતું હતું. આ વિશેનો ખુલાસો મંગળવારે રાતે ત્યારે થયો જ્યારે પ્રેમી છોકરીને મળવા તેના ગામ ગયો હતો. આ વાતની જાણ ગામના લોકોને થતા લોકોએ પ્રેમીને પકડી પાડ્યો હતો અને ઘટનાની માહિતી પોલીસને આપી હતી.

      પરીણિતાના ચરિત્ર પર પતિ અને સસરાએ ઊભા કર્યા સવાલ


      - પરીણિતા તેના પ્રેમી સાથે પકડાઈ જતા તેના પતિ અને તેના સસરાએ મહિલાના ચારિત્ર સામે સવાલ ઊભા કર્યા છે.
      - તેમણે મહિલાને હવે તેમના ઘરે રાખવાની ના પાડી દીધી છે.
      - સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેમી મહિલાના ગામ તેને ભગાડીને લઈ જવાના ઈરાદે જ પહોંચ્યો હતો.
      - સમગ્ર ઘટના ગામ લોકોની સામે આવી જવાથી મહિલાનો પતિ અને સસરા તેનાથી ખૂબ નારાજ થઈ ગયા હતા.
      - પરિણામે પતિ અને સસરાએ ગામના લોકો સાથે મળીને જ મહિલાના લગ્ન તેના પ્રેમી પંકજ સાથે કરાવી દીધા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પરીણિત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, પતિ-સસરાએ કરાવી લીધા લગ્ન| Boy friend Meet married girl friend
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top