Home » National News » Desh » ઘરેથી ગાયબ છોકરો ઉંધા માથે મળ્યો ખાડામાં| Boy Found Dead In The Soil in Chandigarh

ઘરેથી ગાયબ છોકરો ઉંધા માથે મળ્યો ખાડામાં, જોનારા દરેકને થયો આ એક સવાલ

Divyabhaskar.com | Updated - May 18, 2018, 11:26 AM

મોઢામાંથી લોહી નીકળતું હતું અને હાથમાં મોબાઈલ ફસાયેલો હતો

  • ઘરેથી ગાયબ છોકરો ઉંધા માથે મળ્યો ખાડામાં| Boy Found Dead In The Soil in Chandigarh
    છોકરાનો મૃતદેહ આ સ્થિતિમાંથી મળ્યો

    પંચકૂલા: એક દિવસ પહેલાં શંકાસ્પદ હાલતમાં ઘરેથી ગાયબ થયેલા 14 વર્ષના છોકરાનો મૃતદેહ સેક્ટર-28ના એક ખાડામાંથી મળી આવ્યો છે. આ અજાણ્યા ખાડામાંથી ઉપર માત્ર તેના પગ દેખાતા હતા. સ્થિતિ જોઈને એવુ લાગતું હતું કે, કોઈએ તેની હત્યા કરીને તેનો મૃતદેહ ખાડામાં અંદર નાખી દીધો છે. પોલીસ અહીં પહોંચી ત્યારપછી ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા.

    જાણો શું છે સમગ્ર ઘટના


    - 14 વર્ષનો છોકરો સોમવારે ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. સાંજ સુધી તે ઘરે પરત આવ્યો નહીં તો પરિવારને લાગ્યું કે, તે તેના કોઈ મિત્રને ત્યાં ગયો હશે. પરંતુ જ્યારે રાતે 10 વાગતા પણ તે ઘરે ન આવ્યો ત્યારે ઘરના લોકોએ તેને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તેની કોઈ જાણ થઈ નહીં.
    - મંગળવારે સાંજે એક છોકરો જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે માટીના ખાડામાં કોઈ દબાઈને પડ્યું છે. ત્યારપછી પોલીસને બોલાવવામાં આવ્યો હતો. પોલીસે જેસીબીને બોલાવીને ખાડામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. છોકરાના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેના હાથની પાસે મોબાઈલ ફસાયેલો હતો.

    સવાલ....ખાડામાં છોકરો શું લેવા ગયો હતો


    એસએચઓ ચંડીમંદિર મહેમૂદ ખાને જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં તો આ ઘટનાને મર્ડર માનવામાં આવતુ હતું પરંતુ ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે છોકરાનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. શક્ય છે કે, તે આ ખાડામાં જાતે જ ફસાઈ ગયો હોય. હવે પોસ્ટમોર્ટમ પછી બધી જ વાતો ક્લિયર થઈ જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending