ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy falsely accused for stealing goat beaten then poison given to him he died in Bihar

  મરતા પહેલા યુવકે એમ્બ્યુલન્સમાં જણાવી આપવીતી, કેટલી હદે તેની સાથે થઇ ક્રૂરતા

  Om Prakash Singh | Last Modified - Apr 29, 2018, 08:00 AM IST

  ઔરંગાહબાદના નાવાડીહ વિસ્તારમાં બકરી ચોરવાના આરોપમાં પહેલા એક યુવકનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું
  • મૃતક યુવક અકબર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક યુવક અકબર

   ઔરંગાબાદ (બિહાર): ઔરંગાહબાદના નાવાડીહ વિસ્તારમાં બકરી ચોરવાના આરોપમાં પહેલા એક યુવકનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું. પછી એક રૂમમાં બંધક બનાવીને તેને ક્રૂરતાથી મારવામાં આવ્યો. ત્યારબાદ આરોપીઓએ તેને જબરદસ્તી ઝેરીલો પદાર્થ ખવડાવ્યો. જ્યારે તેની તબિયત બગડી તો તેના ઘરની બહાર ફેંકીને ફરાર થઇ ગયા. ગંભીર હાલતમાં ઘરે પહોંચેલા યુવકે આપવીતી સંભળાવી. હોસ્પિટલમાં દાખલ કરવા પર યુવકે દમ તોડી દીધો. મામલો ચગ્યો ત્યારે આખી ઘટના બહાર આવી. હવે મૃતક મોહમ્મદ અકબરનો પરિવાર આરોપીઓને સજા અપાવવા માટે ભટકી રહ્યો છે. ઘટના 22 એપ્રિલની છે. યુવકનું મોત હોસ્પિટલમાં 24 એપ્રિલના રોજ થયું.

   બે દિવસ પહેલા યુવકને ઘરેથી બોલાવીને લઇ ગયા હતા

   - 22 એપ્રિલના રોજ અકબર પોતાના ઘરે હતો. સવારના સમયે તે જ મહોલ્લાના બે યુવકો તેના ઘરે આવ્યા અને તેને બોલાવીને સાથે લઇ ગયા. તેમને શંકા હતી કે તેમની બકરીને અકબરે જ ચોરી છે.

   - તેઓ આ જ વાતને કબૂલ કરાવવા માંગતા હતા. આ માટે તેને એક રૂમમાં લઇ ગયા અને ત્યાં ક્રૂરતાથી માર્યો. પછી કહ્યું કે જો તેં ચોરી નથી કરી તો તું ઝેર ખા, તો જ માનવામાં આવશે કે તેં બકરીની ચોરી નથી કરી. ત્યારબાદ અકબરને જબરદસ્તી ઝેર ખવડાવી દીધું.
   - બીજી બાજુ પરિવારવાળા એમ સમજતા હતા કે દોસ્તો સાથે ગયો છે અને સાંજે પાછો આવી જશે.
   - જ્યારે અકબરની હાલત ઝેર ખાધા પછી બગડવા લાગી, તો ફસાઇ જવાના ડરથી આરોપીઓએ તેને તેના ઘરની બહાર લઇ જઇને ફેંકી દીધો. ત્યાંથી લથડિયા ખાતો તે તેના ઘરે પહોંચ્યો.
   - ઉતાવળે પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા અને દાખલ કર્યો. ત્યાંથી ડોક્ટરોએ તેને નાજુક હાલતમાં જમુઆર મેડિકલ કોલેજમાં મોકલી દીધો. બે દિવસના ઇલાજ પછી 24 એપ્રિલના રોજ અકબરે દમ તોડી દીધો.

   એમ્બ્યુલન્સમાં જણાવ્યા તમામ ગુનેગારોના નામ, ભાઈએ બનાવ્યો વીડિયો

   - મરતા પહેલા 20 વર્ષીય અકબરે ગુનેગારોના નામ ઘરના લોકોને જણાવ્યા. તેના મોટા ભાઈ અસગરે તે બોલતો હતો તેનો વીડિયો બનાવી લીધો.

   - હોસ્પિટલથી જમુઆર મેડિકલ કોલેજમાં રિફર થયા પછી એમ્બ્યુલન્સમાં તેને લઇ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અકબરે 7 ગુનેગારોના નામો જણાવ્યા હતા.

   ન્યાય માટે ભટકી રહ્યો છે પીડિત પરિવાર

   - મૃતકના મોટાભાઈ અસગરના જણાવ્યા પ્રમાણે, મોત બાદ ડેહરી પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવવા માટે એક અરજી આપી. પોલીસ દ્વારા 7000 રૂપિયા માંગવામાં આવ્યા.
   - ત્યારબાદ કેટલાક પૈસા ઘરવાળાઓએ આપ્યા, ત્યારે જઇને નિવેદન નોંધાયું. બે દિવસ પછી પણ ઔરંગાબાદ પોલીસ સ્ટેશનમાં તે નોંધાયેલું નિવેદન મોકલવામાં આવ્યું નથી.
   - જ્યારે નિવેદન મોકલવાની વાત ઘરવાળાઓએ આઇઓને કરી તો તેના બદલામાં પણ પૈસા માંગવામાં આવ્યા. હવે અકબરનો પરિવાર ગુનેગારોને સજા અપાવવા માટે ભટકી રહ્યો છે.
   - એસડીપીઓ પીએન સાહુએ જણાવ્યું કે આ બાબતની કોઇ જાણકારી નથી. જો એવું છે તો નિવેદન આવ્યા પછી તેનો સ્ટડી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

  • મરતા પહેલા 20 વર્ષીય અકબરે ગુનેગારોના નામ ઘરના લોકોને જણાવ્યા. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મરતા પહેલા 20 વર્ષીય અકબરે ગુનેગારોના નામ ઘરના લોકોને જણાવ્યા. (પ્રતીકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy falsely accused for stealing goat beaten then poison given to him he died in Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top