Home » National News » Desh » એકના એક દીકરાનું કરંટ લાગતા મોત| Boy Death Due To Electricity Current

એનિવર્સરીના દિવસે જ એકના એક લાડકાએ છોડી દીધી દુનિયા, રોતી-કકળતી રહી મા

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 04:07 PM

રડતા રડતા પિતાએ કહ્યું, ઉઠતાની સાથે જ અમને વિશ કર્યું હતું, જિદ કરતો હતો સાંજે હોટલમાં જઈશું

 • એકના એક દીકરાનું કરંટ લાગતા મોત| Boy Death Due To Electricity Current
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક બાળક સાથે રોતી કકળતી તેની મા

  જમશેદપુર: શહેરમાં છત પર રમતા એક છોકરાનું સ્પ્લિટ એસીના આઉટર બોક્સથી કરંટ લાગવાના કારણે મોત થયું છે. ઘરના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના કાશીડીહ લાઈન નંબર -13ની છે. મૃતકના પિતા મનીષ મિશ્રા સાકચીમાં રમકડાના વેપારી છે. તેમનો એકનો એક દીકરો કાશીડીહ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જે દિવસે તેમની મેરેજ એનિવર્સરી હતી તે જ દિવસે તેમના એકના એક દીકરાનું મોત થયું હતું.

  જાણો શું છે સમગ્ર ઘટના?


  - મૃતકના પિતા મનીષના જણાવ્યા પ્રમાણે સવારે વરસાદ થઈ રહ્યો હતો. આલોક વરસાદમાં પલળવા છત પર રમી રહ્યો હતો. તે જ સમયે તેને એસીના આઉટર કમ્પ્રેશર બોક્સનો કરંટ લાગ્યો હતો. તેની મા જ્યારે તેને છત પર બોલાવા ગઈ ત્યારે તે છત પર પડેલો હતો. જ્યારે તેની માતા તેને ઉપાડવા ગઈ ત્યારે તેને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી તેણે મને બૂમ પાડી.
  - મૃતકના પિતાએ બંનેની સ્થિતિ જોઈને ઘરની મેઈન સ્વીચ બંધ કરી દીધી અને ત્યાર પછી દીકરાને તેઓ હોસ્પિટલ લઈને ગયા હતા. પરંતુ ત્યાં સુધી ઘણું મોડુ થઈ ગયું હતું.

  મૃતકે સવારે સંબંધીઓને મોકલી હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ


  - પિતા મનિષ મિશ્રાએ જણાવ્યું કે, આલોક ખૂબ ચંચળ સ્વભાવનો હતો. બે દિવસ પહેલાં જ તેણે ફેસબુક આઈડી બનાવ્યું હતું. શુક્રવારે સવારે તેણે 30 સંબંધીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી હતી. તે દિવસે અમારી મેરેજ એનિવર્સરી હોવાના કારણે ઘરમાં સવારથી જ ખુશીનો માહોલ હતો.
  -આલોકે સવારે ઉઠતા જ તેના માતા-પિતાને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી અને સાંજે હોટલમાં જમવા જવાની જીદ પણ કરી હતી. સવારે 11.30 વાગતા અચાનક મારી પત્નીની બૂમો સંભળાઈ હતી. તે વખતે વરસાદ થતો હતો અને હું પથારીમાં આડો પડ્યો હતો. તેનો અવાજ સાંભળીને હું પણ છત પર દોડીને ગયો હતો.
  - મારો દીકરો અચેત પડ્યો હતો અને મારી પત્ની રડી રહી હતી. પત્નીએ કહ્યું કે, આલોકને ઉઠાડું છું તો કરંટનો ઝટકો લાગે છે. ત્યારપછી મે ઘરની મેઈન સ્વીચ બંધ કરી દીધી અને દીકરાને લઈને હોસ્પિટલ ગયો. પરંતુ અમે તેને બચાવી ન શક્યા.

  કરંટનું કારણ...એસી બોક્સમાં વાયર લટકી રહ્યો હતો


  - વીજળીના જાણકાર સુભાષ મહતોએ જણાવ્યું કે, એસીના આઉટર બોક્સથી કરંટ લાગવાની શક્યતા ઓછી હોય છે. એવુ ત્યારે જ થઈ શકે છે જ્યારે તે કોઈ વાયર કપાયેલો પડ્યો હોય. ત્યાં જોઈન્ટ પાસે તાર કપાયેલો હશે અને તે આઉટર બોક્સને અડેલો હશે. આ સમસ્યા બોક્સની અંદર થઈ શકે છે.
  - એસી સાથે જોડાયેલા આવા તારથી સમસ્યા હોત તો ઘરની છત અને દિવાલ ઉપર પણ કરંટ આવતો હોત. તેથી એવું લાગે છે કે, આઉટર બોક્સની અંદર જ કોઈ તૂટેલો વાયર લટકી રહ્યો હશે.
  - વરસાદમાં કરંટ ફેલાવાની શક્યતા વધારે હોય છે. આમ, આઉટર બોક્સના સંપર્કમાં આવતા જ આલોકને કરંટ લાગી ગયો હશે. તેના શરીર ઉપર કરંટ લાગ્યાના નિશાન પણ મળી આવ્યા છે. તેની માતા જ્યારે તેને ઉઠાડવા ગઈ ત્યારે તેને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો.

  આ પણ વાંચો: UP: આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બસે 6 વિદ્યાર્થીઓ સહિત 7ને કચડ્યાં

  જુઓ આગળની સ્લાઈડમાં અન્ય તસવીરો

 • એકના એક દીકરાનું કરંટ લાગતા મોત| Boy Death Due To Electricity Current
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક બાળક આલોક (ફાઇલ)
 • એકના એક દીકરાનું કરંટ લાગતા મોત| Boy Death Due To Electricity Current
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરની બહાર પરિવારજનોની ભીડ
 • એકના એક દીકરાનું કરંટ લાગતા મોત| Boy Death Due To Electricity Current
  મૃતકના પિતા મનીષ શર્મા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ