સવારના પહોરમાં ઘરની સામે દીકરાની હાલત જોઇ ચીસ પાડી ઉઠ્યા પિતા, અવાજ સાંભળીને બહાર નીકળેલી દીકરી પણ દ્રશ્ય જોઇ થઈ બેભાન

પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ઘરની સામે આવેલી ઝાડ પર દીકરાની લાશ લટકેલી જોઇને તે ચીસો પાડવા લાગ્યા.
પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ઘરની સામે આવેલી ઝાડ પર દીકરાની લાશ લટકેલી જોઇને તે ચીસો પાડવા લાગ્યા.

પૂર્ણિયા (બિહાર): સોરી પપ્પા! તમે બોલ્યા હતા કે ધમદાહા છોડી દે, એટલે મેં દુનિયા જ છોડી દીધી. વિક્કી, રિંકુ, બિટ્ટુ, સત્યમ અને કિટ્ટુએ મારા કોઇ પૈસા નથી ખાધા. પપ્પા તમે આ છોકરાઓ પર જે મારા બધા પૈસા ખાઈ જવાનો આરોપ લગાવ્યો છે તે તદ્દન ખોટું છે. આવી સુસાઈડ નોટ મનીષના પોકેટમાંથી મળી, જેનું શબ રવિવારે સવારે તેના દરવાજા પર ઝાડ સાથે લટકેલું મળ્યું.

divyabhaskar.com

Sep 11, 2018, 01:32 PM IST

પૂર્ણિયા (બિહાર): 'સોરી પપ્પા! તમે બોલ્યા હતા કે ધમદાહા છોડી દે, એટલે મેં દુનિયા જ છોડી દીધી. વિક્કી, રિંકુ, બિટ્ટુ, સત્યમ અને કિટ્ટુએ મારા કોઇ પૈસા નથી ખાધા. પપ્પા તમે આ છોકરાઓ પર જે મારા બધા પૈસા ખાઈ જવાનો આરોપ લગાવ્યો છે તે તદ્દન ખોટું છે.' આવી સુસાઈડ નોટ મનીષના પોકેટમાંથી મળી, જેનું શબ રવિવારે સવારે તેના દરવાજા પર ઝાડ સાથે લટકેલું મળ્યું.

એક દિવસ પહેલા ઘરેથી નીકળ્યો, બીજા દિવસે ઝાડ પર લટકેલો મળ્યો દીકરો

મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના ધમદાહા પોલીસ સ્ટેશનના મધ્ય ટોલામાં રહેતા રાજકુમાર સિંહનો 18 વર્ષીય દીકરો મનીષ બપોરે ઘરેથી નીકળ્યો હતો, ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પાછો ન ફર્યો. રવિવારે સવારે જ્યારે પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ઘરની સામે આવેલી ઝાડ પર દીકરાની લાશ લટકેલી જોઇને તે ચીસો પાડવા લાગ્યા. પપ્પાની ચીસો સાંભળીને દીકરી પણ ભાગીને આવી. ભાઈનું શબ જોઇને તે પણ બેભાન થઈને પડી ગઈ. તેનું શબ દરવાજાની બહાર આવેલા કદંબના ઝાડ પર લટકેલું મળ્યું. યુવકનું શબ જોતાં જ આસપાસના લોકોની ભીડ જમા થઈ ગઈ.

બહેને કહ્યું- શનિવારની બપોરે જ લખી હતી સુસાઈડ નોટ

યુવકે ફાંસી લગાવવા માટે જે દુપટ્ટા અને બેલ્ટનો પ્રયોગ કર્યો તે ઘરનો જ છે. મૃતકની બહેને કહ્યું- શનિવારે બપોરે ઘરમાં જ ભાઈએ સુસાઈડ નોટ લખી હતી. તે પછી તેના મોબાઈલ પર કોઇ નંબરથી ફોન આવ્યો અને તે ઘરની બહાર નીકળ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ ઉપરાંત, મોબાઈલ અને આધાર કાર્ડ મળ્યું. સુસાઈડ નોટના અંતે તેણે લખ્યું હતું- સોરી પપ્પા, મા-બહેન, હું તમારા માટે કંઇ ન કરી શક્યો.

X
પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ઘરની સામે આવેલી ઝાડ પર દીકરાની લાશ લટકેલી જોઇને તે ચીસો પાડવા લાગ્યા.પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે ઘરની સામે આવેલી ઝાડ પર દીકરાની લાશ લટકેલી જોઇને તે ચીસો પાડવા લાગ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી