લગ્ન માટે રાજી નહતા ઘરવાળાઓ, ગર્લફ્રેન્ડનું ગળુ કાપી પ્રેમી કરંટ સાથે જઈને ચોંટ્યો

લોહરિયા વિસ્તારના દેલવાડાં ગામની આ ઘટના છે, બંનેના કરાયા પોસ્ટમોર્ટમ

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 12:07 AM
The Family is not happy for marriage, couple commit suicide

અહીં એક ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ થોડીવારમાં આખા ગામમાં હોબાળો થઈ ગયો હતો અને ભીડ ભેગી થઈ ગઈ હતી.

બાંસવાડા: અહીં એક ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ થોડીવારમાં આખા ગામમાં હોબાળો થઈ ગયો હતો અને ભીડ ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન સરપંચે લોહરિયા પોલીસ સ્ટેશનને તેની માહિતી આપી હતી. માહિતી મળતાં સીઆઈ પોલીસ ચૈલસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


- પોલીસે તપાસ શરૂ કરી તો આ મૃતદેહ સાંગોલીમાં રહેતી 22 વર્ષની અનિતાનો હતો. તેના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાના નિશાન મળી આવ્યા હતા.
- આ દરમિયાન 100 મીટરના અંતરે એક યુવકની લાશ પણ મળી આવી હતી. તેની ઓળખ વાલપુરામાં રહેતા 25 વર્ષના હિતેષ તરીકે થઈ હતી. બંનેના મૃતદેહ મળતાં તેમના પરિવારજનો સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારે આ સમગ્ર કેસ પ્રેમ સંબંધી હોવાનું જાણવા મળ્યું છે.

ઘરેથી ગાયબ


- લોહારિયા પોલીસ અધિકારી ચૈલ સિંહે જણાવ્યું કે, આ ઘટના શનિવાર રાતની છે. આ પ્રેમી કપલ શનિવાર રાતથી ગાયબ હતું.
- ઘટના સ્થળની મુલાકાત લીધા પછી સામે આવ્યું કે, હિતેષે પહેલાં કોઈ તાર કે હથિયાર દ્વારા અનિતાના ગળામાં હુમલો કર્યો હતો. ત્યારપછી 100 મીટરના અંતરે હિતેષ એક વીજળીના થાંભલા પર ચડીગયો હતો. ત્યાં તે 33 કેવીની લાઈનના સંપર્કમાં આવીને દાઝી ગયો હતો અને સીધો નીચે પડી ગયો હતો. આમ બંનેના જીવ જતા રહ્યા હતા. બંનેના મૃતદેહ સોમવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

અનિતાના થઈ ચૂક્યા હતા લગ્ન

- પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અનિતા અને હિતેષનું ઘણાં સમયથી અફેર ચાલી રહ્યું હતું. પરંતુ બંનેના પરિવારજનો લગ્ન માટે રાજી નહતા.
- અનિતાના પહેલા એક જગ્યાએ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
- બે વર્ષ પહેલાં જ અનિતાના પતિ અને સાસરિયા સાથે ઝઘડો થયો હોવાથી પંચાયત બેસાડીને તેનો પહેલાં પતિ પાસેથી છૂટકારો મેળવવામાં આવ્યો હતો. ત્યારથી અનિતા તેના પિતાના ઘરે રહેતી હતી.
- આ દરમિયાન અનિતા અને હિતેષને પ્રેમ થયો. બંને શનિવારથી ઘરેથી ગાયબ હતા.

પરિવારજનો તેમને શોધી પણ રહ્યા હતા અને રવિવારે તેમના મૃતદેહો મળ્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

The Family is not happy for marriage, couple commit suicide
The Family is not happy for marriage, couple commit suicide
X
The Family is not happy for marriage, couple commit suicide
The Family is not happy for marriage, couple commit suicide
The Family is not happy for marriage, couple commit suicide
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App