બોલીવૂડની મીસ હવા-હવાઇથી જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં નિધન

સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી તેમના પતિ બોની કપુર સાથે દુબઇ હતા જ્યાં હાર્ટ એટેકને કારણે નિધન થયું

DivyaBhaskar.com | Updated - Feb 25, 2018, 03:23 AM
શ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીર

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું હ્રદય રોગના હુમલા બાદ દુબઈમાં નિધન થઈ ગયું છે. 54 વર્ષની અભિનેત્રી પોતાના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશીની સાથે રવિવારે દુબઈમાં પોતાના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં ઉપસ્થિત હતા. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "શ્રીદેવીના અચાનક નિધનથી હું સ્તબ્ધ છું. તેઓએ પોતાના લાંબા કેરિયરમાં અનેક યાદગાર રોલ કર્યાં છે."

24મીના રાતના 11 વાગે થયું નિધન

શ્રીદેવીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ શ્રીનો પાર્થિવ દેહ અલ Qusais માં રાખવામાં આવ્યો હતો.

કાલે વહેલી સવારે પાર્થીવ દેહ ભારત આવશે

સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીદેવીનો પાર્થીવ દેહ સોમવારે વહેલી સવારે ભારત મોકલાય તેવી શક્યતાઓ છે. રવિવારેના રોજ ઓફિસ કલાકોમાં રીપોર્ટ આવ્યા ન હતા તેથી પાર્થીવ દેહ પરિવારને અપાયો નહોતો. હવે રીપોર્ટ આવ્યા બાદ વહેલી સવારના પાર્થીવ હેહ દુબઇથી ભારત આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારતીય દૂતવાસ આ દુઃખની ધડીમાં કપૂર પરિવારને બને તેટલી મદદ કરી રહ્યું છે. વીલે પાર્લેના પવનહંસ ખાતે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા.

પરિવાર સાથે લગ્ન સમારોહમાં દુબઈ ગઈ હતી શ્રીદેવી

શ્રીદેવી સાથે તેમના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી પણ હાજર હતી. તેઓ પરિવારના એક સંબંઘીના લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દુબઈ પહોંચ્યા હતા. હાલ શ્રીદેવીના ઘરની બહાર ફેન્સની ખૂબ ભીડ ભેગી થઈ ગઈ છે અને દુબઈથી તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

શ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીર

શ્રીદેવીની મોટી દીકરી દુબઈ જઈ શકી ન હતી

- બોની કપૂરનો પરિવાર લગ્ન માટે દુબઈથી પરત આવ્યાં હતા. પરંતુ બોની, શ્રીદેવી અને ખુશી ત્યાં જ રોકાય ગયા હતા. મોટી પુત્રી જ્હાન્વી પોતાની એક ફિલ્મની શૂટિંગના કારણે દુબઈ જઈ શકી ન હતી.
- ગત રવિવારે જ શ્રીદેવી, ખુશી અને પતિ બોની કપૂરની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

જુલી ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

- 13 ઓગસ્ટ, 1963નાં રોજ તામિલનાડુમાં જન્મેલી શ્રીદેવીએ 1975માં આવેલી ફિલ્મ જુલીથી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે નજરે પડી હતી. 
- 1983માં આવેલી ફિલ્મ હિંમતવાલામાં તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. શ્રીદેવી અંતિમ વખત મોમ ફિલ્મમાં જોવા મળી હતી, જે 7 જુલાઈ, 2017નાં રોજ રજૂ થઈ હતી.

શ્રીદેવીના ફિલ્મો

- શ્રીદેવીએ સોલવાં સાવન (1978), હિંમતવાલા (1983), મવાલી (1983), તોહફા (1984), નગીના (1986), ઘર સંસાર (1986), આખિરી રાસ્તા (1986), કર્મા (1986), મિસ્ટર ઈન્ડિયા (1987) સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. 

મુંબઇ એરપોર્ટ પર દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી
મુંબઇ એરપોર્ટ પર દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
શ્રીદેવીના મુંબઇના અંધેરી સ્થિત બંગલા પર પોલીસ સિક્યુરીટી ગોઠવાઇ
શ્રીદેવીના મુંબઇના અંધેરી સ્થિત બંગલા પર પોલીસ સિક્યુરીટી ગોઠવાઇ
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
દીકરી ખુશી સાથે બે દિવસ પહેલા દુબઇના લગ્ન સમાહરોમાં શ્રીદેવી
દીકરી ખુશી સાથે બે દિવસ પહેલા દુબઇના લગ્ન સમાહરોમાં શ્રીદેવી
Bollywood Famous Actress Sridevi Passes Away
Bollywood Famous Actress Sridevi Passes Away
X
શ્રીદેવીની ફાઇલ તસવીરશ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીરશ્રીદેવીની ફાઇલ તસવીર
શ્રીદેવીની ફાઇલ તસવીરશ્રીદેવીની ફાઇલ તસવીર
મુંબઇ એરપોર્ટ પર દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવીમુંબઇ એરપોર્ટ પર દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવીદુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
શ્રીદેવીના મુંબઇના અંધેરી સ્થિત બંગલા પર પોલીસ સિક્યુરીટી ગોઠવાઇશ્રીદેવીના મુંબઇના અંધેરી સ્થિત બંગલા પર પોલીસ સિક્યુરીટી ગોઠવાઇ
દુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવીદુબઇના લગ્ન સમારહોમાં નવદંપતી સાથે જોવા મળી હતી શ્રીદેવી
દીકરી ખુશી સાથે બે દિવસ પહેલા દુબઇના લગ્ન સમાહરોમાં શ્રીદેવીદીકરી ખુશી સાથે બે દિવસ પહેલા દુબઇના લગ્ન સમાહરોમાં શ્રીદેવી
Bollywood Famous Actress Sridevi Passes Away
Bollywood Famous Actress Sridevi Passes Away
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App