Home » National News » Latest News » National » IPLમાં સટ્ટાખોરી મામલે અરબાઝ શેરા સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન| Arbaaz Khan summoned IPL betting scam record statement

અરબાઝે કબૂલ્યું- હા, હું IPLમાં સટ્ટો રમ્યો અને 2.75 Cr હાર્યો પણ ખરો

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 05:10 PM

સલમાન ખાનની લીગલ ટીમ આ કેસમાં અરબાઝની મદદ કરશે

 • IPLમાં સટ્ટાખોરી મામલે અરબાઝ શેરા સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન| Arbaaz Khan summoned IPL betting scam record statement
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અરબાઝે કબૂલ્યું કે તે કુખ્યાત સટ્ટેબાજ સોનૂ જાલાન સાથે સંબંધ છે અને બંને એક-બીજાને છેલ્લાં 5 વર્ષથી ઓળખે છે

  મુંબઈઃ અરબાઝ ખાને IPLમાં સટ્ટાબાજી કરવા અને 2.75 કરોડ રૂપિયા હારવાની વાત કબૂલી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરબાઝની સટ્ટાબાજી કરવાની આદત મલાઈકા અરોડા સાથે તેના તલાક માટેનું એક કારણ છે. અરબાઝ શનિવારે પૂછપરછ માટે થાણે ક્રાઈમ બ્રાંચની ઓફિસે પહોંચ્યો હતો. બુકી સોનૂ જાલાનની સામે બેસાડીને તેમને 13 સવાલ પૂછ્યાં હતા. પોલીસે અરબાઝને સવાલ કર્યો કે, "શું તમને નથી ખ્યાલ કે આરોપી સટ્ટો લગાવે છે અને તેના સંબંધ અંડરવર્લ્ડ સાથે છે."

  મને જે વિશે પૂછવામાં આવ્યું તેના મેં જવાબ આપ્યા- અરબાઝ


  - પોલીસની પૂછપરછ પૂર્ણ કર્યા બાદ અરબાઝ ખાને કહ્યું કે, મારું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. પોલીસે તપાસમાં જરૂરી બાબતો વિશે મને પૂછ્યું છે અને મેં તેના જવાબ આપ્યા છે. હું તેમને હંમેશા સહયોગ કરતો રહીશ.
  - તપાસ વિશે ડીસીપી ક્રાઇમ અભિષેક ત્રિમુખેએ જણાવ્યું કે, ક્રિકેટ બેટિંગ રેકેટમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનૂ જાલાન સાથેની પૂછપરછ દરમિયાન અરબાઝ ખાનનું નામ બહાર આવ્યું હતું. અરબાઝનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બીજા પણ નામો સામે આવ્યા છે, તેમની સામે એક્શન લેવામાં આવશે.
  - આઈપીએલ બેટિંગની તપાસ કરતા અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું કે, આજે અમે અરબાઝનું નિવેદન નોંધ્યું છે અને તેણે પૂછપરછમાં અમને સહયોગ આપ્યો છે. હું વિગતો જાહેર નહીં કરી શકું. જો જરૂર પડશે તો અમે અરબાઝને ફરી બોલાવીશું.

  સોનૂને પણ લાવવામાં આવ્યો ક્રાઈમ બ્રાંચ


  - અરબાઝ ક્રાઈમ બ્રાંચની ઓફીસે પહોંચ્યા બાદ સોનૂ જાલાનને પણ પૂછપરછ માટે ત્યાં લવાયો હતો.
  - સૂત્રોનું માનવામાં આવે તો પૂછપરછ પાંચ અધિકારીઓની ટીમે કરી. જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા પણ સામેલ હતા.

  - આ દરમિયાન સોનૂ જાલાનની પોલીસ કસ્ટડીને 6 જૂન સુધી લંબાવવામાં આવી છે.

  અરબાઝે કબૂલ્યું- તલાકનું એક કારણ સટ્ટાબાજી પણ હતું


  - પોલીસ સૂત્રો મુજબ, અરબાઝે કબૂલ્યું કે તેઓએ સોનૂ દ્વારા સટ્ટો લગાવ્યો અને તે લગભગ પાંચ વર્ષથી આવું કરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તે ઘણા પંસા હારી ગયો. આ કારણે તેના મલાઇકા સાથે તલાક પણ થઈ ગયા. અત્યાર સુધી તે 3 કરોડથી જેટલી રકમ સટ્ટાબાજીમાં હારી ચૂક્યો છે.
  - સૂત્રોએ જણાવ્યું કે અરબાઝે માન્યું કે સટ્ટાના કારણે તેનું બધું જ બરબાદ થઈ ગયું છે. તે પૈસા બનાવવાના ચક્કરમાં હારતો જ ગયો. ઘણું દેવું થઈ ગયું હતું. લોકો તેમને હેરાન કરી રહ્યા હતા. અનેક લોકો પત્ની મલાઇકાને પણ ફોન કરવા લાગ્યા, જેના કારણે રોજ તેમના ઘરમાં ઝઘડા થતા હતા. તલાક થયાના બે વર્ષ પહેલા જ મલાઇકા તેનાથી દૂર થઈ ગઈ. બંને એક ઘરમાં માત્ર દેખાડા પૂરતા સાથે રહેતા હતા.

  પોલીસે અરબાઝને પૂછ્યા આ 13 સવાલ


  1. તમે ક્યારેથી સોનૂ જાલાનને ઓળખો છો અને તમારો તેના જોડે શું સંબંધ છે?
  2. તમે સોનૂને પહેલીવાર ક્યારે મળ્યા અને તમારી મુલાકાત કોણે કરાવી?
  3. શું તમને ખબર હતી કે સોનૂ સટ્ટો રમે છે અને પહેલા અરેસ્ટ પણ થઈ ચૂક્યો છે?
  4. શું તમને સોનૂના અંડરવર્લ્ડ સાથેના સંબંધ વિશે ખબર હતી?
  5. શું તમારે સોનૂને પૈસા આપવાના હતા અને તે તમને ધમકી આપી રહ્યો હતો?
  6. શું તમારી અને સોનૂની વચ્ચે કોઈ ટ્રાન્જેક્શન થયું? તેના વિશે વિસ્તારથી જણાવો.
  7. શું તમે સોનૂના સતત સંપર્કમાં હતા?
  8. તમારી સોનૂ અને બીજા બુકીની સાથે અનેક તસવીરો છે, તમે તેમને કેવી રીતે ઓળખો છો?
  9. શું તમે ક્યારેય સોનૂ દ્વારા કોઈ મેચ કે હાલની મેચમાં સટ્ટો લગાવ્યો છે?
  10. અમને જાણવા મળ્યું છે કે તમારી ઉપર સોનૂના 3 કરોડ રૂપિયા બાકી છે. શું આ તે રકમ છે જે તમે સટ્ટામાં ગુમાવી?
  11. તમારા સાથીઓમાંથી કેટલા લોકો સોનૂને જાણે છે? શું તમે ક્યારેય બીજા કોઈ સેલિબ્રિટી કે પોતાના પરિચિતને તેની સાથે મુલાકાત કરાવી?
  12. શું તમારા પરિવારને તમારા અને સોનૂના સંબંધો વિશે જાણકારી છે?
  13. સોનૂ સાથે તમારી અંતિમ મુલાકાત વિશે જણાવો.

  સલમાન ખાનની લીગલ ટીમ કરશે અરબાઝની મદદ


  - પોલીસ સમક્ષ રજૂ થતાં પહેલા અરબાઝ ખાને મોટા ભાઈ સલમાન ખાન સાથે મુલાકાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે સલમાનની લીગલ ટીમ આ કેસમાં તેમની મદદ કરશે.
  - પોલીસને શંકા છે કે સોનૂ જાલાનના રેકેટ દ્વારા અરબાઝ ખાને આઈપીએલ મેચોમાં મોટી રકમનો સટ્ટો લગાવ્યો છે.
  - જો કે, આ મામલામાં અરબાઝ ખાન પર કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો અને ન તો તે આરોપી છે.

  દાઉદની ડી કંપની સાથે હોઈ શકે સટ્ટાબાજીની લિંક


  - ગયા મહિને પોલીસે ડોબિંવલીમાં સટ્ટાબાજી રેકેટનો ઘટસ્ફોટ કરતાં 4 સટ્ટારબાજોની ધરપકડ કરી હતી.
  - શરૂઆતની તપાસમાં એવા સંકેત મળ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજી રેકેટ ચાલી રહ્યું હતું.
  - ઉપરાંત, ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપની સાથે પણ સટ્ટાબાજીની લિંક હોવાની શક્યતા છે.

  સોનૂ જાલાને કહ્યું બોલિવૂડ સેલિબ્રિટી અલગ-અલગ નામે લગાવે છે સટ્ટો


  - પૂછપરછમાં રેકેટ પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું.
  - ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે બોલિવૂડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે.

  સોનૂએ પાર્ટનર્સ સાથે મળી કરી હતી શ્રીલંકા-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ફિક્સ


  સોનૂએ મુંબઈના બીજા એક બુકી પ્રેમ તનેજા અને પોતાના બિઝનેસ પાર્ટનર જૂનિયર કોલકાતા સાથે મળી શ્રીલંકા - ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ ફિક્સ કરી હતી.
  - આ મેચને ફિક્સ કરવા માટે ત્રણેયે શ્રીલંકા જઈને પિચ ક્યૂરેટરને પૈસા આપ્યા હતા.
  - આ મેચમાં એક જ દિવસમાં 21 વિકેટ પડી હતી. સોનૂએ 2016માં પાકિસ્તાનના વેટરન ક્રિકેટરની એક સ્થાનિક મેચ પણ ફિક્સ કરી હતી.

  આઈપીએલ અને ફિક્સિંગનો જૂનો સંબંધ

  - આઈપીએલમાં આ પહેલા પણ સ્ટોપ ફિક્સિંગ જેવા મામલા સામે આવી ચૂક્યા છે.
  - આ વર્ષની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને પહેલા સીઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સ પર ફિક્સિંગમાં સામેલ થવાનું પૂરવાર થયા બાદ બે વર્ષ સુધી બેન પણ લગાવવામાં આવ્યો હતો.
  - આ પહેલા પહેલવાન દારા સિંહનો દીકરા વિંદુ સિંહ પર આઈપીએલમાં ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો.
  - તેમની પર આરોપ છે કે તે બુકી અને પ્લેયર્સની વચ્ચે મધ્યસ્થીનું કામ કરતા હતા. આ મામલામાં તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • IPLમાં સટ્ટાખોરી મામલે અરબાઝ શેરા સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન| Arbaaz Khan summoned IPL betting scam record statement
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસને સોનુ જાલાન (સફેદ શર્ટમાં ડાબી બાજુ)ના મોબાઈલમાંથી અરબાઝ સાથેની તસવીર મળી છે

  IPL સટ્ટામાં અરબાઝની પૂછપરછ અંગે પ્રતિક્રિયાઓ


  - અરબાઝ ખાનની પૂછપરછ અંગે IPL કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું કે, મામલા અંગે પોલીસ તપાસ કરી રહી છે, અમારી તેમાં કોઈ ભૂમિકા નથી. બીસીસીઆઈ અને આઈસીસી બંનેમાં એન્ટી-કરપ્શન યુનિટ્સ છે, પોલીસ તેમના સાથે સંકલન કરી શકે છે.

 • IPLમાં સટ્ટાખોરી મામલે અરબાઝ શેરા સાથે પહોંચ્યો પોલીસ સ્ટેશન| Arbaaz Khan summoned IPL betting scam record statement
  ફાઈલ ફોટો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ