Home » National News » Latest News » National » Blacks are becoming more than 100 new parties each year to whiten them

કાળાંનાણાં સફેદ કરવા માટે દર વર્ષે 100થી વધુ નવા પક્ષ બની રહ્યા છે

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:05 AM

ત્રણ ઉદાહરણ - કેવી રીતે રાજકીય પક્ષો બ્લેકમનીને વ્હાઈટ બનાવી રહ્યા છે

 • Blacks are becoming more than 100 new parties each year to whiten them

  નવી દિલ્હી: ગત એક દાયકાથી દેશમાં બિલાડીના ટોપની જેમ રાજકીય પાર્ટીઓ ફૂટ નીકળી છે. તેની પાછળ કાળાંનાણાં સફેદ કરવાનો ખેલ પણ છે. ચૂંટણીપંચના આંકડા અનુસાર દર વર્ષે સરેરાશ 100 નવા પક્ષોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. દેશમાં 2100થી વધુ રાજકીય પક્ષો છે તેમાંથી બે હજાર માન્યતા વગરના છે. જોકે 75% પક્ષોએ આજ સુધી ચૂંટણી જ નથી લડી. 55% પક્ષોએ ગત 10 વર્ષમાં રજિસ્ટર્ડ થયા છે. હાલ 400 પક્ષોની અરજી રજિસ્ટ્રેશન માટે ચૂંટણીપંચમાં લાઈનમાં છે.

  75% એ ક્યારેય ચૂંટણી જ નથી લડી

  લગભગ બે હજાર માન્યતા વિનાના પક્ષો એવા છે જેના ડોનેશનની વિગતો ન તો ચૂંટણીપંચ પાસે છે ન તો આઈટી વિભાગ પાસે.પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદી કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે ચૂંટણીમાં ભાગ ન લેનાર પક્ષ કાળાંનાણાંને સફેદ કરવાનું માધ્યમ બની ગયા છે. નિયમ હેઠળ આ પક્ષોને ડોનેશનમાં છૂટ મળે છે જે દર વર્ષે ડોનેશનની વિગત પંચ અને આઇટી વિભાગને આપે છે. જે પક્ષો એવું નથી કરતા તેને ચૂંટણીપંચ ડી-લિસ્ટ કરી શકે છે એટલે કે તેમનું રજિસ્ટ્રેશન રદ નહીં થાય પરંતુ ટેક્સમાં છૂટ નહીં મળે. એક અંદાજ અનુસાર 60% પક્ષો ખર્ચની વિગત આપે છે. તેમાંથી ફક્ત 5% પક્ષોના ખર્ચની તપાસ આઈટી વિભાગ કરે છે. ચૂંટણીપંચના સચિવ પ્રમોદ શર્માએ કહ્યું કે આ વખતે 225 પક્ષો ડી-લિસ્ટ કરાયા છે.

  ત્રણ ઉદાહરણ - કેવી રીતે રાજકીય પક્ષો બ્લેકમનીને વ્હાઈટ બનાવી રહ્યા છે

  1. કાનપુરના અખિલ ભારતીય નાગરિક સેવા સંઘે 8 લાખ ડોનેશન એકઠું કર્યુ. બેન્ક બેલેન્સ 18 લાખ હતું. ચૂંટણી લડી નથી. તપાસમાં જાણ થઈ કેે વર્ષોથી ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યો નથી.

  2. ફરીદાબાદની રાષ્ટ્રીય વિકાસ પાર્ટીએ 40 લાખનું ડોનેશન એકઠું કર્યુ પરંતુ સીબીડીટીની તપાસમાં જાણ થઈ કે બેન્કખાતામાંથી બે કરોડના વ્યવહાર કર્યા.ે આઈટી એક્ટ હેઠળ દંડ ફટકારાયો.

  3. દિલ્હીની પરમાર્થ પાર્ટીએ 2 વર્ષમાં દોઢ કરોડ ડોનેશન બતાવ્યું.ડોનેશન લેવાની રીત-બેન્ક બેલેન્સ બરાબર હતું ખર્ચ કરવાની રીત ખોટી હતી. પાર્ટીએ રાજકીય પ્રવૃતિઓમાં 1 રૂપિયો પણ ખર્ચ ના કર્યો.

  90% પક્ષ 2014ની ચૂંટણીમાં બિનમાન્યતા પ્રાપ્ત
  2014માં લોકસભા ચૂંટણીમાં લગભગ 464 પક્ષોએ ભાગ લીધો જેમાં 419 બિનમાન્યતા પ્રાપ્ત હતા.
  400 થી વધુ નવા પક્ષો છેલ્લા 4 વર્ષમાં બન્યા
  4 વર્ષમાં 412 નવા રાજકીય પક્ષ રજિસ્ટર્ડ થયા જ્યારે ગત એક દાયકમાં 1023 નવા પક્ષોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. તેમાં ફક્ત 20થી 25%એ વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડી.
  4% થી ઓછા વોટ અેટલે કે બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટી
  પાર્ટી જો રાજ્યમાં 4% વોટ પ્રાપ્ત કરે છે તેને સ્ટેટ પાર્ટીનો દરજ્જો મળે. જો 4માં 6% વોટ મળે તો રાષ્ટ્રીય દરજ્જો મળે.

  - ચૂંટણીપંચ અને આઈટી વિભાગ પાસે આ પાર્ટીઓના ડોનેશનની તપાસ કરવા પૂરતાં સંસાધન નથી. તમામ પાર્ટીઓ ડોનેશનનો ખર્ચ બીજા ક્ષેત્રોમાં કરે છે. આવી જ રીતે તે બ્લેકથી વ્હાઈટ મની કરવાનું માધ્યમ બની - જગદીપ છોકર, સંસ્થાપક સભ્ય, એડીઆર

  - ચૂંટણીમાં ભાગ લેવો ન લેવો પક્ષોનો વિશેષ હક છે પરંતુ વાત સાચી છે કે અનરિકોગ્નાઈઝ્ડ પાર્ટીઓ બ્લેકને વ્હાઇટ મની કરવાનું માધ્યમ બની છે. પાર્ટીઓ ચૂંટણીમાં નથી લડતી એટલે સરકારી એજન્સીઓનું ધ્યાન પણ નથી જતું. - સંજયકુમાર, નિર્દેશક,CSDS

  પાર્ટી કાર્યાલયની જગ્યાએ કરિયાણાની દુકાન ચાલી રહી છે

  દિલ્હીની માતૃભક્ત પાર્ટીના કાર્યાલયના સરનામે જ્યારે ભાસ્કર સંવાદદાતા પહોંચ્યા તો અહીં કોઇ પાર્ટીનું કાર્યાલય નહોતું પરંતુ કરિયાણાની દુકાન હતી. પૂછવા પર દુકાનદાર અમિતે કહ્યું કે પહેલાં અહીં પાર્ટીનું કાર્યાલય હતું પરંતુ હવે તો અહીં ફક્ત દુકાન છે. આ પાર્ટીમાં પદાધિકારી રહેલા સંદીપ જિંદલે કહ્યું કે અમારા જે પેપર હતા તે અમે ચૂંટણીપંચમાં જમા કરાવી દીધા. તેનાથી વધુ જાણકારી નથી. પહેલા આ પાર્ટીનું નામ પરમાર્થ પાર્ટી હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ