મોદી જ બને PM / મુલાયમના આશીર્વાદ પછી BJPનું થેન્ક-યૂ, અમર સિંહે કહ્યું- ખાણ તપાસથી બચવા માંગે છે

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 03:12 PM
BJP workers put posters in lucknow and said thanks to Mulayam Singh for best wishes to PM
X
BJP workers put posters in lucknow and said thanks to Mulayam Singh for best wishes to PM

  • આઝમ ખાને કહ્યું- આ નિવેદન મુલાય સિંહનું નથી, તેમની પાસે અપાવવામાં આવ્યું છે
  • અમર સિંહે કહ્યું- મુલાયમ સિંહ યાદવનું આ નિવેદન ભ્રમ ઉભો કરનાર છે

લખનઉ: 'નરેન્દ્ર મોદીજી જ આગામી વડાપ્રધાન બને' મુલાયમ સિંહના બજેટ સત્રના છેલ્લા દિવસે આ નિવેદનથી રાજકીય ક્ષેત્રે ફરી ગરમાવો આવી ગયો છે. મુલાયમ સિંહના આ નિવેદનથી ભાજપ ભાવુક બની ગઈ છે અને તેથી લખનઉમાં ભાજપ અલ્પસંખ્યક મોર્ચા દ્વારા વિવિધ જગ્યાએ પોસ્ટર લગાવીને નેતાજીનો આભાર માનવામાં આવ્યો છે. જ્યારે રાજ્યસભા સાંસદ અમરસિંહે મુલાયમ સિંહના આ નિવેદનને ભ્રમ ઉભુ કરનારું અને ખાણ તપાસમાંથી બચવા માટે આવું નિવેદન આપ્યું હોવાનું જણાવ્યું છે.

 

બીજી બાજુ મુલાયમ સિંહના ખાસ માનવામાં આવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાને દાવો કર્યો છે કે, આ તેમનું પોતાનું નિવેદન નથી. તેમની પાસે આવું નિવેદન અપાવવામાં આવ્યું છે. જ્યારે રાજ્યસભાના સાંસદ અમરસિંહે કહ્યું છે કે, નેતાજીનું આ નિવેદન ભ્રમ ઉભુ કરનારુ છે.

અમર સિંહે કહ્યું- અમુક લોકો ઈચ્છે છે મોદી શાંત રહે
1.અમર સિંહે કહ્યું- મુલાયમ સિંહ યાદવનું આ નિવેદન ભ્રમ ઉભુ કરે તેવું છે. ચંદ્રકલા અને રામ રમણ જેમણે મુલાયમ અને માયાવતી બંનેના માર્ગદર્શનમાં નોઈડાને લૂંટ્યુ છે. તેઓ ઈચ્છે છે  કે મોદીજી આ મામલે શાંત રહે. મુલાયમ સિંહે ખાણ તપાસમાંથી બચવા માટે આ પ્રમાણેનું નિવેદન આપ્યું છે.
આઝમ ખાને કહ્યું- નિવેદન સાંભળીને દુખ થયું
2.આઝમ ખાને મુલાયમ સિંહના નિવેદન સામે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આ નિવેદન સાંભળીને ખૂબ દુ:ખ થયું. આ નિવેદન તેમના મોઢામાં નાખવામાં આવ્યું છે. આ નિવેદન મુલાયમજીનું નથી. આ નિવેદન તેમની પાસે અપાવવામાં આવ્યું છે.
મુલાયમ સિંહે શું કહ્યું હતું?
3.મુલાયમ સિંહે બુધવારે લોકસભામાં કહ્યું હતું કે, હું વડાપ્રધાનને શુભેચ્છા આપવા માંગુ છું કે, તેમણે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો છે. હું ઈચ્છું છું અને મારી શુભેચ્છા છે કે, બધા સભ્યો ફરી જીતીને આવે અને મોદીજી ફરી વડાપ્રધાન બને.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App