• Home
  • National News
  • Latest News
  • National
  • નાગપુરમાં બીજેપી કાર્યકર્તા અને તેમના પરિવારની હત્યા | BJP Worker Kamlakar Pohankar 4 family members murdered in Nagpur

નાગપુર: બીજેપી કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની હત્યા, પોલીસને નજીક લોકો પર શંકા

Divyabhaskar.com

Jun 11, 2018, 02:08 PM IST
કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે
કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે
પોલીસનું કહેવું છે કે હુમલાખોર બે કે બેથી વધુ હોઈ શકે છે
પોલીસનું કહેવું છે કે હુમલાખોર બે કે બેથી વધુ હોઈ શકે છે

શહેરના આરાધના નગર વિસ્તારમાં બીજેપી કાર્યકર્તા કમલાકર પોહણકર સહિત પરિવારના પાંચ સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ઘટના રવિવાર મોડી રાતે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તમામ લોકોને મારવા માટે ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે.

નાગપુરઃ શહેરના આરાધના નગર વિસ્તારમાં બીજેપી કાર્યકર્તા કમલાકર પોહણકર સહિત પરિવારના પાંચ સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ઘટના રવિવાર મોડી રાતે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તમામ લોકોને મારવા માટે ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે. હત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું. નાગપુર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું ગૃહ નગર છે. એવામાં ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વિશે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

વાંચોઃ મોદીને હરાવવા અખિલેશ બનશે જૂનિયર પાર્ટનર, બેઠક કરશે કુરબાન?

બેડરૂમથી કિચન અને બાથરુમ સુધી વિખેરાયેલી હતી લાશો


- પોલીસે જણાવ્યું કે કમલાકર તેમની પત્ની અર્ચના (45), દીકરી વેદાંતી (12), માતા મીરાબાઈ (73) અને ભત્રીજા કૃષ્ણાની હત્યા કરવામાં આવી છે. કમલાકારની નાની દીકરી મિતાલી અને ભત્રીજી વૈષ્ણવી બીજા રૂમમાં સૂઈ રહી હતી, જેથી તેમના જીવ બચી ગયા.
- કમલાકરની દીકરી અને ભત્રીજીએ સવારે પડોશીઓને ઘટનાની જાણકારી આપી. તેઓએ પોલીસને સૂચના આપી.
- પોલીસ ઘરમાં દાખલ થઈ તો જોયું કે બેડરૂમથી કિચન અને બાથરુમ સુધી લાશો વિખેરાયેલી પડી હતી.

વાંચોઃ ભિખારીને સલાહ આપવું પડ્યું ભારે, યુવકને માર્યું ચાકૂ આવ્યા 20 ટાંકા

પોલીસને નજીકના લોકો પર શક


- પોલીસને આ હત્યાકાંડ પાછળ કોઈ નિકટતમ પર શંકા છે. તે રાજકીય શત્રુતાના એંગલથી પણ મામલાની તપાસ કરી રહી છે.
- પોલીસનું કહેવું છે કે હુમલાખોર બે કે બેથી વધુ હોઈ શકે છે. પોલીસને બે પોઇન્ટ પર ફોકસ છે. પહેલું હુમલો કરનારા ઘરમાં કેવી રીતે આવ્યા? બીજું- પાંચ હત્યાઓ બાદ પણ આસપાસના લોકોને જાણ કેમ ન થઈ?
- કમલાકર પોહણકર ઘરમાં એકમાત્ર કમાનારા હતા અને ભત્રીજા-ભત્રીજી સાથે રાખીને સમગ્ર પરિવારનો ખર્ચ ચલાવતા હતા.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
કમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છેકમલાકરની નાની દીકરી અને ભત્રીજી બીજા રૂમમાં સૂઈ રહી હતી તેથી તેઓ સુરક્ષિત છે
પોલીસનું કહેવું છે કે હુમલાખોર બે કે બેથી વધુ હોઈ શકે છેપોલીસનું કહેવું છે કે હુમલાખોર બે કે બેથી વધુ હોઈ શકે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી