તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેન્દ્ર મોદી આજે પ્રદેશ અધ્યક્ષોને સોંપશે અટલજીનો અસ્થિ કળશ, બીજેપી આખા દેશમાં કાઢશે યાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: બીજેપી આખા દેશમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા કાઢશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બુધવારે અશોક રોડ સ્થિત બીજેપી મુખ્યાલયમાં તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને અસ્થિ કળશ સોંપ્યો. આ દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર રહ્યા. 

 

આખા દેશમાં થશે શ્રદ્ધાંજલિ સભાઓ

 

- તમામ પ્રદેશ અધ્યક્ષ પોતપોતાના રાજ્યોમાં અસ્થિ કળશ લઇને જશે. ત્યારબાદ આખા રાજ્યમાં અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. રાજધાનીથી લઇને તાલુકા સુધી અટલ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. અસ્થિ કળશ યાત્રાની સાથે જ આખા દેશમાં શ્રદ્ધાંજલિ સભાઓ કરવામાં આવશે.

- આ પહેલા અટલજીનાં અસ્થિઓ 19 ડિસેમ્બરના પોજ હરિદ્વારમાં વહાવવામાં આવ્યા હતા. તેમના દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ અસ્થિઓ વહાવ્યા હતા.

- આ પ્રસંગે અટલજીના દોહિત્રી નમ્રતા, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતા. અટલજીએ 16 ઓગસ્ટના રોજ દિલ્હીના એઇમ્સમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

 

બીજેપી 100 નદીઓમાં વહાવશે અટલજીના અસ્થિઓ

 

- બીજેપી પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે અટલજીના અસ્થિઓ દેશની 100 નદીઓમાં વહાવવામાં આવશે. આ ઉપરાંત, 20 દિવસો સુધી દેશના તમામ રાજ્યોમાં પ્રાર્થનાસભા રાખવામાં આવશે. દિલ્હીમાં 20 ઓગસ્ટના રોજ ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.  20 ઓગસ્ટના રોજ લખનઉમાં આયોજન થશે. 

 

અંતિમયાત્રામાં 5 કિલોમીટર પગપાળા ચાલ્યા હતા મોદી

 

અટલજીની અંતિમયાત્રામાં નરેન્દ્ર મોદી બીજેપી મુખ્યાલયથી સ્મૃતિસ્થળ સુધી પાંચ કિલોમીટર પગપાળા ચાલ્યા હતા. આ ઉપરાંત, અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા વરિષ્ઠ બીજેપી નેતાઓ પણ સાથે સાથે પગપાળા ચાલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...