Divya Bhaskar

Home » National News » Latest News » National » bjp to gain from mamta banerjee statement over nrc issue fears congress

NRC મુદ્દે મમતાના ગૃહયુદ્ધવાળા નિવેદન પર કોંગ્રેસ નાખુશ, ભાજપને ફાયદો થશે તેવો ડર

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 03:05 PM

કોંગ્રેસને ડર છે કે મમતા બેનર્જીના ગૃહયુદ્ધવાળા નિવેદનથી અન્ય રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ બની શકે છે.

  • bjp to gain from mamta banerjee statement over nrc issue fears congress
    મમતા બેનર્જીના ગૃહયુદ્ધવાળા નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે (ફાઈલ)

    નેશનલ ડેસ્કઃ આસામમાં જાહેર થયેલાં NRCનો ફાઈનલ ડેટા મોટો રાજકીય મુદ્દા બની ગયો છે. વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે મોદી સરકારને નિશાન બનાવી રહી છે. આ વચ્ચે NRC મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર બબાલ જોવા મળી રહી છે. મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે જો આવું જ ચાલતું રહ્યું તો દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ શકે છે. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ મમતાના આ નિવેદનથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે.

    મમતાના નિવેદનથી ભાજપને ફાયદો થશે- કોંગ્રેસ

    - મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટી શાંતિથી NRCના મુદ્દે વિરોધ કરાવવા માગે છે. પરંતુ તેઓ કોઈપણ કિંમતે ગૃહયુદ્ધ જેવાં શબ્દ પ્રયોગ નહીં કરે. ત્યારે મંગળવારે રાત્રે કોંગ્રેસની એક ઈન્ટરનલ બેઠક પણ મળી હતી.
    - બેઠક બાદ કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ મમતાના નિવેદનને સમર્થન નથી કરી રહી.
    - કોંગ્રેસને ડર છે કે આ પ્રકારના નિવેદનથી અન્ય રાજ્યોમાં ભાજપના પક્ષમાં માહોલ બની શકે છે.

    મમતા સાથે વાત કરવા કોંગ્રેસની રણનીતિ


    - આ મુદ્દે મમતા બેનર્જી સાથે વાત કરવાની જવાબદારી અહેમદ પટેલ અને ગુલામનબી આઝાદને આપવામાં આવી છે.
    - મમતા બેનર્જી હાલ દિલ્હીમાં જ છે, ત્યારે આ દરમિયાન અનેક નેતાઓને મળી રહ્યાં છે.
    - મમતા બેનર્જીએ NRCના મુદ્દે ઘણી આક્રમક રીતે ભાજપ વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે.

    મમતા બેનર્જીએ શું કહ્યું હતું?


    - પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનમાં લગભગ 40 લાખ લોકોના નામ ન હોવાની વાતને લઈને ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતા.
    - મમતાએ કહ્યું કે આનાથી દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ જશે. આ ઉપરાંત મમતા આ મુદ્દાને એક વૈશ્વિક મુદ્દો ગણાવ્યો હતો.
    - મમતાએ રાજનીતિથી પ્રેરિત પગલું ગણાવ્યું હતું. મમતાએ કહ્યું કે અમે આવું નહીં થવા દઈએ. ભાજપ લોકોમાં ભાગ પાડવાના પ્રયાસ કરી રહી છે જેને સાંખી ન શકાય. જેનાથી દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ બની જશે અને લોહિયાળ જંગ પણ ખેલાય શકે છે.
    - મમતાએ મોદી પર સરકાર પર આરોપ લગાવ્યો કે રાજકીય ફાયાદ માટે આસામમાં લાખો લોકોને રાજ્યવિહિન કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending