ભાજપ-શિવસેના ગઠબંધન ટકવું-તૂટવું તેની સીધી અસર 16 સીટો પર

Deepak Patve

Deepak Patve

May 26, 2018, 02:52 AM IST
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ગઠબંધનને બચાવવા દરેક શક્ય પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે- ફાઈલ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ગઠબંધનને બચાવવા દરેક શક્ય પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે- ફાઈલ
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ટકવું-તૂટવું જ સૌથી મોટું પરિબળ- ફાઈલ
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ટકવું-તૂટવું જ સૌથી મોટું પરિબળ- ફાઈલ
2014માં એનડીએને અહીં 48માંથી 42 સીટો મળી હતી, ત્યારે ભાજપ-શિવસેના સાથે લડ્યા હતા- ફાઈલ
2014માં એનડીએને અહીં 48માંથી 42 સીટો મળી હતી, ત્યારે ભાજપ-શિવસેના સાથે લડ્યા હતા- ફાઈલ

ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં ચાર વર્ષમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ 42 સીટો જીતી હતી તેમાં 18 શિવસેનાની છે. એનડીએમાં એક સાંસદ રાજુ શેટ્ટી સ્વાભિમાની શેતકરી સંગઠનના પણ હતા. શેટ્ટી માટે મોદીઅે રેલી પણ કરી હતી. હવે શેટ્ટી એનડીએથી બહાર થઈ ગયા છે. અહીં શિવસેના એનડીએમાં જળવાઇ રહી છે પરંતુ 2019ની લોકસભા ચૂૂંટણી અલગ લડવાની તૈયારીમાં છે. એટલા માટે ભાજપને રાજ્યમાં વધારે નુકસાનની આશંકા છે. રાજુ શેટ્ટી કહે છે કે જો શિવસેના-ભાજપ સાથે નહીં રહે તો ફાયદો શિવસેનાને જ થશે.

- લોકસભા સીટો મામલે બીજું મોટું રાજ્ય છે મહારાષ્ટ્ર. 2014માં એનડીએને અહીં 48માંથી 42 સીટો મળી હતી. ત્યારે ભાજપ-શિવસેના સાથે લડ્યા હતા. શિવસેના હવે એનડીએથી અલગ થવાની છે. બીજું ગઠબંધન એટલે કે કોંગ્રેસ-એનસીપી આ વખતે પણ સાથે છે.

- શિવસેનાનો આંકડો 25 સુધી જઈ શકે છે. જોકે ગઠબંધન તોડવાનું નુકસાન ભાજપની જેમ શિવસેનાને પણ થઈ શકે છે. ગઠબંધનનો નિર્ણય વિદર્ભના 10માંથી 8, મરાઠાવાડાની 8માંથી 4, પશ્ચિમ મહારાષ્ટ્રની 10માંથી 9 અને ઉત્તર મહારાષ્ટ્રની તમામ સીટોનાં પરિણામો પર અસર કરશે. વિશેષજ્ઞો કહે છે કે ગઠબંધન નહીં થાય તો બંનેની સંયુક્ત સીટોનો આંકડો 41થી ઘટીને 25 પર આવી શકે છે એટલે કે કુલ 16 સીટ પર સીધી અસર થશે. તેનો ફાયદો એનસીપી-કોંગ્રેસ ગઠબંધનને થશે. ગઠબંધન અંગે હાલ ભાજપ વધારે સતર્ક દેખાઈ રહ્યો છે.

- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ગઠબંધનને બચાવવા દરેક શક્ય પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે. ભાજપ પ્રવક્તા કેશવ ઉપાધ્યાય કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે ગઠબંધન થાય પરંતુ એ નક્કી છે કે અમે ગત રેકોર્ડ તોડીને વધારે સીટો જીતીશું. શિવસેના કહે છે કે તે ગઠબંધન નહીં કરે. શિવસેના પ્રવકતા હર્ષલ પ્રધાન કહે છે કે ઉદ્ધવ ઠાકરેએ 2019માં એકલા જોરે ચૂૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તે નિર્ણય પર કાયમ છે એટલા માટે ગઠબંધનની કોઈ શક્યતા નથી.

- શિવસેના 25થી વધુ સીટ પર વિજય મેળવશે. કોંગ્રેસ-એનસીપી ગઠબંધન ગત વખતની જેમ મળીને ચૂંટણી લડવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંત કહે છે કે ભાજપ વિરુદ્ધ જનતા રોષે ભરાયેલી છે. એનસીપી સાથે અમે આગામી ચૂંટણી લડીશું. એનસીપી પ્રવક્તા નવાબ મલિક પણ એવું જ કહે છે. તે કહે છે ક એકલા લડવાનો સવાલ નથી. કોંગ્રેસ સાથે 45થી વધુ સીટો જીતીશું.

- અહીં ખેડૂતોની નારાજગી સૌથી મોટો મુદ્દો છે. જોકે ભાજપનો દાવો છે કે ખેડૂતો ખુશ છે પરંતુ બધા ભાજપના આ દાવા સાથે સંમત નથી. જેમ કે ઔરંગાબાદના ડો.આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીના નિવૃત પ્રો.જયદેવ કહે છે કે ખેડૂતોની સમસ્યાઓ વધી છે. સમાજનો આ સૌથી મહત્વપૂર્ણ ભાગ સરકારની નીતિઓથી નારાજ છે.

આગળ વાંચો: રાજ્યના મોટા અને પ્રભાવશાળી નેતાઓના ક્ષેત્રમાં રાજકીય સમીકરણ

X
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ગઠબંધનને બચાવવા દરેક શક્ય પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે- ફાઈલમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ ગઠબંધનને બચાવવા દરેક શક્ય પ્રયાસ કરતાં દેખાઈ રહ્યા છે- ફાઈલ
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ટકવું-તૂટવું જ સૌથી મોટું પરિબળ- ફાઈલમહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ટકવું-તૂટવું જ સૌથી મોટું પરિબળ- ફાઈલ
2014માં એનડીએને અહીં 48માંથી 42 સીટો મળી હતી, ત્યારે ભાજપ-શિવસેના સાથે લડ્યા હતા- ફાઈલ2014માં એનડીએને અહીં 48માંથી 42 સીટો મળી હતી, ત્યારે ભાજપ-શિવસેના સાથે લડ્યા હતા- ફાઈલ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી