• Gujarati News
  • National
  • BJP Releases 16th List Of 6 Candidates In Maharashtra And Uttar Pradesh For Lok Sabha Elections 2019

મુંબઈ ઉત્તર-પૂર્વ સોમૈયાની ટિકિટ કપાઈ, અખિલેશ વિરુદ્ધ આઝમગઢમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ ભાજપે બુધવારે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં  મહારાષ્ટ્રની 1 અને ઉત્તરપ્રદેશની 5 બેઠકો પર નામ નક્કી કર્યા છે. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પરથી હાલના સાંસદ કિરીટ સોમૈયાની જગ્યાએ મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. શિવસેના સોમૈયાને ટિકિટ આપવાના વિરોધમાં હતી. ભોજપુરી ગાયક-અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆને ઉત્તરપ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિરુદ્ધમાં ટિકિટ મળી છે. તેઓ 27 માર્ચના રોજ ભાજપમાં સામેલ થયા હતા. મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ સામે પ્રેમ સિંહ શાક્ય ઉમેદવાર હશે. 

રાજ્ય બેઠક ઉમેદવાર  2014 કોણ જીત્યું 
મહારાષ્ટ્ર મુંબઈ ઉત્તર-પૂર્વ મનોજ કોટક ભાજપ
ઉત્તરપ્રદેશ ફિરોઝાબાદ ચંદ્રસેન જાદૈન સપા
ઉત્તરપ્રદેશ મૈનપુરી પ્રેમ સિંહ શાક્ય સપા
ઉત્તરપ્રદેશ રાયબરેલી દિનેશ પ્રતાપ કોંગ્રેસ 
ઉત્તરપ્રદેશ  આજમગઢ દિનેશ લાલ યાદવ સપા
ઉત્તર પ્રદેશ  મછલી શહેર વીપી સરોજ ભાજપ 

 

અન્ય સમાચારો પણ છે...