Home » National News » Latest News » National » BJP says if we will win in 2019 we will implement NRC in entire country

2019માં જીત્યા તો આખા દેશમાં લાગુ થશે NRC- બીજેપી; જરૂર પડી તો UPમાં લાવીશું-યોગી

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 11:32 AM

ભારતને કોઇપણ હાલતમાં ધર્મશાળા નહીં બનવા દઇએ, જે પણ અહીંયા ઘૂસણખોર છે, તેમને દેશની બહાર કાઢવામાં આવશે

  • BJP says if we will win in 2019 we will implement NRC in entire country
    અમિત શાહે એનઆરસીને લઇને વિપક્ષ પર હુમલો ચાલુ રાખ્યો.

    નવી દિલ્હી: બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ઓમ માથુરે સોમવારે કહ્યું કે જો બીજેપી 2019નો લોકસભા ચૂંટણી જીતી જશે તો આખા દેશમાં રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર (એનઆરસી) લાગુ કરવામાં આવશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મેરઠમાં કહ્યું કે જો જરૂર જણાશે તો એનઆરસીને ઉત્તરપ્રદેશમાં પણ લાગુ કરીશું. દેશ એકપણ ઘૂસણખોરનો સ્વીકાર નહીં કરે. એનઆરસી મુદ્દે આ નિવેદન વડાપ્રધાનની સોમવારની એ ટિપ્પણી પછી આવ્યા જેમાં તેમણે કહ્યું હતું કે હું આશ્વાસન આપું છું કે ભારતના કોઇપણ નાગરિકને દેશ નહીં છોડવો પડે. એનઆરસીમાં નક્કી પ્રક્રિયા પ્રમાણે તમામને પૂરતી તક આપવામાં આવશે.

    'ભારતને ધર્મશાળા નહીં બનવા દઇએ'

    ઓમ માથુરે ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતને કોઇપણ હાલતમાં ધર્મશાળા નહીં બનવા દઇએ. જે પણ અહીંયા ઘૂસણખોર છે, તેમને દેશની બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફક્ત આસામમાં તેને લાગુ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ અમે તેને આખા દેશમાં લાવીશું.


    એનઆરસી મુદ્દે વિપક્ષ જબરદસ્ત વિરોધ કરી રહ્યો છે

    - મેરઠમાં બીજેપીની પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં રવિવારે અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા હતા. શાહે એનઆરસીને લઇને વિપક્ષ પર હુમલો ચાલુ રાખ્યો. તેમણે કહ્યું- "અમે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઓળખવાનું સાહસ દર્શાવ્યું, તો વિપક્ષે બબાલ શરૂ કરી દીધી. અમારા નેતા નરેન્દ્ર મોદીએ 56 ઇંચની છાતી બતાવી છે અને એકપણ ઘૂસણખોરને અમે દેશમાં રહેવા નહીં દઇએ. દેશમાં જ્યાં-જ્યાં ઘૂસણખોરો છે, તેમને દેશની બહાર જવાનો રસ્તો બીજેપી સરકાર બતાવશે. હિંદુ શરણાર્થીઓને દેશમાં લાવીને તેમને નાગરિકત્વ આપવામાં આવશે."

    'ભારતના કોઇપણ નાગરિકને દેશ નહીં છોડવો પડે'

    - વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે એનઆરસી મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેશમાં ગૃહયુદ્ધ અને ખૂનખરાબાની વાત કહી છે. ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું- "જેમનો પોતાના પરથી ભરોસો ઉઠી ચૂક્યો છે, જેમને જનસમર્થન ખોવાનો ડર છે અને જેમની આપણા સંસ્થાનોમાં કોઇ આસ્થા નથી, તે જ લોકો ગૃહયુદ્ધ, ખૂનખરાબા અને દેશના ટુકડે-ટુકડા જેવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે. આવા લોકો નિઃશંકપણે દેશથી કપાઇ ગયેલા છે. હું આશ્વાસન આપું છું કે ભારતના કોઇપણ નાગરિકને દેશ નહીં છોડવો પડે. એનઆરસીમાં નક્કી પ્રક્રિયા પ્રમાણે તમામને પૂરતી તકો આપવામાં આવશે."

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ