દાવો/ મમતા ડરી ગઈ છે; તેઓએ જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવે હું ત્રણેય યાત્રા કાઢીશ- શાહ

Divyabhaskar.com

Dec 07, 2018, 03:01 PM IST
રથ યાત્રા કાઢવાની કોલકત્તા હાઈકોર્ટે ના પાડતાં ભાજપ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી બંગાળના CM પર આક્ષેપો કર્યા હતા
રથ યાત્રા કાઢવાની કોલકત્તા હાઈકોર્ટે ના પાડતાં ભાજપ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી બંગાળના CM પર આક્ષેપો કર્યા હતા

યાત્રામાં ત્રણ એસી બસ હશે. શુક્રવારે કૂચ બિહારથી, રવિવારે કાકદ્વીપથી અને 14 નવેમ્બરે તારપીઠથી આ યાત્રાને રવાના કરવાની યોજના હતી.

  • શાહે કહ્યું- રથ યાત્રા અને દુર્ગા વિસર્જનમાં અડચણ ઊભી કરવી બંગાળ સરકારની પરંપરા છે
  • ભાજપ અધ્યક્ષનો દાવો- પાર્ટી 2019ની ચૂંટણીમાં બંગાળમાં જીત મેળવશે
  • અમિત શાહે કહ્યું- ભાજપના કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારના જુલ્મોથી નથી ડરતા

નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે બંગાળમા રથયાત્રા કાઢવાની મંજૂરી ન મળતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે મમતા ભાજપની રથ યાત્રાથી ડરેલી છે. હું મારી ત્રણેય યાત્રા કરીશે. અમે જે કંઈ કરીશું તે કાયદાકીય રીતે હશે. હાલ યાત્રાની તારીખ વધારવામાં આવી છે, તેને રદ નથી કરવામાં આવી. યાત્રા બંગાળના દરેક ક્ષેત્રમાંથી પસાર થશે. મમતાએ જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવી દે.

24 જિલ્લાઓમાંથી નીકળવાની હતી શાહની રથયાત્રા


- ભાજપ અધ્યક્ષની યાત્રા 7 ડિસેમ્બરથી કૂચ બિહારથી શરૂ થવાની હતી. જે બંગાળના 24 જિલ્લામાંથી પસાર થવાની હતી. કોલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારના વિરોધ પછી અમિત શાહની રથ યાત્રા કાઢવાની ભાજપને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
- અમિત શાહે કહ્યું કે, બંગાળમાં અમારા કાર્યક્રમોથી કોમી એકતાને કોઈ જ ખતરો નથી. મેં અને મોદીજીએ અનેક રેલીઓ કરી છે. અમે ત્યાં જઈએ તો એક પણ રમખાણો થયા નથી. ત્યાંના અધિકારી સરકારને ખુશ કરવા માટે તુષ્ટિકરણનું વલણ અપનાવી રહ્યાં છે.
- તેઓએ કહ્યું કે, રથ યાત્રા અને દુર્ગા વિસર્જનમાં વિઘ્ન નાખવાની બંગાળ સરકારની પરંપરા રહી છે. અહીં મહિલાઓની સ્તિતિ દેશમાં સૌથી વધુ દયનીય છે. માનવ તસ્કરીના અનેક ગ્રુપો પકડવામાં આવ્યાં છે. શિક્ષાના ક્ષેત્રમાં બંગાળમાં ડોનેશન રાજ ચાલી રહ્યું છે. ભાજપના કાર્યકર્તા આ પ્રકારના દમનથી નથી ડરતા.
- ભાજપ અધ્યક્ષે દાવો કર્યો કે તેમની પાર્ટી 2019માં ચૂંટણીમાં બંગાળમાં જીત દાખલ કરશે. હું રથ યાત્રા માટે બંગાળ જઈશ. અમે મમતા બેનર્જીની સામે સમર્પણ નહીં કરીએ.
- ભાજપે બુધવારે અરજી દાખલ કરી હાઈકોર્ટમાં કહ્યું હતું કે પોલીસ અને રાજ્ય રથ યાત્રા કાઢવાની પાર્ટીની અરજીઓ અંગે કોઈ જવાબ નથી આપી રહ્યાં. ત્યારે કોર્ટ આ મામલે નિર્દેશ જાહેર કરે.
- આ અરજી પર રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું કે ભાજપની પ્રસ્તાવિત રથ યાત્રાથી બંગાળના જિલ્લાઓમાં સાંપ્રદાયિક તણાવ ફેલાય શકે છે. તો ભાજપે કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ યાત્રાનું આયોજન કરીશું.
- હાઈકોર્ટે ગુરૂવારે સુનાવણી કરતાં કહ્યું હતું કે અમે તે 24 જિલ્લાઓમાંથી મળનારા રિપોર્ટ પર તપાસ કરીશું કે જ્યાંથી આ રથ યાત્રા નીકળવાની છે. હાઈકોર્ટે આ અંગે પૂછ્યું કે જો કોઈ અપ્રિય ઘટના ઘટે છે તો તેની

જવાબદારી કોણ લેશે?


- આ અંગે ભાજપ તરફ હાજર રહેલાં વકીલ અનિંદ્ય મિત્રાએ કહ્યું કે પાર્ટી શાંતિપૂર્ણ યાત્રા કાઢશે પરંતુ કાયદો વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

40 દિવસ સુધી 294 સીટ કવર કરવાની યોજના
- ભાજપની યોજના હતી કે શાહની રથ યાત્રાથી 40 દિવસમાં 294 વિધાનસભા ક્ષેત્રોને કવર કરવામાં આવે. આ યાત્રામાં ત્રણ એસી બસ હશે. શુક્રવારે કૂચ બિહારથી, રવિવારે કાકદ્વીપથી અને 14 નવેમ્બરે તારપીઠથી આ યાત્રાને રવાના કરવાની યોજના હતી.

X
રથ યાત્રા કાઢવાની કોલકત્તા હાઈકોર્ટે ના પાડતાં ભાજપ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી બંગાળના CM પર આક્ષેપો કર્યા હતારથ યાત્રા કાઢવાની કોલકત્તા હાઈકોર્ટે ના પાડતાં ભાજપ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી બંગાળના CM પર આક્ષેપો કર્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી