તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP President Amit Shah Manipur Visit Today Meet All BJP Leaders Of 7 North East States

મિશન 2019 પર અમિત શાહ, પૂર્વોત્તરના BJP નેતાઓને આપશે જીતનો મંત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: મિશન 2019 માટે પશ્ચિમ બંગાળના પ્રવાસ પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહ શનિવારે મણિપુરની મુલાકાતે જઇ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વોત્તરના તમામ સાત રાજ્યોના બીજેપી નેતાઓની સાથે આગામી સામાન્ય ચૂંટણીના મુદ્દે મીટિંગ થવાની છે. બીજેપીએ પશ્ચિમ બંગાળ પછી હવે પૂર્વોત્તર પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે. પાર્ટી દેશના આ હિસ્સામાં 20થી વધુ સીટો પર જીત મેળવવા માંગે છે. 

 

મણિપુરમાં અમિત શાહના સ્વાગતની તૈયારીઓ

 

- મણિપુર બીજેપીએ અમિત શાહના જબરદસ્ત સ્વાગતની તૈયારીઓ કરી છે, જ્યાં પૂર્વોત્તરના તમામ મુખ્યમંત્રીઓ અને પાર્ટીના તમામ નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ નક્કી છે.

- 2019ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરની સંસદીય સમિતિની શનિવારે બેઠક થશે જેમાં ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવાની સંભાવનાઓ છે. 

 

પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં બીજેપીએ જીત હાંસલ કરી

 

- ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં છેલ્લાં 2 વર્ષોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં બીજેપીએ જીત હાંસલ કરી છે.  

- હવે બીજેપી અહીંયા લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બીજેપીએ સૌથી પહેલા આસામમાં સત્તા કાયમ કરી. ત્યારબાદ અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવવામાં પણ સફળતા મેળવી. 
- એ વાત અલગ છે કે બીજેપીએ ક્યાંક પોતાના દમ પર સરકાર બનાવી તો ક્યાંક અન્યોનો સહારો લીધો. 

 

બીજેપીનું ફોકસ મિઝોરમ 

 

- બીજેપી હવે પોતાનું ધ્યાન મિઝોરમ પર કેન્દ્રિત કરી રહી છે, જે એકમાત્ર ખ્રિસ્તી બહુમતી ધરાવતું રાજ્ય છે જ્યાં બીજેપીનુું શાસન નથી. પાર્ટી લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તરમાં આક્રમક રીતે કામ કરી રહી છે જેથી દેશના કોઇપણ હિસ્સામાં નુકસાનની ભરપાઈ તે આ વિસ્તારથી કરી શકે. 

- બીજેપી અધ્યક્ષ અમિત શાહના પૂર્વોત્તરના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજિજૂ, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ, ત્રિપુરાના સીએમ વિપ્લવ દેવ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમ ખાંડૂ, બીજેપી નેતા હિંમત વિશ્વશર્મા બેઠકમાં સામેલ થશે. 
- મુખ્યમંત્રીઓ ઉપરાંત શાહ ધારાસભ્યો અને સાંસદો સાથે પણ મુલાકાત કરશે.

અન્ય સમાચારો પણ છે...