ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amit Shah in Lucknow today Meetings with UP Ministers Associate parties

  અમિત શાહ આજે લખનઉમાં, દલિત સાંસદોને મનાવવાની કરશે કોશિશ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 09:48 AM IST

  હાલ બીજેપી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે અને ઘણા દલિત સાંસદો અત્યારે નારાજ છે
  • બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનઉ જઇ રહ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનઉ જઇ રહ્યા છે. (ફાઇલ)

   લખનઉ: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનઉ જઇ રહ્યા છે. હાલ બીજેપી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે અને ઘણા દલિત સાંસદો અત્યારે નારાજ છે. આ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખીને પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુહેલદેવ સમાજ પાર્ટી જેવી સહયોગી પાર્ટીઓ પણ બીજેપીને ટોણા મારી રહી છે.

   મીટિંગ થશે સીએમ યોગીના સરકારી બંગલા પર

   આ વખતે મીટિંગ્સ બીજેપી ઓફિસના બદલે સીએમ યોગી આદિત્યનાથના સરકારી બંગલા પર થશે. મીટિંગની વાતો બહાર ન જાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહ યુપીના મંત્રીઓ, પાર્ટી પદાધિકારીઓ અને સહયોગી પાર્ટીઓના નેતાઓને મળશે. સંગઠનથી લઇને સરકાર સુધી ફેરફારની ખબરો આવી રહી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહ પોતાનું ઘર ઠીક કરાવી લેવા માંગે છે.

   સૂત્રો કહે છે કે યોગી સરકારમાં થઇ શકે છે બદલાવ

   ખબર છે કે યોગી સરકારના કેટલાક મંત્રી બદલાઇ શકે છે. આ વખતે પછાત અને દલિત જાતિના નેતાઓને મોટી જવાબદારી આપવાની વાત છે. બીજેપીના કેટલાક મોટા નેતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલવાના મૂડમાં છે. તેઓ ઇચ્છે છે કે મહેન્દ્રનાથ પાંડેને રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને તેમની જગ્યાએ કોઇ દલિત નેતાને આપી દેવામાં આવે. પરંતુ આ વિશે હજુ અંતિમ નિર્ણય નથી થયો.

  • આ વખતે મીટિંગ્સ બીજેપી ઓફિસના બદલે સીએમ યોગી આદિત્યનાથના સરકારી બંગલા પર થશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વખતે મીટિંગ્સ બીજેપી ઓફિસના બદલે સીએમ યોગી આદિત્યનાથના સરકારી બંગલા પર થશે. (ફાઇલ)

   લખનઉ: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લખનઉ જઇ રહ્યા છે. હાલ બીજેપી પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે અને ઘણા દલિત સાંસદો અત્યારે નારાજ છે. આ સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખીને પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુહેલદેવ સમાજ પાર્ટી જેવી સહયોગી પાર્ટીઓ પણ બીજેપીને ટોણા મારી રહી છે.

   મીટિંગ થશે સીએમ યોગીના સરકારી બંગલા પર

   આ વખતે મીટિંગ્સ બીજેપી ઓફિસના બદલે સીએમ યોગી આદિત્યનાથના સરકારી બંગલા પર થશે. મીટિંગની વાતો બહાર ન જાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહ યુપીના મંત્રીઓ, પાર્ટી પદાધિકારીઓ અને સહયોગી પાર્ટીઓના નેતાઓને મળશે. સંગઠનથી લઇને સરકાર સુધી ફેરફારની ખબરો આવી રહી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહ પોતાનું ઘર ઠીક કરાવી લેવા માંગે છે.

   સૂત્રો કહે છે કે યોગી સરકારમાં થઇ શકે છે બદલાવ

   ખબર છે કે યોગી સરકારના કેટલાક મંત્રી બદલાઇ શકે છે. આ વખતે પછાત અને દલિત જાતિના નેતાઓને મોટી જવાબદારી આપવાની વાત છે. બીજેપીના કેટલાક મોટા નેતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બદલવાના મૂડમાં છે. તેઓ ઇચ્છે છે કે મહેન્દ્રનાથ પાંડેને રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને તેમની જગ્યાએ કોઇ દલિત નેતાને આપી દેવામાં આવે. પરંતુ આ વિશે હજુ અંતિમ નિર્ણય નથી થયો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amit Shah in Lucknow today Meetings with UP Ministers Associate parties
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top