શાહે જયપુરમાં કહ્યું- અખલાક મર્ડર, અવોર્ડ વાપસી વિવાદ છતાંય ભાજપ જીત્યું

ભાજપની ચૂંટણી તૈયારીઓ જોવા માટે અમિત શાહ મંગળવારે જયપુર પહોંચ્યા હતા

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 05:31 PM
Despite the Akhilak Murder and the award return controversy BJP won: Amit Shah said in Jaipur

ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ચૂંટણીની તૈયારીઓ જોવા માટે જયપુર પહોંચ્યા હતાં. અહીં અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના અખલાક મર્ડર વિવાદ અને અવોર્ડ વાપસી અભિયાન વચ્ચે પણ ભાજપે લોકસભામાં જીત મેળવી હતી.

જયપુર: ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ચૂંટણીની તૈયારીઓ જોવા માટે જયપુર પહોંચ્યા હતાં. અહીં અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના અખલાક મર્ડર વિવાદ અને અવોર્ડ વાપસી અભિયાન વચ્ચે પણ ભાજપે જીત મેળવી હતી. આ વખતે પણ અમને જ જીત મળશે. યુપીના દાદરીમાં સપ્ટેમ્બર 2015માં ઘરમાં બીફ રાખવાની શંકામાં ટોળાએ મારી મારીને અખલાક નામના યુવકની હત્યા કરી દીધી હતી.

અમિત શાહે કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપ ખૂબ મજબૂત સ્થિતિમાં છે. અહીં પાર્ટીને કોઈ ઉખાડી ન શકે. રાહુલ બાબાને સપના જોવાનો અધિકાર છે. અમે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. અહીની જનતાને હજુ ખબર પણ નથી કે કોંગ્રેસ પાર્ટીના નેતા કોણ છે અને તેમની નીતિ શું છે?

કોંગ્રેસને વોટની ચિંતા


એનઆરસી મુદ્દે અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશી ઘુસણખોરોને બહાર નીકળવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસને વોટની ચિંતા છે. દેશની સુરક્ષા ભાજપનું કર્તવ્ય છે અને તે ફરજ અમે નીભાવીશું. અમે બાંગ્લાદેશી ઘુસણખોરોને એક-એક કરીને બહાર કાઢીશું.

X
Despite the Akhilak Murder and the award return controversy BJP won: Amit Shah said in Jaipur
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App