Home » National News » Latest News » National » hy bjp pulled out of pdp in jammu and kashmir, is it the preparation for 2019 election

J&Kમાં રાજ્યપાલ શાસન લાદી બીજેપીએ શરૂ કરી 2019ની તૈયારી?

Divyabhaskar.com | Updated - Jun 20, 2018, 04:54 PM

માનવામાં આવે છે કે બીજેપીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં ફાયદો લેવા આ ગઠબંધન તોડ્યું છે

 • hy bjp pulled out of pdp in jammu and kashmir, is it the preparation for 2019 election
  જમ્મુ-કાશ્મીરમાં પીડીપીને સમર્થન પાછું ખેંચવામાં મોદી-શાહનું શું હોઈ શકે ગણિત? (ફાઇલ)

  નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં બે દિવસના રાજકીય નાટકો પછી અંતે બીજેપીએ પીડીપીને આપેલું સમર્થન પરત લઈ લીધું છે. સવા ત્રણ વર્ષથી ચાલતા આ ગઠબંધનના અચાનક તૂટવાથી દરેક લોકોને ઘણું આશ્ચર્ય થયું છે. પરંતુ બીજેપીએ જે સમયે આ ગઠબંધન તોડ્યું છે તે હવે ચર્ચનો વિષય બન્યો છે. માનવામાં આવે છે કે આ ગઠબંધનના અંતથી બીજેપીએ તેમની 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન લાદી દેવામાં આવ્યું છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી લોકસભા ચૂંટણી પહેલાં થશે નહીં. આ બીજેપીની એવી રણનીતિ માનવામાં આવે છે કે, જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ડિસેમ્બર-2018માં પુરું થશે, ત્યાં સુધીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામા આવશે. આમ, જમ્મુ-કાશ્મીરની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે સાથે જ યોજવામાં આવશે અને જેમાં બીજેપી તેના પ્રચાર-પ્રસારથી અહીં પણ બહુમતીની સરકાર બનાવી શકે છે.

  એક જ બેઠક અને બીજેપીએ લઈ લીધો આકરો નિર્ણય


  - રમઝાનમાં સીઝફાયર રાખીને બીજેપીએ મુસ્લિમ સમુદાયને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન આતંકવાદી કે ભાગલાવાદી તરફથી સારો રિસ્પોન્સ ન મળ્યો. આમ, રમઝાનનો મહિનો પત્યા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરીને પીડીપી સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય લઈ લીધો હતો.
  - આજ બીજેપી સરકાર હતી જેમણે ઘણાં સમય સુઘી મહેબૂબા મુફ્તીને મનાવીને બીજેપી સાથે ગઠબંધન કરવા માટે રાજી કરીને રાજ્યમાં બીજેપી-પીડીપીના ગઠબંધનવાળી સરકાર બનાવી હતી. ત્રણ વર્ષ સુધી ભાજપ આ ગઠબંધન સાથે અહીં સત્તામાં રહી હતી. આંતરીક અને બહારના લોકો દ્વારા થોડો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ભાજપે સત્તામાં રહેવુ યોગ્ય સમજ્યું. ત્યારપછી ભાજપે ધીમે ધીમે જમ્મુમાં તેમના વર્ચસ્વને વધારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ જ્યારે પીડીપીની સાથે રહીને આતંકવાદને નાથવામાં બીજેપીને સફળતા ન મળી ત્યારે તેમણે આ ગઠબંધન તોડવાનો જ નિર્ણય લીધો.

  અલ્પસંખ્યક વોટની બીજેપીએ છોડી દીધી છે આશા


  - નિષ્ણાતોનું માનવું છે કે, ભાજપને ખબર પડી ગઈ છે કે અલ્પસંખ્યકોના અને ખાસ કરીને મુસ્લિમના વોટ્સ તેમને મળવાના નથી. આ સંજોગોમાં કાશ્મીર સાથે ગઠબંધન ચાલુ રાખવું પણ યોગ્ય નહતું. મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરની સરકારમાં સામેલ રહીને ભાજપને ઘણાં પ્રહારો સહન કરવા પડતા હતા. આમ, આ સંજોગોમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને તેમણે આ મજબુરીમાંથી મુક્તિ મેળવી લીધી છે.
  - આમ, હવે પીડીપી અને જમ્મુ-કાશ્મીરના ગઠબંધનમાંથી મુક્ત થઈને બીજેપી ધ્રુવીકરણ દ્વારા 2019ની ચૂંટણી માટે અમુક વોટ્સ સુનિશ્ચિત કરી શકશે. કાશ્મીરમાં સરકાર સાથે ગઠબંધન કરીને બીજેપી માટે હિન્દુ હિત અને હિન્દુ અસ્મિતા વિશે વાત કરવી મુશ્કેલ છે. આમ, માનવામાં આવે છે કે હવે ભાજપે લાંબા ગાળાના ફાયદા માટે પીડીપી સાથે ગઠબંધન તોડીને ટૂંકા ગાળાનું નુકસાન ઉઠાવી લેવાનું વધારે યોગ્ય માન્યું છે.

  બીજેપી રાજ્યપાલ શાસનનો કરી શકે છે ઉપયોગ

  - સીમા ઉપર સતત થતાં ગોળીબાર અને કાશ્મીરમાં બગડતી સ્થિતિના કારણે બીજેપી સરકાર ઉપર ખૂબ પ્રહાર કરવામાં આવતા હતા. પરંતુ હવે ગઠબંધન તોડ્યા પછી સરકાર હવે રાજ્યપાલ શાસનના બહાને સેના, અર્ધસૈનિક બળ અને વિશેષાધિકાર કાયદાનો ઉપયોગ કરી શકે છે.
  - બીજેપીના આવા પગલાંથી કાશ્મીરની સ્થિતિ થોડી વધારે બગડી શકે છે પરંતુ તે સ્થિતિને સંભાળવા માટે જે વધારે સૈન્ય બળનો ઉપયોગ કરવામાં આવશે અને સરકાર દ્વારા જે કડક પગલાં લેવામાં આવશે તેને સમગ્ર દુનિયા જોઈ શકશે અને તેનો પ્રચાર પણ કરી શકાશે. જોકે આ કાશ્મીર અને ભારત માટે ખૂબ ખરાબ પરિસ્થિતિ હોઈ શકે છે પરંતુ તેનો સૌથી મોટો ફાયદો ભાજપને દેશના અન્ય રાજ્યોમાં મળી શકે છે. સેના દ્વારા સરકારની દમનકારી રણનીતિને દેશના અન્ય રાજ્યોમાં બહાદુરી અને આતંકવાદ વિરુદ્ધના કઠોર નિર્ણય તરીકે ગણાવવામાં આવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ