Home » National News » Latest News » National » BJP National Executive meeting 2nd day PM Modi will deliver their speech

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીઃ મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કહ્યું- સિદ્ધાંતો પર જ ચાલશે પાર્ટી

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 07:59 PM

પહેલાં દિવસે અધ્યક્ષ અમિત શાહે બેઠકને સંબોધિત કરતાં લોકસભા ચૂંટણીમાં સહેલાયથી કઈ રીતે જીત મેળવી શકાય તેની ફોર્મૂલા જણાવી

 • BJP National Executive meeting 2nd day PM Modi will deliver their speech
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય કાર્યકારિણીના સમાપન પર સંબોધિત કરશે

  નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. રવિવારે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીએ અજય ભારત-અટલ ભાજપનો નારો આપ્યો. તેઓએ કહ્યું- ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે.

  કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં કહેવાયું કે 2022 સુધી દેશના જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નકસલવાદ ખતમ થશે. પ્રસ્તાવ મુજબ કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે અન તેના કારણે તેઓએ દેશ છોડીને ભાગવું પડી રહ્યું છે. ભાજપના પ્રસ્તાવ મુજબ કાર્યકારિણીમાં NRCના મુદ્દે પણ ચર્ચા થઈ જેમાં કહેવાયું કે ઘૂસણખોરો માટે દેશમાં કોઈજ જગ્યા નથી. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, હિંદુ શરણાર્થીઓ જો દેશમાં આવે છે તો તેઓની મદદ કરવામાં આવશે.

  ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂરું થશે- જાવડેકર

  જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, "રાજનાથ સિંહે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ રાખ્યો જેને કાર્યસમિતિએ પાસ કર્યો. આ પ્રસ્તાવમાં વિશ્વાસ વ્યક્ત કરાયો કે ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂરું થઈને જ રહેશે."
  - તેઓએ કહ્યું વિપક્ષની પાસે ન કોઈ નેતા છે, ન કોઈ નીતિ અને ન કોઈ રણનીતિ છે. તેથી જ વિપક્ષ હતાશ અને નકારાત્મકતાની રાજનીતિ કરી રહ્યું છે.
  - બેઠકમાં કહેવાયું કે 2014થી ભાજપે 15 રાજ્યોમાં ચૂંટણી જીતી છે અને 20 રાજ્યમાં સરકારમાં છે. વિપક્ષ 10 રાજ્યોમાં છે અને કોંગ્રેસ માત્ર 3 રાજ્યોમાં સમેટાઈ ગયું છે. અને તેથી તેઓ સત્તા મેળવવા માટે પરેશાન છે અને મહાગઠબંધન જેવાં વિકલ્પો શોધી રહ્યાં છે.

  - પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પાસે ન તો નેતા ન તો નિતિ. એટલા માટે જ વિરોધ પક્ષ હતાશ છે. તેમનો એક માત્ર ઉદેશ્ય મોદીને રોકવાનો છે.

  આર્થિક પ્રસ્તાવ પર ચર્ચા


  - બેઠકમાં કહેવાયું કે ચાર વર્ષ પહેલાં એક નબળી અપારદર્શી અને પૂર્ણતઃ પૂંજીવાદી અર્થવ્યવસ્થા વારસામાં મળી હતી. અમારી સરકારે તેમાં મૂળભૂત સુધારા કર્યા અને કડક પગલાં ઉઠાવ્યાં. નોટબંધી, GST અને અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ સુધારાઓ કરાયાં.
  - પાર્ટીનું કહેવું છે કે થોડી મુશ્કેલીઓ પછી અર્થવ્યવસ્થા હવે તેજીથી વધી રહી છે. જીડીપીમાં વધારો તેનું ઉદાહરણ છે.

  આંતરિક સુરક્ષા


  - ભાજપે કહ્યું કે NRC દેશની સુરક્ષા માટે મહાન કાર્ય થયું છે. ભારત આવનારા અલ્પસંખ્યક શરણાર્થીઓના હિતોની રક્ષા માટે પગલાં ઉઠાવશે. પરંતુ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરીઓને બહાર કરશે. જમ્મુ કાશ્મીરમાં કડક પગલાં ઉઠાવવાને કારણે આતંકવાદ ઘટ્યો છે.

  શનિવારે શરૂ થઈ ભાજપની કાર્યકારિણી બેઠક

  - આ બેઠકમાં વડાપ્રધાન મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યાં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પછી પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકની જાણકારી આપવા માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણને મેદાનમાં ઉતારવામાં આવ્યાં.

  - શનિવારથી ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ થઈ છે. પહેલાં દિવસે અધ્યક્ષ અમિત શાહે બેઠકને સંબોધિત કરતાં લોકસભા ચૂંટણીમાં સહેલાયથી કઈ રીતે જીત મેળવી શકાય તેની ફોર્મૂલા જણાવી.

  શાહે જણાવ્યું હતું કે 2014 કરતા વધારે સીટો જીતશે ભાજપ

  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં શાહે જણાવ્યું હતું કે ભાજપ લોકસભાની ચુંટણીમાં 2014 કરતા વધારે સીટો જીતશે. શાહે બેઠકમાં અજેય ભાજપનો નારો આપ્યો. તેમણે કહ્યું કે મહાગઠબંધનમાં જોડાવાવાળી પાર્ટીઓ 2014 માં ભાજપ સામે હારી ચુકી છે. મહાગઠબંધનની કોઈ અસર નહી થાય.


  અવિશ્વાસ પ્રસ્તાવ કોંગ્રેસની હાનિકારક નીતિ

  શાહે જણાવ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ બે પરિસ્થિતિમાં લાવવામાં આવે છે. એક સરકાર જ્યારે બહુમત ગુમાવી દે અને બીજો જ્યારે સરકાર લોકો માટે ચિંતાનો વિષય બની જાય. આ પરિસ્થિતિ વિના પણ વિરોધ પક્ષ તેને લઈને આવ્યું.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • BJP National Executive meeting 2nd day PM Modi will deliver their speech
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઉપસ્થિત થવા જઈ રહેલાં મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ
 • BJP National Executive meeting 2nd day PM Modi will deliver their speech
  રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઉપસ્થિત થવા જઈ રહેલાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ