અધિવેશન / અટલ-આડવાણીએ ભાજપ માટે સંઘર્ષ કર્યો, એવું ભાગ્યેજ કયારેક થયું હશેઃ શાહ

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 06:23 PM
BJP national council meeting for 2 days live update

  • રામલીલા મેદાનમાં ભાજપનું બે દિવસીય અધિવેશન
  • શાહે કહ્યું- 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધ, તેમાં બંને વિચારધારાઓ સામ-સામે
  • અધિવેશનમાં મોદી, શાહ, આડવાણી, મુરવી મનોહર જોશી, રાજનાથ, સુષમાં હાજર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપનું બે દિવસીય અધિવેશન શુક્રવારે શરૂ થયું છે. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે દેશના દરેક ખૂણામાં ભાજપને પહોંચાડવા માટે અટલજી અને આડવાણીજીની જોડીએ જે સંધર્ષ કર્યો એવો સંધર્ષ ભાગ્યે જ કયારેક થયો હશે.

શાહે ભાજપના કાર્યકરોને કહ્યું કે 2019ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામ-સામે ઉભી છે. 2019ની ચૂંટણી સદીઓ સુધી અસર છોડનારી છે અને આ કારણે હું માનું છું કે તેને જીતવી ખૂબ જ જરૂરી છે.

ઉ.પ્રમાં સીટો 73માંથી 72 નહીં થાયઃ શાહ

ઉ.પ્રમાં સપા-બસપા ગઠબંધનને લઈને શાહે કહ્યું કે એક બીજાને મોઢું ન બતાવનાર આજે હારના ડરથી એક સાથે આવી ગયા છે, તેઓ જાણે છે કે મોદીને એકલા હાથે હરાવો મુશ્કેલ છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે રાજયમાં 50 ટકાની લડાઈ છે. ભાજપ ઉ.પ્રમાં 73માંથી 72 સીટો નહીં લાવે, પરંતુ તે 74 થઈ શકે છે.

2019માં 16 રાજયોમાં ભાજપની સરકારો

જે ભારતની કલ્પના વિવેકાનંદજી એ કરી હતી તેને અમે મોદીજીના નેતૃત્વમાં બનાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છીએ. 2014માં 6 રાજયોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો હતી અને 2019માં 16 રાજયોમાં ભાજપની સરકારો છે. 5 વર્ષની અંદર ભાજપનું ગૈરવ બે ગણી ગતિથી વધ્યું છે.

અમિત શાહએ સ્વર્ણ રિઝર્વેશનના નિર્ણયનું સ્વાગત કર્યુ

અમિત શાહે મોદી સરકારના સ્વર્ણ રિઝર્વેશનના નિર્ણયનું સ્વગત કર્યું હતું. તેમણે કહ્યું કે લોકસભા અને રાજયસભામાં રિઝર્વેશન બિલને પાસ કરાવીને સરકારે યુવાઓના સપનાને સાકાર કરવાનું કામ કર્યું છે.

X
BJP national council meeting for 2 days live update
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App