Home » National News » Latest News » National » Unnao Dushkarma Case BJP MLA Kuldeep Singh Sengar arrested

ઉન્નાવ રેપઃ આરોપી MLAની અટકાયત નહીં, ધરપકડ કરો- અલ્હાબાદ HC

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 05:15 PM

ગુરૂવારે સેંગર વિરૂદ્ધ પોલીસે FIR દાખલ કી હતી, પરંતુ પુરતાં પુરાવાઓ ન હોવાનું જણાવી ધરપકડ કરવાનો ઈન્કાર કર્યો હતો.

 • Unnao Dushkarma Case BJP MLA Kuldeep Singh Sengar arrested
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉન્નાવ ગેંગ રેપ મામલે CBIએ શુક્રવારે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને તેના લખનઉ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી (ફાઈલ)

  લખનઉઃ ઉન્નાવ ગેંગરેપ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે CBI તપાસ પર ગૂઢ રીતે નજર રાખશે. કોર્ટે 2 મે સુધી આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાના પણ નિર્દેશ આપ્યાં છે. સાથે જ કહ્યું છે કે આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ થવી જોઈએ, તેમની માત્ર અટકાયત કરી પૂછપરછ ન કરી શકાય. આ પહેલાં શુક્રવારે CBIએ આરોપી ભાજપના ધારાસભ્યની લખનઉ સ્થિતિ તેમના ઘરમાંથી ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ મામલામાં 3 FIR દાખલ કરી છે. પીડિતાએ સેંગર વિરૂદ્ધ પહેલી ફરિયાદ ગત 4 જૂનનાં રોજ કરી હતી. યુપી પોલીસે સેંગર વિરૂદ્ધ FIR તો દાખલ કરી હતી પરંતુ પુરતાં પુરાવાઓ ન હોવાની વાત કરી ધરપકડ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આવા મામલે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે.


  હોટલ અને પોલીસ સ્ટેશન પહોંચી હતી CBI ટીમ


  - CBI ટીમ શુક્રવારે ઉન્નાવની તે હોટલમાં પહોંચી હતી જ્યાં પીડિત પરિવારને રાખવામાં આવ્યા છે. અહીં પરિવારની સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાવામાં કોઈ જ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે તેની યોગ્ય તપાસ કર્યાં બાદ ખાવાનું આપવામાં આવે છે.

  કઈ કઈ કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી


  - કુલદીપ સિંહ સેંગર વિરૂદ્ધ કલમ 363, 366, 376, 506 અને પોસ્કો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  હાઈકોર્ટે પૂછ્યું હતું- હજુ સુધી ધારાસભ્યની ધરપકડ કેમ થઈ ન હતી


  - આ કેસમાં એક વકીલનો પત્ર જનહિત અરજી ગણીને અલ્હાબાદ હાઈકોર્ટે સરકાર સમક્ષ જવાબ માંગ્યો હતો.
  - બુધવારે મોડી રાત્રે યોગી સરકારે ઉન્નાવ રેપ કેસ અને પીડિતાના પિતાની મોતની તપાસ CBIને સોંપવાની ભલામણ કરી હતી.

  કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે- CM


  - યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "આ મામલે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે તાત્કાલિક SITની રચના કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે CBI તપાસની પણ ભલામણ કરી છે. ગુના અને ભ્રષ્ટાચારમાં સામેલ કોઈપણ શખ્સને છોડવામાં નહીં આવે."

  સરકારે આ નિર્ણયો પણ લીધા


  1) પીડિત પરિવારની સુરક્ષાઃ પીડિતાના પરિવારને યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  2) ત્રણ ડોકટરો વિરૂદ્ધ કાર્યવાહી થશેઃ જેલ હોસ્પિટલના 3 ડોકટર ડો. મનોજકુમાર (ઓર્થોસર્જન), ડો.જી.પી.સચાન (સર્જન) અને ડો. ગૌરવ અગ્રવાલ (ઇએમઓ) વિરૂદ્ધ બેદરકારી દાખવવાના આરોપમાં કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે.

  3) ત્રણ અધિકારીઓ સસ્પેન્ડઃ પીડિતાના પિતાના ઈલાજમાં બેદરકારી દાખવવા બદલ ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના 2 તબીબ ડો. ડી.કે.દ્વેદ્વી (સીએમએસ) અને ડો. પ્રશાંત ઉપાધ્યાય (ઇએમઓ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સીઓ સફીપુર કુંવર બહાદુરસિંહને પણ મામલામાં બેદરકારી દાખલવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

  મોડી રાત્રે SSP ઓફિસ પહોંચ્યા હતા સેંગર


  - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે પણ લખનઉમાં જ હતા. તેમના લખનઉથી નીકળવાને અડધો કલાક પહેલાં જ સેંગર SSPના બંગલે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું કે, "મીડિયા જ્યાં કહેશે ત્યાં જઈશું. તમારી ચેનલમાં જઈને બેસીએ. હું ચેનલના સાથીઓના કહેવા પર અહીં આવ્યો છું. ચેનલા સાથી જ્યાં પણ કહેશે ત્યાં જઈશ."

  શું છે સમગ્ર મામલો?


  - મામલો ગત 4 જૂનનો છે, 17 વર્ષની એક કિશોરીની માતાએ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાંક લોકો વિરૂદ્ધ રેપની ફરિયાદ કરી હતી.
  - 3 એપ્રિલે ધારાસભ્યના ભાઈ અતુલે કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું.
  - 8 એપ્રિલે પીડિતાના પરિવાર સહિત મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહારે આત્મદાહનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને રોકી દીધા હતા.
  - 9 એપ્રિલે પીડિતાના પિતાનું ઉન્નાવ જેલમાં મોત નિપજ્યું. મહિલાએ ઉન્નાવમાં પરિવાર વિરૂદ્ધ અનેક ખોટાં કેસ દાખલ કરાવ્યાં હોવાના પણ આરોપ લગાવ્યાં હતા.
  - મામલામાં માખી પોલીસ સ્ટેશનના SO સહિત 6 કોન્સ્ટેબલ પહેલાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Unnao Dushkarma Case BJP MLA Kuldeep Singh Sengar arrested
  4 જૂન 2017નાં રોજ 17 વર્ષની એક કિશોરીની માતાએ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાંક લોકો વિરૂદ્ધ રેપની ફરિયાદ કરી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ