Home » National News » Latest News » National » ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો | BJP managed micro-management of 50 thousand Booths from Call center

ભાજપ સૌથી મોટો પક્ષ, કોલસેન્ટરથી 50 હજાર બૂથોનું માઈક્રો મેનેજમેન્ટ

Divyabhaskar.com | Updated - May 16, 2018, 02:33 AM

ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો, દરેક બેઠકમાં 15-20 હજાર લોકોની પન્ના સમિતિ હતી

 • ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો | BJP managed micro-management of 50 thousand Booths from Call center
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વલણમાં બહુમત મળતા ભાજપ દિલ્હી ઓફિસમાં હોળી

  બેંગ્લુરુ: કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ બનીને ઊભરેલો ભાજપ માઈક્રો મેનેજમેન્ટના બળે આ સ્તર સુધી પહોંચ્યો છે. જોકે, ખરાખરીના મુકાબલામાં તે બહુમતથી કેટલીક બેઠક પાછળ રહી ગયો. કર્ણાટકમાં બહુમતના લક્ષ્ય સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી કેબિનેટના 30 કેન્દ્રીય મંત્રીઓ સહિત 55 સાંસદોને પહેલા 4-4 બેઠકોની જવાબદારી સોંપી હતી. પાછળથી તે ઘટાડતા કેન્દ્રીય વ્યવસ્થા કરી. ભાજપના પન્ના પ્રમુખ સાથે પહેલી વખત પેજ કમિટી પણ બનાવી, જેમાં મતદારયાદીના તે જ પાનામાંથી 2-3 મતદાર કાઢીને પોતાની સાથે જોડ્યા.

  ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો

  આ રીતે દરેક વિધાનસભામાં પક્ષે 15થી 22 હજાર પન્ના કાર્યકરોની ફોજ ઊભી કરી અને 10 લાખથી વધુ કટિબદ્ધ મતદારોને પોતાની સાથે જોડ્યા. ભાજપના આ વિજયમાં તેની પ્રચારની રણનીતિ મહત્વની રહી. પક્ષે મહિલા, યુવાન, ખેડૂત, એસસી, એસટી, લઘુમતી સહિત બધા 8 મોરચાને સક્રિય કરતા દરેક ગામમાં જનસંપર્કની જવાબદારી સોંપી હતી. એટલે કે એક દિવસમાં એક જ ગામમાં એક કલાકના સમય પર જનસંપર્ક અભિયાન ચલાવ્યું. એક દિવસમાં 8 વખત જનસંપર્કની વ્યૂહરચનાએ ભાજપને સ્પર્ધામાં સૌથી ઉપર લાવી દીધો.

  દરેક બેઠકમાં 15-20 હજાર લોકોની પન્ના સમિતિ હતી


  આ સિવાય મિસ્ડ કોલથી પક્ષના સભ્ય બનેલા લોકોનો કોલ સેન્ટર મારફત સીધો સંપર્ક કરવામાં આવ્યો. જે મતદારો સાથે ફોન પર વાત નહોતી થઈ શકતી તેમની સાથે પ્રત્યક્ષ સંપર્ક માટે 10-10 લોકોની વેરિફિકેશન ટીમ બનાવાઈ હતી. દરેક વિધાનસભામાં આ વ્યવસ્થા રાખી. આ સિવાય અંદાજે 50-55 હજાર બૂથોને 3 ભાગ - બૂથ સમિતિ, શક્તિ કેન્દ્ર, મહાશક્તિ કેન્દ્રમાં વિભાજિત કરી કામ કર્યું. દરેક બૂથ પર 5થી 7 લોકોની સમિતિ બનાવી. 5-7 બૂથોને જોડી એક શક્તિ કેન્દ્ર અને 5 શક્તિ કેન્દ્રને સાંકળીને એક મહાશક્તિ કેન્દ્ર બનાવ્યું. ઉમેદવારોની પસંદગીમાં પણ શાહે તેમનાં સર્વેક્ષણોને જ પ્રાથમિકતા આપી.

  મોટી મોટી વાતોનું શું થયું: જ્યાં મોદીએ રાહુલને 15 મિનિટનો પડકાર આપ્યો અને તેમને ફેરવેલ આપવાની અપીલ કરી, ત્યાં 99 ટકા વિજય

  ઉડુપી : જ્યાં મોદીએ રાહુલ ગાંધીને 15 મિનિટ જોયા વિના બોલવાનો પડકાર ફેંક્યો

  મોદીએ ઉડુપીમાં રાહુલને 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો હતો. આ જિલ્લાની બધી 5 બેઠકો ભાજપને મળી.

  જમખાંડી : મોદીએ કહ્યું - મેડમ સોનિયા દલિત રાષ્ટ્રપતિને મળ્યાં પણ નહીં

  બેલગામના જમખાંડીની રેલીમાં સોનિયાને દલિતવિરોધી ગણાવ્યાં. અહીં ભાજપે કોંગ્રેસની 4 બેઠકો આંચકી.

  ચિત્રદુર્ગ : જે પક્ષ ગરીબોનું વેલફેર ન કરી શકી, તેને ફેરવેલ આપી દો

  ચિત્રદુર્ગમાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ સુલતાનોની જયંતી ઊજવી રહી છે. 5 ભાજપે જીતી. કોંગ્રેસને 3 સીટનું નુકસાન.

  કલગી : મોદીજી ઈચ્છે છે કે રેડ્ડી બ્રધર્સ, યેદ્દિ કર્ણાટકના રૂપિયા લૂંટે

  અહીં જનતાએ રાહુલનું ન સાંભળ્યું. 9માંથી 4 પર ભાજપ અને 5 પર કોંગ્રેસને મળી. કોંગ્રેસને 2 બેઠકોનું નુકસાન થયું.

  બીજાપુર : જ્યાં સોનિયાએ કહ્યું - મોદીજી પર કોંગ્રેસમુક્ત ભારતનું ઝનૂન સવાર

  બીજાપુરમાં 2013માં કોંગ્રેસે 7માંથી 6 બેઠકો જીતી પરંતુ સોનિયાની રેલીની અસર નથઈ. 3 સીટ પર સમેટાયો.

  ચિકમંગલૂર : અહીં રાહુલ ધોતી-કુર્તામાં શ્રૃંગેરી મઠનાં દર્શન કરવા પહોંચ્યા હતા

  ચિકમંગલૂરથી જીતીને ઈન્દિરા દિલ્હી પહોંચ્યાં હતાં. પરંતુ અહીં ભાજપે 4માંથી 3 બેઠકો જીતી લીધી.

  આગળ વાંચો: કોંગ્રેસનું સોફ્ટ હિંદુત્વ

 • ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો | BJP managed micro-management of 50 thousand Booths from Call center
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જ્યાં મોદીએ રાહુલને 15 મિનિટનો પડકાર આપ્યો અને તેમને ફેરવેલ આપવાની અપીલ કરી, ત્યાં 99 ટકા વિજય

  કોંગ્રેસનું સોફ્ટ હિંદુત્વ

   

  - 39 લિંગાયત પ્રભુત્વવાળી બેઠક ભાજપે જીતી. કોંગ્રેસ 21 અને જેડીએસ 9 બેઠકો જીત્યા.

  - 24 વોક્કાલિંગા પ્રભુત્વવાળી બેઠક જેડીએસ અને 11 કોંગ્રેસ જીતી. ભાજપ 8 પર આગળ રહ્યો.

  - 15 મુસ્લિમ ડોમિનેટેડ બેઠકો ભાજપે જીતી. કોંગ્રેસ 13 અને જેડીએસ 5 બેઠકો પર આગળ.

   

  આગળ વાંચો: વલણમાં હાર દેખાતા સિદ્ધારમૈયાની ઓફિસે તાળું

 • ભાજપ દરેક ગામમાં રોજ 8 વખત જનસંપર્ક કરતો હતો | BJP managed micro-management of 50 thousand Booths from Call center
  વલણમાં હાર દેખાતા સિદ્ધારમૈયાની ઓફિસે તાળું

  મતગણતરી શરૂ થતાં જ  કોંગ્રેસ સાથે મોટી ગૂગલી

   

  કર્ણાટક ચૂંટણીના પ્રારંભિક ગણતરીના તબક્કામાં ભાજપને બહુમતી મળતી દેખાતી હતી. કોંગ્રેસને પરાજય નિશ્ચિત જણાતા બેંગ્લુરમાં સચિવાલયની એક તસવીર વાયરલ થઇ. જેમાં સચિવાલયનો કર્મચારી સીએમ સિદ્ધારમૈયાની ઓફિસને તાળું મારતો દેખાય છે. જોકે બપોર પછી ભાજપની સ્થિતિ સ્પષ્ટ થતાં સિદ્ધારમૈયા ફરી સક્રિય થયા હતા.

   

  ગત ચૂંટણી કરતાં વધુ મત, છતાં કોંગ્રેસને અડધી બેઠકો મળી

   

  કર્ણાટકમાં એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો. વોટના હિસાબે કોંગ્રેસ ભાજપ કરતાં આગળ રહી. તેને 37.9 ટકા (85,04,902) મત મળ્યા, જ્યારે ભાજપના ખાતામાં 36.8 ટકા (82,38,048) મત આવ્યા. જેડીએસને 17.5 ટકા મત મળ્યા છે.સામે બેઠકોની વાત કરીએ તો 222માંથી ભાજપને 104, કોંગ્રેસને 77 અને જીડીએસને 38 બેઠકો મળી. 2013માં કોંગ્રેસને 36.6 ટકા જ્યારે ભાજને 19.9 ટકા મત મળ્યા હતા. જેડીએેસને 20.2 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને 122 , ભાજપ- જેડીએસને 40-40 બેઠકો મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ