Home » National News » Latest News » National » BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP

યોગીને યુપીના CM બનાવવા એ મોદીની સૌથી મોટી રાજકીય ભૂલ?

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 12:37 PM

ઉત્તરપ્રદેશમાં કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીના પરિણામ ગુરૂવારે આવ્યા, બંને સીટ્સ પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો

 • BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સીએમ યોગીની શપથવિધિનો ફાઇલ ફોટો.

  નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીના પરિણામ ગુરૂવારે આવ્યા. બંને સીટ્સ પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા ગોરખપુર અને ફૂલપુરમાં પણ પાર્ટીની હાર થઇ હતી. પેટાચૂંટણીમાં બીજેપીને એક પછી એક મળી રહેલી મહાત યુપીની યોગી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટો ઝટકો છે.

  2017 વિધાનસભા ચૂંટણીમાં મળ્યા પ્રચંડ વોટ્સ

  જે યુપીમાં 2014ની લોકસભા અને એક વર્ષ પહેલા 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં સીટ્સ મળી હતી, હવે તે જ રાજ્યમાં બીજેપી મજધારમાં ફસાયેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણી અને ગયા વર્ષે 2017 યુપી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને જે પ્રચંડ માત્રામાં વોટ્સ મળ્યા હતા, તેમાં હવે ગાબડાં પડવાની શરૂઆત થઇ ચૂકી છે.

  બીજેપી માટે આ ચમત્કાર મોદીના ચહેરાએ કર્યો

  2017ની ચૂંટણીમાં બીજેપીએ યુપીમાં 14 વર્ષના સત્તાના વનવાસને ખતમ કર્યો હતો અને 325 સીટ્સ સાથે ઐતિહાસિક જીત નોંધાવી હતી. બીજેપી માટે આ ચમત્કાર પીએમ મોદીના ચહેરાને કારણે થયો હતો. વિધાનસભા ચૂંટણીમાં બીજેપી તરફથી કોઇને પણ સીએમ પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ન હતો, પરંતુ પરિણામો આવી ગયા બાદ પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સત્તાની કમાન યોગી આદિત્યનાથને સોંપી.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, શા માટે ઊભો થઇ રહ્યો છે સવાલ કે યોગીને યુપી CM બનાવવા એ મોદીની ભૂલ?

 • BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી યુપીના વારાણસીથી સાંસદ છે. પરિણામે જનતાને અપેક્ષા હતી કે જે રીતે ગુજરાતમાં વિકાસ કરીને બતાવ્યો છે, તે જ રીતે યુપીમાં પણ વિકાસ થશે. (ફાઇલ)

  જાતીય સંતુલન ખોરવાયું

   

  - બીજેપી જે જાતીય સંતુલનને સાધીને સત્તામાં આવી હતી, યોગી આદિત્યનાથ તેને સાથે લઇને ચાલવામાં સફળ નથી થઇ શક્યા. બીજેપીની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ઓબીસી અને દલિત સમુદાયની હતી. 

  - પરંતુ શાસન અને સત્તામાં તેમને યોગ્ય ભાગીદારી આપવામાં આવી નહીં. આ ઉપરાંત યોગીરાજમાં રાજપૂત અને દલિતોની વચ્ચે સહારનપુર જેવી હિંસક ઘટનાઓ પણ સામે આવી. 
  - આ ઉપરાંત સીએમ પર એક જાતિ વિશેષને જ પ્રોત્સાહન આપવા જેવા આરોપો પણ લાગ્યા. આ જ કારણ છે કે યોગી સરકારના ઘણા મંત્રીઓએ તેના પર સવાલ પણ ઊભા કર્યા છે. 
  - જ્યારે વિપક્ષે તેનો ફાયદો ઉઠાવતા ઓબીસી અને દલિત સમુદાયને સાધવાનો પ્રયાસ કર્યો, જેમાં તેઓ સફળ થતા જોવા મળી રહ્યા છે. 

   

  વિકાસનું એન્જિન ફેઇલ

   

  - મોદી યુપીના વારાણસીથી સાંસદ છે. પરિણામે જનતાને અપેક્ષા હતી કે જે રીતે ગુજરાતમાં વિકાસ કરીને બતાવ્યો છે, તે જ રીતે યુપીમાં પણ વિકાસ થશે. યુપીમાં વિકાસનું એન્જિન બનાવવાનું પીએમ મોદીએ એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 2019 પહેલા રાજ્યને દેશમાં વિકાસના એન્જિન તરીકે પ્રસ્થાપિત કરશે. 

  - રાજ્યમાં બીજેપી સરકાર બન્યાના એક વર્ષથી વધુ સમય પસાર થઇ ચૂક્યો છે, પરંતુ સરકાર પાસે વિકાસના નામ પર ગણાવવા માટે કંઇ ખાસ નથી. સપા પ્રમુખ અખિલેશ યાદવ કહે છે, "યુપીનો વિકાસ યોગીથી નહીં થાય, તે ફક્ત પૂજાપાઠ સારા કરી શકે છે."

   

  આગળની સ્લાઇડમાં વાંચો, યોગી દર અઠવાડિયે 2-3 વાર કરે છે ગોરખપુરની મુલાકાત

 • BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યોગી ગોરખપુર મઠના મહંત છે, પાંચ વાર તે ગોરખપુર લોકસભાથી સાંસદ રહ્યા, આ જ કારણે જાતને ગોરખપુરની બહાર નથી કાઢી શકતા. (ફાઇલ)

  લખનઉ-ગોરખપુરની સફર

   

  - યોગી આદિત્યનાથ સીએમની સાથે-સાથે ગોરખનાથ મઠના મહંત પણ છે. પાંચ વાર તે ગોરખપુર લોકસભાથી સાંસદ રહ્યા છે. આ જ કારણ છે કે તે પોતાની જાતને ગોરખપુરની બહાર નથી કાઢી શકતા. મહિનામાં બેથી ત્રણ વાર તેઓ ગોરખપુર જાય છે. તેના કારણે વિપક્ષ સતત સવાલો ઉઠાવે છે, કે તેઓ દર અઠવાડિયે ગોરખનાથ મંદિરમાં પૂજા કરવા જાય છે. 

   

  હિંદુત્વનો એજન્ડા પાછળ 

   

  - યોગી આદિત્યનાથ ઘણા વર્ષો સુધી એક કટ્ટર હિંદુત્વવાદી રાજકીય ચહેરો હતા. સીએમ બન્યા પછી યોગીએ નવો અવતાર લીધો, ત્યારે તેમનો નારો હતો, 'કોઇની સાથે ભેદભાવ નથી અને કોઇની સાથે મનમોટાવ નથી.' 

  - પરંતુ, હવે તેઓ પોતાની ઇમજથી વિપરીત જોવા મળી રહ્યા છે, જે બીજેપીના કટ્ટર સમર્થકોને પસંદ આવે એવી વાત નથી. યોગી તાજમહેલની બહાર ઝાડૂ લગાવે છે, મસ્જિદમાં જવાની વાતો કરે છે અને મદરેસાઓને મોડર્ન બનાવવામાં લાગ્યા છે. 
  - યોગીની આ બદલાયેલી ઇમેજથી હિંદુત્વનો એજન્ડા પાછળ છૂટી રહ્યો છે. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો રામમંદિર પર સાધીને બેઠા છે મૌન

 • BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રામમંદિર મુદ્દે ધર્યું છે મૌન (ફાઇલ)

  રામમંદિર પર મૌન

   

  - અયોધ્યામાં રામમંદિર બીજેપીનો મૂળ મુદ્દો હતો. કેન્દ્ર અને રાજ્યમાં બીજેપીની સરકારો હોવા છતાંપણ પાર્ટી રામમંદિર મામલે મૌન ધરીને બેઠી છે. જ્યારે વિપક્ષમાં બેસીને યોગી આદિત્યનાથ રામમંદિરનો મુદ્દો જોરશોરથી ઉઠાવતા હતા. હવે જ્યારે સત્તામાં છે તો મામલાને પરસ્પરની વાતચીતથી ઉકેલવા કે પછી કોર્ટ દ્વારા હલ કરવાની વાત કહેવામાં આવી રહી છે. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો કૈરાના ન બની શક્યું પ્રયોગશાળા

 • BJP lost bypolls in UP question wether it was PM Modis mistake to make Yogi as CM of UP
  શું યોગીને સીએમ બનાવવા એક ભૂલ?

  કૈરાના ન બન્યું પ્રયોગશાળા

   

  - કૈરાના લોકસભા સીટ પર રાષ્ટ્રીય લોકદળ તેમજ નૂરપૂર વિધાનસભા સીટ પર સપાની જીતથી વિપક્ષીય દળોના ગઠબંધનનો પાયો મજબૂત થયો છે. બીજેપી તમામ પ્રયત્નો પછી પણ આ સીટો પર ધ્રુવીકરણ કરાવવામાં નિષ્ફળ રહી છે. 

  - કૈરાના જેવા સામાજિક સમીકરણ વેસ્ટ યુપીના ઘણા જિલ્લાઓમાં છે. આ તે જ વિસ્તાર છે જ્યાં 2013ના દંગા-તોફાનો પછી બીજેપી પક્ષમાં 2014ની લોકસભા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાંપ્રદાયિકતાના આધારે મતોનું ધ્રુવીકરણ થયું. 
  - પરિણામે પશ્ચિમી યુપીમાં બીજેપીને એકતરફી જીત હાંસલ થઇ. કૈરાના પાસે આવેલા બાગપતમાં ચૌધરી અજિતસિંહે પણ પોતાની સંસદીય સીટ ગુમાવવી પડી. છેલ્લી બે ચૂંટણીઓમાં જાટ અને મુસલમાનો વચ્ચે એક ખાઇ બની ગઇ હતી. 
  - કૈરાનામાં મુસ્લિમ ઉમેદવારને ઉતારીને વોટોનું ધ્રુવીકરણ રોકવું રાલોદ માટે કોઇ પરીક્ષાથી ઓછું ન હતું. રાલોદ તેમાં પાસ થઇ ગયું. તેણે કૈરાનાને ધ્રુવીકરણની પ્રયોગશાળા બનવાથી અટકાવ્યું. 

   

  શું યોગીને સીએમ બનાવવા મોદીની ભૂલ?

   

  - યોગી સરકારને એક વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ બીજેપીને ફાયદો થવાને બદલે સતત નુકસાન થઇ રહ્યું છે. મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ પોતાની સંસદીય સીટો ગુમાવવી પડી છે. 

  - ત્યારબાદ હવે કૈરાના અને નૂરપુરમાં પણ બીજેપીની હાર થઇ. તે પણ તે સમયે જ્યારે લોકસભા ચૂંટણી નજીકમાં છે. આ બીજેપી માટે ખતરાની ઘંટડી છે. 
  - એવામાં હવે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું યોગીને યુપીના સીએમ બનાવવા એ PM મોદીની સૌથી મોટી રાજકીય ભૂલ હતી?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ