• Home
  • National News
  • Latest News
  • National
  • યુપીની કૈરાના અને નુરપુરની બેઠક કેમ હાર્યું ભાજપ? | Know Reason for BJP defeat in Kairana and Noorpur bypoll

પેટા ચૂંટણીના પરિણામની અસર 2019માં 15 લોકસભા બેઠક પર પડી શકે છે

કૈરાનાની હારથી બીજેપીને પશ્ચિમી ઉત્તર પ્રદેશની જાટ બહુમતીવાળી 15 લોકસભા સીટો પર નુકસાન થઈ શકે છે.

Divyabhaskar.com | Updated - May 31, 2018, 06:08 PM
SPએ RLDના ઉમેદવારનું સમર્થન કર્ય
SPએ RLDના ઉમેદવારનું સમર્થન કર્ય

ઉત્તર પ્રદેશની કૈરાની લોકસભા અને નૂરપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં બીજેપીની હાર થઈ. કૈરાનામાં રાષ્ટ્રીય લોક દળ (આરજેડી)ની જીત થઈ. અહીં જાટોની નારાજગી બીજેપીને ભારે પડી. નૂરપુરમાં સમાજવાદી પાર્ટીએ બીજેપીની સીટ છીનવી લીધી.

લખનઉઃ ઉત્તર પ્રદેશની કૈરાની લોકસભા અને નૂરપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણીમાં બીજેપીની હાર થઈ. કૈરાનામાં રાષ્ટ્રીય લોક દળ (આરજેડી)ની જીત થઈ. અહીં જાટોની નારાજગી બીજેપીને ભારે પડી. નૂરપુરમાં સમાજવાદી પાર્ટીએ બીજેપીની સીટ છીનવી લીધી. જીતનું મોટું કારણ વિપક્ષની એકજૂટતા પણ છે. વિપક્ષે શેરડીના ખેડૂતોની સમસ્યા અને જાટ આરક્ષણના મુદ્દે જનતાની સામે મોટાપાયે પ્રચાર કર્યો. કૈરાનાની હારથી બીજેપીને પશ્ચિમી ઉત્તર પ્રદેશની જાટ બહુમતીવાળી 15 લોકસભા સીટો પર નુકસાન થઈ શકે છે. 2014માં આ તમામ મોટો બીજેપીના ખાતામાં ગઈ હતી.

1) ગન્ના (શેરડી) કે જિન્ના?


- કૈરાનામાં 1 હજારથી વધુ બીજેપી કાર્યકર્તા અને નેતા ચૂંટણી પ્રચારમાં લાગેલા રહ્યા. યોગીએ બે રેલીઓ કરી. તેઓએ ગન્ના (શેરડી)ની ચૂકવણીની વાત કહી હતી. પરંતુ આ શેરડી બેલ્ટમાં 6 ખાંડની મિલ છે. જેમાંથી 4 પ્રાઇવેટના હાથોમાં છે, જ્યારે બે સહકારી ક્ષેત્રમાં છે. પ્રાઇવેટ ખાંડ મિલોના વલણથી શેરડીના ખેડૂતો પરેશાન છે. ખાંડ મંત્રીનું દબાણ પણ કામ ન આવ્યું. ત્યારબાદ હાલમાં માયાવતી સરકારની સમયે વેચવામાં આવેલી ખાંડ મિલોની સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા, પરંતુ તેની અસર ઉલટી થઈ ગઈ.
- શેરડી બેલ્ટના અન્ય ક્ષેત્રોમાં સ્થિત આ ખાંડ મિલોની શરૂઆત કરવાને લઈને ખેડૂતોની બચેલી આશાઓ પણ તૂટી ગઈ. તેનો ફાયદો વિપક્ષે ઉઠાવ્યો. જયંત ચૌધરીએ પોતાની રેલીઓમાં પણ કહ્યું કે, અમે જિન્ના નહીં, ગન્ના (શેરડી) જોઈએ. યોગીએ પણ પલટવાર કરતા કહ્યું હતું કે, ગન્ના (શેરડી) અમારો મુદ્દો છે, પરંતુ અમે જિન્નાનો ફોટો પણ લગાવવા નહીં દઈએ.

2) અજીત સિંહને એકમાત્ર જાટ નેતા રજૂ કરીને વિપક્ષે સહાનુભૂતિ એકત્ર કરી


- આરએલડીના અધ્યક્ષ અજીત સિંહને સહાનુભૂતિ પણ આ ચૂંટણીમાં મળી. ગઠબંધને એવો પ્રચાર કર્યો કે હવે અજીત સિંહ જીતી ન શક્યા તો જાટોના એકમાત્ર નેતાનું અસ્તિત્વ ખતમ થઈ જશે. એવામાં જાટોની સહાનુભૂતિ પણ અજીત સિંહને મળી. તેમનો દિલ્હીનો બંગલો જે રીતે ખાલી કરાવવામાં આવ્યો, તેને પણ ખૂબ પ્રસારિત કરવામાં આવ્યો.


3) તોફાનોના કેસ પરત લેવાનો બીજેપીનો વાયદો હજુ સુધી અધૂરો


- 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ જોટોને વાયદો કર્યો હતો કે જો અમે સત્તામાં આવીશું તો જેમના ઘરોના લોકો મુજફ્ફરનગર તોફાનોમાં ફસાયેલા છે, તેમની પર નોંધાયેલા કેસ પરત લેવામાં આવશે. પરંતુ એવું નથી થયું. તેના કારણે જાટ સમુદાય નારાજ થયો. બીજેપી સાંસદ સંજીવ બાલિયાને આ મામલામાં પ્રયાસ તો કર્યો પરંતુ સફળ ન થયા. આ કારણે મોટી સંખ્યામાં ફરી એકવાર જાટ વિપક્ષની ઊભો થઈ ગયો.
- બીજેપીને મુજફ્ફરનગર તોફાનોના કારણે થયેલું ધ્રુવીકરણથી 2014 લોકસભા ચૂંટણીમાં ફાયદો થયો હતો. બીજેપીએ કૈરાના સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશની તમામ 15 જાટ બહુમતીવાળી સીટો જીતી હતી. કૈરાનામાં પેટાચૂંટણીના પરિણામોનું 2019માં બીજેપીની સંભાવનાઓ પર અસર પડી શકે છે.

4) જાટ આરક્ષણ માટે યોગીએ કમિટિ બનાવી, પરંતુ રિપોર્ટ ન આવ્યો


- જાટ આરક્ષણના મુદ્દાને પણ વિપક્ષે ખૂબ ઉછાળ્યો. આ પેટાચૂંટણીમાં અખિલ ભારતીય જાટ આરક્ષણ સમિતિ પણ ગઠબંધનનું પ્રચાર કરી રહી હતી. સાથોસાથ આરક્ષણ પર સરકારની નીતિને જાટોને કહી રહી હતી. પેટાચૂંટણી પહેલા જ મેના પહેલા સપ્તાહમાં યોગી સરકારે એક કમિટી બનાવી. કમિટીને રિપોર્ટ રજૂ કરવાનો છે કે જાટોને આરક્ષણ આપી શકાય કે કેમ. કમિટીને જાટોએ ખાનાપૂર્તિ તરીકે જોઈ.


5) માદી વિરુદ્ધ સ્થાનિક મુદ્દા


- કૈરાનીમાં બીજેપી સમગ્ર ચૂંટણી મોદીની ઈમેજને લઈને જ લડી રહી હતી. કૈરાનામાં ગ્રામિણ વિસ્તાર વધુ છે. ત્યાં સ્થાનિક મુદ્દાને બીજેપી ઉઠાવી ન શકી અને વિપક્ષે ત્યાંની સમસ્યાઓ ભારપૂર્વક ઉઠાવી.

6) વિપક્ષાની એકજૂટતા હારનું મોટું કારણ


- ગોરખપુર અને ફુલપુરની પેટાચૂંટણીથી શરૂ થયેલું સપા-બસપાનું ગઠબંધન કૈરાના અને નૂરપુરમાં હવે મજબૂત થયું. સપાએ મોટો દાવ રમતા પોતાના ઉમેદવારને આરએલડીના ચૂંટણી ચિન્હ પર મેદાનમાં ઉતાર્યા. ત્યારબાદ આરએલડી, સપા, આમ આદમી પાર્ટી સહિત અનેક નાના પક્ષોમાં આરએલડી ઉમેદવારને સમર્થન આપ્યું.

(ભાસ્કરે બીજેપીની હારના કારણ જાણવ માટે સીનિયર જર્નાલિસ્ટ રતનમણિ લાલ, રાજેન્દ્ર સિંહ, સમીરાત્મજ મિશ્રા અને સહારનપુરના ડો. રાજેન્દ્ર આઝમ સાથે વાત કરી)

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
SPએ RLDના ઉમેદવારનું સમર્થન કર્યSPએ RLDના ઉમેદવારનું સમર્થન કર્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App