કટાક્ષ / પ્રિયંકાનાં યુપી પ્રવાસ પર ભાજપનાં મંત્રીનો ટોણો, કહ્યું- કોંગ્રેસનો નવો નારોઃ 'બેટી લાવો, બેટા બચાવો'

bjp leader siddharth singh took jibe on priyanka gandhi vadra in up
X
bjp leader siddharth singh took jibe on priyanka gandhi vadra in up

Divyabhaskar

Feb 11, 2019, 10:30 AM IST
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારવા અંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જ્યાં આપણા વડાપ્રધાન કહે છે કે," બેટી બચાવો, બેટી પઢાઓ "તો સામે કોંગ્રેસનો નારો છે કે," બેટી લાવો, બેટે કો બચાઓ". તેમણે કહ્યું કે, પ્રિયંકાને મહાસચિવ બનાવવું કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને ભાજપ તેમનાં રાજ્યની રાજનીતિમાં આવવાથી સહેજ પણ ચિંતિત નથી. 
1. પ્રિયંકા આજથી 4 દિવસનાં ઉત્તરપ્રદેશનાં પ્રવાસે
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે. પ્રિયંકાને 23 જાન્યુઆરીએ પાર્ટીનાં મહાસચિવ બનાવાયા હતા. પ્રિયંકા ગાંધી પાર્ટીનાં કોઈ પદ પર રહીને પહેલી વખત ઉત્તરપ્રદેશ આવી રહી છે. ચાર દિવસનાં પ્રવાસમાં તેમની સાથે રાહુલ અને કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. આ ત્રણેય નેતાઓ લખનઉમાં રોડ શો કરશે.
2. અગાઉ BJP સાંસદે પણ પ્રિયંકા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ
એક દિવસ પહેલાં જ બસ્તીનાં ભાજપ સાંસદ હરીશ દ્વિવેદીએ પ્રિયંકા ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ફેઈલ છે. જ્યારે તે દિલ્હીમાં રહે છે તો જિન્સ અને ટોપમાં જોવા મળે છે અને જ્યારે વિસ્તારમાં આવે તો સાડી અને સિંદૂર લગાવીને આવે છે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી