રાજસ્થાન વિધાનસભામાં ભૂત, હવન કરાવવાની ધારાસભ્યોની સલાહ

રાજસ્થાનના એખ ધારાસભ્યએ કહ્યું છે કે, જ્યાં વિધાનસભા છે ત્યાં જ સ્મશાન છે, શક્ય છે કોઈની આત્માને શાંતિ ન મળી હોય

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:17 PM
ભૂત-પ્રેત અને અંધવિશ્વાસની વાતોથી ગુંજી ઉઠી વિધાનસભા
ભૂત-પ્રેત અને અંધવિશ્વાસની વાતોથી ગુંજી ઉઠી વિધાનસભા

જે વિધાનસભામાં અંધવિશ્વાસને ખતમ કરવાની કાયદાઓ બને છે, તેમાં જ ગુરુવારે ભૂત-પ્રેત અને ખરાબ આત્માઓ જેવા અંધવિશ્વાસ વધારતી વાતો થઈ. ધારાસભ્યોએ પોતે જ તેની શરૂઆત કરી. ગૃહની બહાર મુખ્ય સચેતક કાલૂલાલ ગુર્જર અને નાગૌરથી બીજેપી ધારાસભ્ય હબીબુર્રહમાન અશરફીએ મીડિયાને કહ્યું- વિધાનસભામાં ખરાબ આત્માઓનો વાસ છે. તેના કારણે જ આજ સુધી ગૃહમાં 200 ધારાસભ્યો એકસાથે નથી રહ્યા.

જયપુરઃ જે વિધાનસભામાં અંધવિશ્વાસને ખતમ કરવાની કાયદાઓ બને છે, તેમાં જ ગુરુવારે ભૂત-પ્રેત અને ખરાબ આત્માઓ જેવા અંધવિશ્વાસ વધારતી વાતો થઈ. ધારાસભ્યોએ પોતે જ તેની શરૂઆત કરી. ગૃહની બહાર મુખ્ય સચેતક કાલૂલાલ ગુર્જર અને નાગૌરથી બીજેપી ધારાસભ્ય હબીબુર્રહમાન અશરફીએ મીડિયાને કહ્યું- વિધાનસભામાં ખરાબ આત્માઓનો વાસ છે. તેના કારણે જ આજ સુધી ગૃહમાં 200 ધારાસભ્યો એકસાથે નથી રહ્યા. ક્યારેક કોઈનું મોત થઈ જાય છે, ક્યારેક કોઈને જેલ થઈ જાય છે. આત્માઓની શાંતિ માટે હવન અને પંડિતોને ભોજન કરાવવાની જરૂર છે. તેઓએ કહ્યું- આ વિશે મુખ્યમંત્રીને પણ જણાવી ચૂક્યા છીએ. અનેક ભલામણો પણ કરી છે.

ભૂત-પ્રેતોની તપાસ કરાવવાની પણ વાત થઈ


- ધારાસભ્યો દ્વારા ફેલાવવામાં આવેલા આ અંધવિશ્વાસ રાત્રે લગભગ 8 વાગ્યે ગૃહમાં ગૂંજવા લાગ્યો.
- ગ્રાન્ટની માગણીઓના જવાબની વચ્ચે કોંગ્રેસના ધીરજ ગુર્જરે આ મુદ્દો ઉઠાવ્યો. કહ્યું- આપના સચેતક અને ધારાસભ્ય અંધવિશ્વાસ ફેલાવી રહ્યા છે.
- વાત ઉગ્ર બની અને કમિટી પાસે ભૂત-પ્રેતોની તપાસ કરાવવા સુધી પહોંચી. આ દરમિયાન ક્યારેક હાસ્ય રેલાયું તો ક્યારેક ભૂત-પ્રેતની વાતોની પાયાવિહોણી પણ કહેવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે, નાથદ્વારાના બીજેપી ધારાસભ્ય કલ્યાણ સિંહના દેહાંતના એક દિવસ બાદ જ બીજેપી ધારાસભ્યોનું આ નિવેદન સામે આવ્યું છે.

અહીં કોઈ ભૂત-પ્રેત નથી


- આ વિશે ભાસ્કર.કોમે જમીનના એક માલિક પ્રેમ બિયાની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં કોઈ ભૂત-પ્રેત નથી. તેના પાછળના ભાગમાં સ્મશાન ચોક્કસ છે પરંતુ વિધાનસભાનો મુખ્ય દરવાજો અને મુખ્ય ભવન અમારી જમીન પર બનેલુ છે.
- સરકારે આ જમીન લઈ લીધી છે પરંતુ અત્યાર સુધી કોઈ વળતર નથી આપ્યું. અંધવિશ્વાસ ફેલાવતા ધારાસભ્યોએ વિચારવું જોઈએ કે જેની ચાર-ચાર પેઢી કોઈ પણ પ્રકારનું વળતર લીધા વગર મૃત્યુ પામી છે તેમની આત્માની શાંતિ માટે પરિવારજનોને કોઈ વળતર આપે.
- અમે છેલ્લા 53 વર્ષથી આ લડાઈ લડી રહ્યા છીએ. 1964માં સરકારે ઘણાં લોકોની કુલ 1700 જમીન જપ્ત કરી લીધી છે. તેમાં અમારી જમીન પણ છે. વળતર માટે મારી માતા પ્રહલાજી દેવી રાજસ્થાન સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ ચલાવી રહી હતી.

સ્મશાન છે, શક્ય છે કોઈની આત્મના શાંતિ ન મળી હોય- સચેતક


- આ વિશે મુખ્ય એલર્ટ કરતા કાલુલાલ ગુર્જરે જણાવ્યું છે કે, જ્યાં વિધાનસભા છે ત્યાં સ્મશાન પણ છે. અહીં મૃત બાળકોને પણ દફનાવામાં આવે છે. શક્ય છે કોઈની આત્માને શાંતિ ન મળી હોય અને તે જ નુકસાન કરતી હોય. તેથી જ સદનમાં કદી 200 ધારાસભ્યો એક સાથે નથી હોતા. અમે આ વિશે સીએમને વાત કરી છે અને હવન કરાવવાનું પણ કહ્યું છે.

એક સાથે 200 ધારાસભ્યો કેમ નથી રહેતા- બીજેપી ધારાસભ્ય


- બીજેપી ધારાસભ્ય હબીબુર્રહમાન અશરફીએ કહ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે, સ્મશાનની જમીન પર ક્યારેય ભવન ન હોવું જોઈએ. તો આ વાત વિધાનસભાના મામલે કેમ માનવામાં નથી આવતી? શું કારણ છે કે, ક્યારેય 200 ધારાસભ્યો એક સાથે નથી બેસી શકતા. મે પણ આ વિશે સીએમને વાત કરી છે.

ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડે કમિટી બનાવીને ભૂતોની તપાસ કરાવવાની સલાહ આપી
ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડે કમિટી બનાવીને ભૂતોની તપાસ કરાવવાની સલાહ આપી
X
ભૂત-પ્રેત અને અંધવિશ્વાસની વાતોથી ગુંજી ઉઠી વિધાનસભાભૂત-પ્રેત અને અંધવિશ્વાસની વાતોથી ગુંજી ઉઠી વિધાનસભા
ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડે કમિટી બનાવીને ભૂતોની તપાસ કરાવવાની સલાહ આપીધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડે કમિટી બનાવીને ભૂતોની તપાસ કરાવવાની સલાહ આપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App