Home » National News » Desh » દુલ્હન બનવા તૈયાર છે આ કરોડપતિ નેતાની દિકરી| BJP Leader Daughter Wedding Fixed

દુલ્હન બનવા તૈયાર છે આ કરોડપતિ નેતાની દિકરી, આવું છે બેન્ક બેલેન્સ

Divyabhaskar.com | Updated - May 06, 2018, 12:30 PM

કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા મેઘે પરિવારની દીકરી છે રાધિકા, કર્યો છે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ

  • દુલ્હન બનવા તૈયાર છે આ કરોડપતિ નેતાની દિકરી| BJP Leader Daughter Wedding Fixed
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મેઘે પરિવારની દીકરી છે રાધિકા

    મુંબઈઃ બીજેપી નેતા સાગર મેઘે પોતાની એકમાત્ર દીકરીનો સંબંધ થાણે પોલીસ કમિશ્નર પરમબીર સિંહના દીકરા રોહન સિંહ સાથે નક્કી કર્યો છે. સાગર મેઘે બીજેપી નેતા દત્તા મેઘેના દીકરા છે. તેમના પરિવાર 36 વર્ષ કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા બાદ વર્ષ 2014માં બીજેપી સાથે જોડાઈ ગયા છે.

    ફેશન ડિઝાઇનર છે રાધિકા, તેના નામે 4 કરોડની સંપત્તિ


    - રાધિકા મેઘેએ સિંગાપુરના રેફલ્સ ડિઝાઇન ઇન્સ્ટિટયૂટથી ફેશન ડિઝાઇનિંગ કોર્સ કર્યો છે.
    - સાગર મેઘેના ચૂંટણી સોગંદનામા (વર્ષ 2014) મુજબ રાધિકાના નામે 4 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેના પોતાના બેંક એકાઉન્ટનું બેલેન્સ 1 કરોડ રૂપિયાથી વધુ છે.
    - આ ઉપરાંત તેઓએ મ્યૂચઅલ ફંડ્સમાં 1 કરોડ જેટલું રોકાણ કર્યું છે.
    - સાથોસાથ રાધિકાની પાસે 12 લાખ રૂપિયાની ગોલ્ડ અને 47 લાખ રૂપિયાની ડાયમંડ જ્વેલરી છે.
    - આ ઉપરાંત, રાધિકા મેઘે ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂશન્સમાં ડાયરેક્ટર ઓફ પરચેઝ પણ છે.

    બિઝનેસમેન છે સાગર, 34 કરોડનો માલિક


    - સાગર મેઘે 2014ની લોકસભા ચૂંટણીમાં વર્ધાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
    - ત્યારે જાહેર કરેલા પોતાના સોગંદનામામાં તેઓએ 34 કરોડની સંપત્તિ દર્શાવી હતી.
    - તેઓએ 1991માં નાગપુર યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું હતું. હાલમાં તેઓ મેઘે ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂશન્સને પોતના ભાઈ સમીર મેઘે સાથે લીડ કરી રહ્યા છે.
    - તેમની પત્ની દેવિકા મેઘે સ્કૂલની ટ્રસ્ટી છે, બીજી તરફ ભાઈ સમીર મેઘેની પત્ની વૃંદા મેઘે ગ્રુપની HR ટ્રસ્ટી છે.

    પિતાની સીટ ઉપર ચૂંટણી હાર્યા હતા સાગર


    - દત્તા મેઘે મહારાષ્ટ્રની વર્ધા સીટથી સાંસદ (કોંગ્રેસ) રહી ચૂક્યા છે. 2014 લોકસભા ચૂંટણી બાદ તેઓએ પોતાના બંને દીકરાઓની સાથે મળી બીજેપીમાં જોડાઈ ગયા.
    - સાગર મેઘે ચૂંટણીમાં વર્ધા બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર મેદાને ઉતર્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.
    - પરાજય બાદ સાગર મેઘે પત્ની અને દીકરીની સાથે થોડા દિવસો માટે દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. તેમનું કહેવું હતું કે તે પરિવારના એજ્યુકેશન બિઝનેસને વિસ્તારવા માટે દુબઈ ગયા છે.
    - તેમના ભાઈ સમીર મેઘે હિંગનાથી બીજેપીના ધારાસભ્ય છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • દુલ્હન બનવા તૈયાર છે આ કરોડપતિ નેતાની દિકરી| BJP Leader Daughter Wedding Fixed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાધિકાએ કર્યો છે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ
  • દુલ્હન બનવા તૈયાર છે આ કરોડપતિ નેતાની દિકરી| BJP Leader Daughter Wedding Fixed
    પરિવાર સાથે રાધિકા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending