ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP attack on Congress about Hindu terrorism and deman applogy from Rahul and Congress

  રાહુલે LeTથી વધુ હિંદુ સંગઠનોને કહ્યાં હતા ખતરનાક, માફી માંગે- ભાજપ

  Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 02:21 PM IST

  ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગને લઈને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું
  • કોંગ્રેસે હિંદુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું. તેના માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂરી કોંગ્રેસ માફી માંગે- સંબિત પાત્રા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસે હિંદુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું. તેના માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂરી કોંગ્રેસ માફી માંગે- સંબિત પાત્રા

   નવી દિલ્હીઃ ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગને લઈને ભાજપકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. મંગળવારે પાર્ટી પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ હિંદુઓ વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા માટે દેશની માફી માંગે. આ ઉપરાંત ભાજપ તરફથી સંબોધવામાં આવેલી પત્રકાર પરિષદમાં પૂર્વ અમેરિકી રાજદૂતનો એક ટેલીગ્રામ અને કેટલાંક વીડિયો પણ દેખાડવામાં આવ્યાં છે. જેમાં કોંગ્રેસ નેતાઓએ હિંદુ આતંકવાદની વાત કરી હતી. મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં RSS પ્રચારક રહેલાં સ્વામી અસીમાનંદ સહિત 5 આરોપીઓને સોમવારનાં રોજ NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતા.

   શિંદેએ કહ્યું હતું કે સંઘ કેમ્પમાં આતંકની ટ્રેનિંગ આપે છેઃ ભાજપ

   - સંબિત પાત્રાએ કહ્યું કે, "કોંગ્રેસ નેતાઓએ ભગવા આંતકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે RSS પોતાના કેમ્પમાં આતંકની ટ્રેનિંગ આપે છે. હિંદુઓ વિરૂદ્ધ કોંગ્રેસે ખોટો પ્રચાર કર્યો હતો."
   - સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, "અમારી પાસે અમેરિકી રાજદૂત ટિમ રોમરનો તે ટેલિગ્રાફ છે, જે તેઓએ વર્ષ 2009માં આપણી સરકારને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં લશ્કર-એ-તૈયબાને કેટલાંક મુસલમાનોનું સમર્થન મળી રહ્યું છે. જો કે તેનાથી પણ મોટો ખતરો કટ્ટર હિંદુ સંગઠનોથી થઈ શકે છે."
   - "અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં તમામને ન્યાય મળે. હિંદુ, મુસલમાનો સહિત તમામને. પરંતુ કોંગ્રેસે હિંદુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું. તેના માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂરી કોંગ્રેસ માફી માંગે."

   રાહુલ-સોનિયાની સામે કોંગ્રેસે ભગવા રંગને ગાળો આપી હતી

   - અસીમાનંદનો છૂટકારો થતાં સંબિત પાત્રાએ કહ્યું કે, "કોંગ્રેસના મોઢા પર મુખોટું ઉતરી ગયું છે. 2013માં કોંગ્રેસના જયપુર અધિવેશનમાં મંચ પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ અને તત્કાલીન ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે હાજર હતા. સુશીલ કુમારે મંચ પરથી હિંદુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એક જ ઝાટકે હજારો વર્ષોથી ચાલતી આ સંસ્કૃતિને, ભગવા રંગને, હિંદુઓને ગાળો આપવાનું કામ કર્યું. તેઓએ ભાજપ અને સંઘ પર આરોપ લગાવ્યો હતો. મંચ પર સોનિયા, રાહુલ અને મનમોહન મૌન હ તા તેઓએ શિંદેને રોક્યા પણ નહીં. 2010માં પી. ચિદમ્બરમે હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના તુષ્ટીકરણની રાજનીતિ, હિંદુઓ અને દેશને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હતું જે આજે ઉઘાડું પડ્યું છે."

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  • મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં RSS પ્રચારક રહેલાં સ્વામી અસીમાનંદ સહિત 5 આરોપીઓને સોમવારનાં રોજ NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતા (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં RSS પ્રચારક રહેલાં સ્વામી અસીમાનંદ સહિત 5 આરોપીઓને સોમવારનાં રોજ NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતા (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગને લઈને ભાજપકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. મંગળવારે પાર્ટી પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ હિંદુઓ વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા માટે દેશની માફી માંગે. આ ઉપરાંત ભાજપ તરફથી સંબોધવામાં આવેલી પત્રકાર પરિષદમાં પૂર્વ અમેરિકી રાજદૂતનો એક ટેલીગ્રામ અને કેટલાંક વીડિયો પણ દેખાડવામાં આવ્યાં છે. જેમાં કોંગ્રેસ નેતાઓએ હિંદુ આતંકવાદની વાત કરી હતી. મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં RSS પ્રચારક રહેલાં સ્વામી અસીમાનંદ સહિત 5 આરોપીઓને સોમવારનાં રોજ NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતા.

   શિંદેએ કહ્યું હતું કે સંઘ કેમ્પમાં આતંકની ટ્રેનિંગ આપે છેઃ ભાજપ

   - સંબિત પાત્રાએ કહ્યું કે, "કોંગ્રેસ નેતાઓએ ભગવા આંતકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે RSS પોતાના કેમ્પમાં આતંકની ટ્રેનિંગ આપે છે. હિંદુઓ વિરૂદ્ધ કોંગ્રેસે ખોટો પ્રચાર કર્યો હતો."
   - સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, "અમારી પાસે અમેરિકી રાજદૂત ટિમ રોમરનો તે ટેલિગ્રાફ છે, જે તેઓએ વર્ષ 2009માં આપણી સરકારને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં લશ્કર-એ-તૈયબાને કેટલાંક મુસલમાનોનું સમર્થન મળી રહ્યું છે. જો કે તેનાથી પણ મોટો ખતરો કટ્ટર હિંદુ સંગઠનોથી થઈ શકે છે."
   - "અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં તમામને ન્યાય મળે. હિંદુ, મુસલમાનો સહિત તમામને. પરંતુ કોંગ્રેસે હિંદુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું. તેના માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂરી કોંગ્રેસ માફી માંગે."

   રાહુલ-સોનિયાની સામે કોંગ્રેસે ભગવા રંગને ગાળો આપી હતી

   - અસીમાનંદનો છૂટકારો થતાં સંબિત પાત્રાએ કહ્યું કે, "કોંગ્રેસના મોઢા પર મુખોટું ઉતરી ગયું છે. 2013માં કોંગ્રેસના જયપુર અધિવેશનમાં મંચ પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ અને તત્કાલીન ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે હાજર હતા. સુશીલ કુમારે મંચ પરથી હિંદુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એક જ ઝાટકે હજારો વર્ષોથી ચાલતી આ સંસ્કૃતિને, ભગવા રંગને, હિંદુઓને ગાળો આપવાનું કામ કર્યું. તેઓએ ભાજપ અને સંઘ પર આરોપ લગાવ્યો હતો. મંચ પર સોનિયા, રાહુલ અને મનમોહન મૌન હ તા તેઓએ શિંદેને રોક્યા પણ નહીં. 2010માં પી. ચિદમ્બરમે હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના તુષ્ટીકરણની રાજનીતિ, હિંદુઓ અને દેશને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હતું જે આજે ઉઘાડું પડ્યું છે."

   આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP attack on Congress about Hindu terrorism and deman applogy from Rahul and Congress
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top