Home » National News » Latest News » National » ગઠબંધનની લહેર પડી ભારે: ભાજપનો ગ્રોથ ઘટ્યો, દેશનો વધ્યો | BJP Growth Down, Countries Growth Rise

મોદીની રાજનીતિ ફેલ, અર્થશાસ્ત્ર પાસ ભાજપનો ગ્રોથ ઘટ્યો- દેશનો વધ્યો

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 09:51 AM

લોકસભામાં ભાજપ 282માંથી 272 પર સરક્યો, કોંગ્રેસ 44થી વધી 48 પર પહોંચી, ભાજપ 4 વર્ષમાં 22 બેઠક હાર્યો

 • ગઠબંધનની લહેર પડી ભારે: ભાજપનો ગ્રોથ ઘટ્યો, દેશનો વધ્યો | BJP Growth Down, Countries Growth Rise
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી લહેર પર ભારે પડી મહાગઠબંધનની લહેર

  નવી દિલ્હી: ગુરુવારે દેશ માટે બે સમાચાર મહત્ત્વના હતા. એકબાજુ ચાર લોકસભાની અને 10 વિધાનસભાની બેઠકોના પરિણામ જાહેર થયા. તો બીજીબાજુ જીડીપીના આંકડા બહાર પડ્યા. મહાગઠબંધન મોદીલહેર પર ભારે પડતું જણાયું. લોકસભાની ચારમાંથી ત્રણ બેઠક ભાજપે ગુમાવી તો વિધાનસભાની 9 બેઠક ગુમાવી. બીજીબાજુ ગુરુવારે જાહેર થયેલા જીડીપીના દરમાં પ્રોત્સાહક આંકડા નોટબંધી બાદ જોવા મળ્યા હતા. વિશ્વમાં ભારતનો જીડીપી હવે મોખરે છે અને આગામી સમયમાં 8 ટકા રહેવાનો આશાવાદ છે. નોટબંધી પછી માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી 7.7 ટકાના દરે નોંધાયો છે. જે સૌથી વધુ છે.

  અહીંયા જીત્યા
  - પાલઘર (લોકસભા)
  - થરાળી (વિધાનસભા)


  અહીંયા હાર્યા
  - ભંડારા (લોકસભા)
  - કૈરાના (લોકસભા)
  - યુપી-બિહાર સહિત 11 રાજ્યોની 9 બેઠકો હાર્યા
  - કૈરાનામાં 5 પક્ષોના સમર્થનવાળી મુસ્લિમ મહિલા તબ્બસુમ 44618 મતોથી જીતી

  મોદી લહેર પર ભારે પડી મહાગઠબંધનની લહેર
  કૈરાના સહિત 4 લોકસભામાં 1 બેઠક જીતી અને 10 વિધાનસભામાં 9માં પરાજય

  વિશ્વમાં ભારતનો GDP સૌથી મોખરે, હવે 8%નું અનુમાન
  જ્યારે ચીનનો દર 6.8 ટકા છે, હવે IMF અને વિશ્વ બેંકના અનુમાન પ્રમાણે ભારતનો દર 8 ટકા સુધી જશે

  ભાજપ+ આ વર્ષે 28માંથી 3 બેઠક જીત્યો

  પેટાચૂંટણી બેઠકો ભાજપ+ કોંગ્રેસ+ અન્ય
  લોકસભા 10 2 (-6) 4 (+3) 4 (+3)
  વિધાનસભા 18 2 (-3) 11 (0) 5 (+3)
  કુલ 28 4 (-9) 15 (+3) 9 (+6)

  - રાજનાથે કહ્યું - મોટી છલાંગ માટે બે કદમ પાછળ જવું પડે છે. 2019માં ભાજપ વધુ બેઠકો જીતી સત્તામાં આવશે.
  - ઉદ્ધવ ઠાકરેઅે કહ્યું- ભાજપને હવે મિત્રોની જરૂર નથી, ચૂંટણી પંચની પણ વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ છે.
  - કોંગ્રેસે કહ્યું- આ મોદી સરકારના અંતની શરૂઆત છે.
  - અખિલેશે કહ્યું- મોદી સત્તાને અહંકારનો જવાબ મળ્યો.
  - RLDઅે કહ્ય- કૈરાનામાં જિન્નાહ હાર્યા, ગન્ના જીત્યા.

  હવે આ 5 સવાલ

  1. શું પેટા ચૂંટણીના પરિણામ 2019નું ટ્રેલર છે?

  2. શું હવે મહાગઠબંધન સામે મોદી લહેર નબળી પડશે?

  3. શું ભાજપના સાથી પક્ષો ધીમે ધીમે સાથ છોડી દેશે?

  4. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં મોદી આ અસર ઘટાડી શકશે?

  5. હવે મોદી આકરાના બદલે લોકપ્રિય નિર્ણયો લેશે?

  આગળ વાંચો: પણ જીડીપીનો વાર્ષિક વૃદ્ધિદર 6.7% રહ્યો, 4 વર્ષમાં સૌથી ઓછો, સરકારે કહ્યું- ઇકોનોમી સાચા રસ્તા પર જઇ રહી છે

 • ગઠબંધનની લહેર પડી ભારે: ભાજપનો ગ્રોથ ઘટ્યો, દેશનો વધ્યો | BJP Growth Down, Countries Growth Rise
  વિશ્વમાં ભારતનો GDP સૌથી મોખરે, હવે 8%નું અનુમાન

  પણ જીડીપીનો વાર્ષિક વૃદ્ધિદર 6.7% રહ્યો, 4 વર્ષમાં સૌથી ઓછો, સરકારે કહ્યું- ઇકોનોમી સાચા રસ્તા પર જઇ રહી છે

   

  નવી દિલ્હી: ઉત્પાદન, બાંધકામ અને સર્વિસ સેક્ટરના ઉત્કૃષ્ટ દેખાવના પગલે જીડીપી વૃદ્ધિદર માર્ચ-18ના ત્રિમાસિક ગાળા માટે 7.7 ટકા જોવા મળ્યો છે. તેની સામે આગલાં વર્ષના  ગાળામાં 6.1 ટકા રહ્યો હતો. જે છેલ્લા સાત ત્રિમાસિકનો સૌથી મોટો ઉછાળો દર્શાવે છે. જોકે, માર્ચના અંતે પુરા થયેલા વર્ષ માટે તે ઘટી 6.7 ટકા (7.1 ટકા) રહ્યો હતો. 2011-12ના ભાવો આધારીત જીડીપી વૃદ્ધિદર માર્ચ ક્વાર્ટરમાં 7.7 ટકા નોંધાયો હતો.હવે આગળ શું? |ગ્રોથરેટ વધવાથી રિઝર્વ બેન્ક કડક નાણાંનીતિ અપનાવી શકે છે. મોંઘવારી દરમાં વધારો થશે એવું માની રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે. ઓછા વ્યાજદરની મોટી અડચણ પણ દૂર થઈ છે.

   

  માર્ચ ત્રિમાસિકમાં તેજી કેમ? - ત્રણ કારણોથી, પહેલું - કૃષિમાં 4.5%, મેન્યુફેક્ચરિંગમાં 9.1%, કંસ્ટ્રક્શનમાં 11.5%ની ગ્રોથ.
  વાર્ષિક ગ્રોથમાં ઘટાડો કેમ? - બે કારણો થી, 2016માં નોટબંધી અને 2017માં જીઅેસટીથી કંપનીઓઅે ઉત્પાદન ઘટાડ્યુ. કંપનીઓ જૂન સુધી જૂનો સ્ટોક રાખવા માંગતી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ