ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP declared names of candidates for upcoming Rajyasabha election

  રાજ્યસભા માટે માંડવિયા-રૂપાલા ગુજરાતમાં રિપિટ, જેટલી UP ગયા

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 06:55 PM IST

  રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણા સદસ્યોને ફરીથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે
  • BJPએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવારોના નામ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   BJPએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવારોના નામ. (ફાઇલ)

   નવી દિલ્હી: રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણા સદસ્યોને ફરીથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ પણ સામેલ છે. યુપીથી નાણામંત્રી અરૂણ જેટલી, મધ્યપ્રદેશથી સામાજિક અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાન, મહારાષ્ટ્રથી પ્રકાશ જાવડેકર, ગુજરાતથી મનસુખ માંડવિયા તેમજ પુરુષોત્તમ રૂપાલા, હિમાચલ પ્રદેશથી સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા, બિહારથી કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનથી ભૂપેન્દ્ર યાદવ જેવા ઘણા મોટા મંત્રીઓને ફરીથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારમાં એવા ઘણા મંત્રીઓ છે જે રાજ્યસભા સાંસદ છે. ચૂંટણીપંચ પ્રમાણે, એપ્રિલ-મે 2018માં 58 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે, જે પછી આ સીટો ખાલી થઇ જશે.

   ગુજરાતમાંથી બે ઉમેદવારના નામ જાહેર

   - 13 રાજ્યોમાંથી 50 રાજ્યસભા સભ્યોના કાર્યકાળ બે એપ્રિલે પૂરાં થઈ રહ્યાં છે. જેમાં ગુજરાત,ઓરિસ્સા, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને રાજસ્થાન છે.
   - બુધવારે ગુજરાતના રાજ્યસભામાં મોકલવા માટે ભાજપે નામ જાહેર કર્યાં છે. જેમાં મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને રિપિટ કરવામાં આવ્યાં છે.
   - ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ઘટતાં રાજ્યસભાના બે સભ્યોને બીજે ખસેડવામાં આવ્યાં છે, જેમાં એક અરૂણ જેટલી છે જેઓ યુપીથી રાજ્યસભાના સભ્ય બનશે.
   તો છ રાજ્યસભા સભ્યોના કાર્યકાળ 3 એપ્રિલ અને ઝારખંડના બે સભ્યોના કાર્યકાળ 3જી મેનાં રોજ પૂરા થઈ રહ્યાં છે.

   સૌથી વધુ 10 સીટો ઉત્તરપ્રદેશથી ખાલી થઇ

   - આ તમામ ઉમેદવાર 12 માર્ચ સુધી ચૂંટણી માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં સૌથી વધુ 10 સીટો ઉત્તરપ્રદેશથી ખાલી થઇ છે. યુપીના 31 રાજ્યસભા સાંસદોમાંથી 9 સદસ્યોનો કાર્યકાળ 2 એપ્રિલના રોજ પૂરો થઇ રહ્યો છે. બીજી બાજુ, બસપા સુપ્રીમો માયાવતીની સીટ પર પણ એપ્રિલમાં ચૂંટણી થવાની છે. માયાવતીએ ગયા વર્ષે જૂલાઇમાં રાજીનામું આપી દીધું હતું.

   - યુપીની 10 સીટો ઉપરાંત, બિહારની 6 રાજ્યસભા સીટ, મહારાષ્ટ્રની 6, મધ્યપ્રદેશની 5, પશ્ચિમ બંગાળની 5 અને કર્ણાટકની 4 સીટો પર ચૂંટણી થવાની છે. ચૂંટણી માટે 12 માર્ચ સુધી નોમિનેશન ભરી શકાય છે. 23 માર્ચના રોજ મતદાન થશે અને 23 માર્ચે જ વોટોનું કાઉન્ટિંગ પણ થશે.

   - હાલમાં ગૃહના 233 ઇલેક્ટેડ મેમ્બર્સ (12 નોમિનેટેડ મેમ્બર્સ સિવાયના)માંથી કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષના 123 રાજ્યસભા સદસ્યો છે, જ્યારે એનડીએના 83 સદસ્યો છે (બીજેપીના 58) અને ચાર અપક્ષના સદસ્યો પણ છે, જે બીજેપીના સમર્થક છે, જેમાં રાજીવ ચંદ્રશેખર, સુભાષ ચંદ્રા, સંજય દત્તાત્રેય કાકાડે અને અમરસિંહ છે. આ ઉપરાંત એઆઇએડીએમકે, જેના રાજ્યસભામાં 13 સદસ્યો છે, તેઓ પણ એનડીએની સાથે છે.

  • મોદી સરકારમાં એવા ઘણા મંત્રીઓ છે જે રાજ્યસભા સાંસદ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સરકારમાં એવા ઘણા મંત્રીઓ છે જે રાજ્યસભા સાંસદ છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP declared names of candidates for upcoming Rajyasabha election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top