ઇંધણના ભાવ પર સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ-ભાજપની જંગ, ટ્રોલ બાદ BJPની ચોખવટ

ભાજપે ગ્રાફની મદદથી UPA-NDAના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપ જ ટ્રોલ થયું.

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 01:44 PM
BJP Congress war on oil price but BJP troll on Social media

નેશનલ ડેસ્કઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ આ માટે મોદી સરકારને દોષી ગણાવી રહ્યાં છે, પરંતુ મોદી સરકાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ભાવમાં વધારા માટેનું કારણ જણાવી રહ્યાં છે. ભાવમાં સતત થતાં વધારાના વિરોધમાં સોમવારે આખું વિપક્ષ રસ્તા પર હતું, દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયાં અને અનેક જગ્યાએ હિંસા પણ થઈ. ત્યારે રસ્તા પરની લડાઈ બાદ હવે સોશ્યલ મીડિયા પર જંગ શરૂ થઈ છે.

સોશ્યલ મીડિયા પર શું થયું?


- પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલાં વધારાને કારણે વિપક્ષી હુમલાઓનો સામનો કરી રહેલાં ભાજપે સોમવારે ટ્વીટ કરી પ્રજાને ઓઈલના વધતાં જતા ભાવ અંગે સમજાવવાના પ્રયાસ કર્યાં. પરંતુ ભાજપનો આ દાંવ ઊંધો પડી ગયો છે.
- ભાજપના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી સોમવારે સાંજે 4:45 વાગ્યે ટ્વીટ કરી યુપીએ સરકાર અને એનડીએ સરકારમાં પેટ્રોલ-ડીઝલના ભાવોના અંતરને દેખાડવામાં આવ્યું.
- ભાજપે આ અંતરને ગ્રાફની મદદથી સમજાવ્યું, પરંતુ જે રીતે તેઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો તેનાથી કેસરિયા પાર્ટી જ ફસાઈ ગઈ.

ભાજપ થયું ટ્રોલ, કોંગ્રેસે ઉઠાવ્યો ફાયદો


- ભાજપને સતત સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યું અને કોંગ્રેસે પણ તરત જ આ વાતનો ફાયદો ઉઠાવ્યો.
- કોંગ્રેસે થોડી જ મિનિટોમાં એક નવો ગ્રાફ બનાવ્યો અને ભાજપને જવાબ આપ્યો. અને તેની ભૂલને પણ ઉજાગર કરી.
- આ બાદથી જ સોશ્યલ મીડિયા પર ભાજપના આ ગ્રાફની મજાક ઊડી રહી છે.

ભાજપની સ્પષ્ટતા


- સોશ્યલ મીડિયા પર ટ્રોલ અને કોંગ્રેસની મજાક બાદ ભાજપને આ ગ્રાફિક્સ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.
- ભાજપે ચોખવટ કરતાં જણાવ્યું કે ગ્રાફિક્સ બારને ટકાવારીના આધારે નાનો-મોટો રખાયો છે, કિંમતના આધારે નહીં.
- ભાજપે કહ્યું કે NDAના શાસનકાળમાં ઓઈલ પ્રાઈઝ 75.8 ટકા ઘટીને 13 ટકા થઈ ગઈ અને તેથી છેલ્લાં ગ્રાફિક્સ બારને નાનું રખાયું છે.

શું કહેવા માંગતુ હતું ભાજપ?


- જે ગ્રાફના કારણે ભારતીય જનતા પાર્ટી ટ્રોલ થઈ જેમાં તે મેસેજને તેઓ જનતા સુધી ન પહોંચાડી શક્યા જે તેમને કહેવું હતું.
- ગ્રાફમાં દેખાડવામાં આવ્યું કે કઈ રીતે 16 મે, 2009થી 16 મે, 2014 સુધી UPA સરકારના શાસનમાં પેટ્રોલની કિંમતોમાં 75.8 ટકાનો વધારો થયો હતો. અને કિંમત 40.62 રૂપિયાથી વધીને 71.41 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
- હવે ગ્રાફને યોગ્ય રીતે જોવામાં આવે તો ભાજપે જે વસ્તુઓનું અંતર રજૂ કર્યું છે તે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થઈ રહેલાં વધારાના છે પરંતુ ભાજપે આ અંતરને ટકાવારી મુજબ દર્શાવ્યું છે.
- ભાજપના ગ્રાફ મુજબ UPAના પાંચ વર્ષમાં પેટ્રોલના ભાવ 75 ટકા અને NDAના ચાર વર્ષમાં માત્ર 13%નો જ વધારો થયો છે.

- આ રીતે જ ડીઝલના ભાવમાં થયું. ભાજપે ડીઝલના ભાવોને સમજાવતાં ગ્રાફમાં દેખાડ્યું કે ડીઝલના ભાવ 2009થી 2014 સુધી UPA સરકારના સમયમાં 83.7% વધ્યાં. અને કિંમત 30.86થી વધીને 56.71 રૂપિયા સુધી પહોંચી ગઈ.
- પરંતુ ભાજપના શાસનમાં 16 મે, 2014થી 10 સપ્ટેમ્બર, 2018 સુધીમાં ભાવમાં 28 ટકાનો જ વધારો થયો.
- ડીઝલના ભાવ 56.71 રૂપિયાથી વધીને 72.83 રૂપિયા થયા.
- ભાજપના જણાવ્યા મુજબ UPAના 5 વર્ષમાં ડીઝલના ભાવમાં 83% જ્યારે NDAના શાસનમાં માત્ર 28%નો વધારો થયો.

ગ્રાફથી લોકો શું સમજ્યાં?


- ટ્વિટર પર ગ્રાફ રજૂ કરી ભાજપ સમજાવતાં માંગતુ હતું કે મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઘણી ધીમી ગતિએ થયો હતો. પરંતુ જે રીતે ગ્રાફ દેખાડ્યો તેઓ ટ્રોલ થયાં.
- ગ્રાફમાં દેખાડ્યું કે કઈ રીતે પેટ્રોલના ભાવ 71થી 80 સુધી આવી ગયાં, પરંતુ ગ્રાફમાં એ રીતે રજૂ કરાયું કે જાણે ભાવ ઘટી રહ્યાં છે. પરંતુ હકિકતમાં વધ્યાં છે. તેવી જ રીતે ડીઝલના ગ્રાફમાં પણ થયું હતું.

કોંગ્રેસે દેખાડ્યો અરીસો


- ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી જેવું ગ્રાફ શેર થયું કે તરજ સોશ્યલ મીડિયા પર ટ્રોલ થવાનું શરૂ થઈ ગયું. અને કોંગ્રેસે તેનો ફાયદો ઉઠાવ્યો.
- કોંગ્રેસે થોડી જ મિનિટોમાં ભાજપના તે જ ગ્રાફમાં થોડી વસ્તુઓ ઉમેરીને ટ્વીટ કર્યું.
- કોંગ્રેસ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે જ્યારે UPAના કાર્યકાળ ચાલી રહ્યો હતો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ સતત વધી રહ્યાં હતા.
- કોંગ્રેસ સમજાવ્યું કે ઈન્ટરનેશનલ સ્તરે વધુ ભાવ હોવા છતાં ભારતમાં ભાવ આટલાં વધારે ન હતા. પરંતુ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઓછા છે તો પણ મોદી સરકારે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી રાખ્યાં છે.

X
BJP Congress war on oil price but BJP troll on Social media
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App