ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Karnataka Election: BJP Congress made 2 war rooms in Banglore Having active Social Media team

    કર્ણાટક: બીજેપી-કોંગ્રેસે બનાવ્યા 2 વોર રૂમ, સોશિયલ મીડિયા ટીમ સક્રિય

    divyabhaskar.com | Last Modified - May 07, 2018, 10:04 AM IST

    કર્ણાટક ચૂંટણીમાં રેલીઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટીઓ વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે
    • બીજેપી-કોંગ્રેસ બંનેના વોર રૂમમાં 25-30 લોકોની ટીમ છે. તેમાં એન્જિનિયર, વકીલ પણ છે. (પ્રતીકાત્મક)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બીજેપી-કોંગ્રેસ બંનેના વોર રૂમમાં 25-30 લોકોની ટીમ છે. તેમાં એન્જિનિયર, વકીલ પણ છે. (પ્રતીકાત્મક)

      બેંગલુરૂ: કર્ણાટક ચૂંટણીમાં રેલીઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટીઓ વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. બેંગલુરૂમાં બીજેપી અને કોંગ્રેસના વોર રૂમમાં તહેનાત ટીમો એકબીજાને દરેક વાતનો જવાબ આપી રહી છે. પછી તે નેતાઓના નિવેદન હોય કે પછી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા પોસ્ટર, મીમ, કાર્ટુન અથવા વીડિયો હોય. રવિવારે સિદ્ધારમૈયાની ટીમે મોદીના ટ્રિપલ પી (પુડુચ્ચેરી, પંજાબ, પરિવાર કોંગ્રેસ)ના જવાબમાં બીજેપીને ટ્રિપલ પી (પ્રિઝન, પ્રાઇઝ રાઇઝ અને પકોડા પાર્ટી) જણાવી.

      23,000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, દરેકમાં 80-100 લોકો છે

      - બેંગલુરૂ બીજેપીના બે વોર રૂમ છે. તેમાં આઇઆઇએમ સ્ટુડન્ટ્સ, વકીલો, જર્નાલિસ્ટ્સની 30 લોકોની ટીમ છે.

      - ઓફિસ પાર્ટી મુખ્યાલયની પાસે જ છે. પાર્ટી નેતા વોર રૂમને નિયમિત રીતે બ્રીફ કરે છે.
      - સોશિયલ મીડિયા ટીમના તમામ સભ્યો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. તેમાં બીજેપી વોલન્ટિયર્સ પણ સામેલ છે.
      - એક ટીમ બીજેપી અને બીજી ટીમ યેદિયુરપ્પા પર કામ કરી રહી છે. ટીમે 23, 000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. દરેક ગ્રુપમાં 80-100 લોકો જોડાયેલા છે.

      સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન 4 લોકોની ટીમ જોઇ રહી છે

      - કોંગ્રેસના વોર રૂમમાં 25થી 30 લોકોની ટીમ છે. તેમાં કોંગ્રેસના વોલન્ટિયર્સ પણ સામેલ છે.

      - આ ટીમનો દાવો છે કે તેઓ 1 કલાકમાં એકથી બે લાખ લોકોને કોંગ્રેસના પક્ષમાં મેસેજ મોકલે છે.
      - ટીમ ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી કામ કરી રહી છે. તેણે જ 'હમારા બેંગલુરૂ, હમારા ગૌરવ' કેમ્પેઇન લોન્ચ કર્યું હતું.
      - સીએમ સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન એક અલગ ટીમ જોઇ રહી છે. તેમાં પણ લગભગ 30 લોકો કામ કરી રહ્યા છે. સીએમની 3-4 લોકોની કોર ટીમમાં પણ છે.

    • કોંગ્રેસના cmokarnatak નામના ફેસબુર પોજ પર ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોંગ્રેસના cmokarnatak નામના ફેસબુર પોજ પર ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ છે.

      બેંગલુરૂ: કર્ણાટક ચૂંટણીમાં રેલીઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટીઓ વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. બેંગલુરૂમાં બીજેપી અને કોંગ્રેસના વોર રૂમમાં તહેનાત ટીમો એકબીજાને દરેક વાતનો જવાબ આપી રહી છે. પછી તે નેતાઓના નિવેદન હોય કે પછી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા પોસ્ટર, મીમ, કાર્ટુન અથવા વીડિયો હોય. રવિવારે સિદ્ધારમૈયાની ટીમે મોદીના ટ્રિપલ પી (પુડુચ્ચેરી, પંજાબ, પરિવાર કોંગ્રેસ)ના જવાબમાં બીજેપીને ટ્રિપલ પી (પ્રિઝન, પ્રાઇઝ રાઇઝ અને પકોડા પાર્ટી) જણાવી.

      23,000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, દરેકમાં 80-100 લોકો છે

      - બેંગલુરૂ બીજેપીના બે વોર રૂમ છે. તેમાં આઇઆઇએમ સ્ટુડન્ટ્સ, વકીલો, જર્નાલિસ્ટ્સની 30 લોકોની ટીમ છે.

      - ઓફિસ પાર્ટી મુખ્યાલયની પાસે જ છે. પાર્ટી નેતા વોર રૂમને નિયમિત રીતે બ્રીફ કરે છે.
      - સોશિયલ મીડિયા ટીમના તમામ સભ્યો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. તેમાં બીજેપી વોલન્ટિયર્સ પણ સામેલ છે.
      - એક ટીમ બીજેપી અને બીજી ટીમ યેદિયુરપ્પા પર કામ કરી રહી છે. ટીમે 23, 000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. દરેક ગ્રુપમાં 80-100 લોકો જોડાયેલા છે.

      સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન 4 લોકોની ટીમ જોઇ રહી છે

      - કોંગ્રેસના વોર રૂમમાં 25થી 30 લોકોની ટીમ છે. તેમાં કોંગ્રેસના વોલન્ટિયર્સ પણ સામેલ છે.

      - આ ટીમનો દાવો છે કે તેઓ 1 કલાકમાં એકથી બે લાખ લોકોને કોંગ્રેસના પક્ષમાં મેસેજ મોકલે છે.
      - ટીમ ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી કામ કરી રહી છે. તેણે જ 'હમારા બેંગલુરૂ, હમારા ગૌરવ' કેમ્પેઇન લોન્ચ કર્યું હતું.
      - સીએમ સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન એક અલગ ટીમ જોઇ રહી છે. તેમાં પણ લગભગ 30 લોકો કામ કરી રહ્યા છે. સીએમની 3-4 લોકોની કોર ટીમમાં પણ છે.

    • બીજેપીના bjp4karnataka નામના ફેસબુક અકાઉન્ટ પર આશરે 4.9 લાખથી વધુ ફોલોઅર્સ છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બીજેપીના bjp4karnataka નામના ફેસબુક અકાઉન્ટ પર આશરે 4.9 લાખથી વધુ ફોલોઅર્સ છે.

      બેંગલુરૂ: કર્ણાટક ચૂંટણીમાં રેલીઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ પાર્ટીઓ વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. બેંગલુરૂમાં બીજેપી અને કોંગ્રેસના વોર રૂમમાં તહેનાત ટીમો એકબીજાને દરેક વાતનો જવાબ આપી રહી છે. પછી તે નેતાઓના નિવેદન હોય કે પછી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા પોસ્ટર, મીમ, કાર્ટુન અથવા વીડિયો હોય. રવિવારે સિદ્ધારમૈયાની ટીમે મોદીના ટ્રિપલ પી (પુડુચ્ચેરી, પંજાબ, પરિવાર કોંગ્રેસ)ના જવાબમાં બીજેપીને ટ્રિપલ પી (પ્રિઝન, પ્રાઇઝ રાઇઝ અને પકોડા પાર્ટી) જણાવી.

      23,000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, દરેકમાં 80-100 લોકો છે

      - બેંગલુરૂ બીજેપીના બે વોર રૂમ છે. તેમાં આઇઆઇએમ સ્ટુડન્ટ્સ, વકીલો, જર્નાલિસ્ટ્સની 30 લોકોની ટીમ છે.

      - ઓફિસ પાર્ટી મુખ્યાલયની પાસે જ છે. પાર્ટી નેતા વોર રૂમને નિયમિત રીતે બ્રીફ કરે છે.
      - સોશિયલ મીડિયા ટીમના તમામ સભ્યો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. તેમાં બીજેપી વોલન્ટિયર્સ પણ સામેલ છે.
      - એક ટીમ બીજેપી અને બીજી ટીમ યેદિયુરપ્પા પર કામ કરી રહી છે. ટીમે 23, 000 વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. દરેક ગ્રુપમાં 80-100 લોકો જોડાયેલા છે.

      સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન 4 લોકોની ટીમ જોઇ રહી છે

      - કોંગ્રેસના વોર રૂમમાં 25થી 30 લોકોની ટીમ છે. તેમાં કોંગ્રેસના વોલન્ટિયર્સ પણ સામેલ છે.

      - આ ટીમનો દાવો છે કે તેઓ 1 કલાકમાં એકથી બે લાખ લોકોને કોંગ્રેસના પક્ષમાં મેસેજ મોકલે છે.
      - ટીમ ગયા વર્ષના ઓગસ્ટ મહિનાથી કામ કરી રહી છે. તેણે જ 'હમારા બેંગલુરૂ, હમારા ગૌરવ' કેમ્પેઇન લોન્ચ કર્યું હતું.
      - સીએમ સિદ્ધારમૈયાનું ડિજિટલ કેમ્પેઇન એક અલગ ટીમ જોઇ રહી છે. તેમાં પણ લગભગ 30 લોકો કામ કરી રહ્યા છે. સીએમની 3-4 લોકોની કોર ટીમમાં પણ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Karnataka Election: BJP Congress made 2 war rooms in Banglore Having active Social Media team
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top