Home » National News » Latest News » National » અમિત શાહનું મુંબઈમાં બીજેપી સ્થાપના દિવસે સંબોધન | BJP Celebrating 39th foundation day Amit Shah addressed rally in Mumbai

મોદીના પૂરથી ડરી સાપ-નોળિયો-કૂતરો સાથે ચૂંટણી લડશેઃ મુંબઈમાં શાહ

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 04:43 PM

કેન્દ્ર ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાનો 39મો સ્થાપના દિવસ જોરશોરથી ઊજવી રહી છે

 • મુંબઈ: કેન્દ્ર ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી પોતાનો 39મો સ્થાપના દિવસ જોરશોરથી ઊજવી રહી છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે મુંબઈમાં એક મોટી રેલીને સંબોધિત કરી. આ રેલીમાં શાહે કહ્યું કે, મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 સંસદીય ક્ષેત્રોના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે.

  બીજેપીના કાર્યકર્તાઓએ સૌથી વધુ બલિદાન આપ્યા

  - રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે ભારતના લોકતંત્રના ઇતિહાસમાં બીજેપીના કાર્યકર્તાઓએ સૌથી વધુ બલિદાન આપ્યા છે.

  - શાહે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને પાર્ટીના અસલી માલિક ગણાવ્યા છે. 38 વર્ષ પહેલા અટલજીએ મુંબઈમાં બીજેપીની સ્થાપના કરી હતી.

  - ત્યારે તેમણે કહ્યું હતું કે 'અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખિલેગા.' આજે આખા દેશમાં કમળ ખિલેલું છે.


  વિપક્ષમાં મોદીની લહેરનો ડર

  - અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે તો જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે, પરંતુ વટવૃક્ષ ઊભું રહે છે. જ્યારે પૂર આવે છે ત્યાપે સાપ-કૂતરા-બિલાડી બધા પોતપોતાને બચાવવા માટે ઝાડ પર ચડી જાય છે.

  - શાહે કહ્યું કે મોદીના પૂરના ડરથી સાપ, નોળિયો, કૂતરો બધા એકસાથે ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. આજે મોદીજીના નેતૃત્વમાં બીજેપીની સરકાર 20થી વધુ રાજ્યોમાં છે. 2019માં એકવાર ફરી બીજેપી બહુમતીથી સરકાર બનાવશે.

  પોતાની ચાર પેઢીનો હિસાબ આપે રાહુલ

  - શાહે કહ્યું કે અમારી પાર્ટી 10 સભ્યોથી શરૂ થઇ હતી, આજે 11 કરોડ સભ્યો છે. પહેલા અમારા 2 લોકસભા સદસ્યો હતા, પરંતુ આજે પોતાના દમ પર બહુમતની સરકાર ચલાવી રહ્યા છીએ.

  - શાહે રાહુલ ગાંધીના પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે અત્યારે પણ રાહુલજી શરદ પવારની સાથે બેસે છે. રાહુલ મોદી સરકાર પાસે સાડા ચાર વર્ષનો હિસાબ માંગે છે પરંતુ પોતાની ચાર પેઢીઓનો હિસાબ આપતા નથી.
  - શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાકના યોગ્ય ભાવ માંગતા થાકી ગયા, પરંતુ તેમને ક્યારેય તેમનો હક ન મળ્યો. બીજેપીએ ખેડૂતોને દોઢગણા ટેકાના ભાવ આપવાનું વચન આપ્યું છે.
  - રાહુલ બાબાને સમજ નથી કે સર્જિકલ સ્ટ્રાઇકથી દેશને જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. શાહે કહ્યું કે રાહુલ ગાંધી અમારા વિશે અસત્ય ફેલાવી રહ્યા છે. બીજેપી ક્યારેય અનામત નહીં હટાવે અને ન તો કોઇને હટાવવા દેશે.
  - વિપક્ષે સંસદને ચાલવા ન દીધી. પરંતુ અમે સંસદની અંદર અને સંસદની બહાર ચર્ચા માટે તૈયાર છીએ.

  આ રેલી મિશન 2019 માટે બીજેપીનું બ્યુગલ

  - મુંબઈમાં આયોજિત આ રેલીમાં બીજેપીના દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં બીજેપીના મોટા નેતાઓના ભાષણના વીડિયો સંભળાવવામાં આવ્યા, જેમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે સહિત ઘણા નેતાઓના ભાષણો સંભળાવવામાં આવ્યા.

  - આ રેલીને મિશન 2019 માટે બીજેપી તરફથી બ્યુગલ બજાવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે.
  - એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેલીમાં આશરે 3 લાખ કાર્યકર્તાઓ સામેલ થયા. આ માટે 28 ટ્રેન, 5000 બસોમાંથી કાર્યકર્તાઓ દેશના ઘણા હિસ્સામાંથી મુંબઈ પહોંચ્યા હતા.
  - રેલીને સંબોધ્યા પછી અમિત શાહ અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ રેલીની અન્ય તસવીરો

 • અમિત શાહનું મુંબઈમાં બીજેપી સ્થાપના દિવસે સંબોધન | BJP Celebrating 39th foundation day Amit Shah addressed rally in Mumbai
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે તો જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે, પરંતુ વટવૃક્ષ ઊભું રહે છે. (ફાઇલ)
 • અમિત શાહનું મુંબઈમાં બીજેપી સ્થાપના દિવસે સંબોધન | BJP Celebrating 39th foundation day Amit Shah addressed rally in Mumbai
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિત શાહે મુંબઈમાં રેલીને સંબોધન કર્યું.
 • અમિત શાહનું મુંબઈમાં બીજેપી સ્થાપના દિવસે સંબોધન | BJP Celebrating 39th foundation day Amit Shah addressed rally in Mumbai
  આ રેલીમાં બીજેપીના દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ