Home » National News » Latest News » National » BJP attack on Rahul Gandhi on day of his Kailash Man sarovar Yatra

સંબિત પાત્રાએ રાહુલને કહ્યા ચાઇનીઝ ગાંધી, પૂછ્યું- ચીનના પ્રવક્તા જેવું કેમ વર્તો છો?

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 04:56 PM

ભાજપે રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાને લઈને સવાલ કર્યાં અને પૂછ્યું કે તેઓ ચીનમાં કોને મળવાના છે?

 • BJP attack on Rahul Gandhi on day of his Kailash Man sarovar Yatra
  રાહુલ ભારતીય પ્રવક્તાની જેમ વાત કરવાને બદલે ચીનના પ્રવક્તાની જેમ કેમ રજૂ થાય છે- સંબિત પાત્રા

  નવી દિલ્હીઃ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતાં પાત્રાએ કહ્યું કે, "રાહુલને માત્ર ચીન પર જ વિશ્વાસ છે. તેઓને તેમની સાથે પ્રેમ છે. તેઓ ચીન પાસેથી શિખવાનો વીડિયો ટ્વીટ કરે છે. ડોકલામ સમયે તેઓએ ચીન સાથે ગુપચુપ રીતે વાત કરી. તેઓ કેમ મળ્યાં? તેઓને આ અંગે કોઈ જાણકારી નથી. રાહુલે જર્મનીમાં ડોકલામને લઈને કહ્યું કે આ અંગે તેઓ કંઈજ નથી જાણતા."

  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પ્રવક્તા બોલ્યાં કે, "ડોકલામ વિવાદ સમયે રાહુલે રાત્રે પરિવાર સહિત ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી. પરંતુ ભારત સરકારને વિશ્વાસમાં ન લીધા. પહેલાં કોંગ્રેસે આ મુલાકાતને ફગાવી પણ બાદમાં આ અંગેનો સ્વીકાર કરવો પડ્યો. કેમ તેઓ વિશ્વભરમાં ચીનના ગુણગાન ગાઈ રહ્યાં છે. તેઓ ચીનનો પ્રચાર એવી રીતે કરે છે, જાણે ચીને તેમને આ કામ માટે જ રાખ્યાં હોય."

  રાહુલની માનસરોવર યાત્રા અંગે ભાજપના સવાલ


  - રાહુલ ગાંધી શુક્રવારથી માનસરોવર યાત્રા પર જઈ રહ્યાં છે ત્યારે આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે.
  - રાહુલ ગાંધી દ્વારા ચીનના રસ્તે માનસરોવર પર જવાના નિર્ણય અંગે સવાલ ઉઠાવ્યાં છે.
  - ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલની યાત્રા પર સવાલ કરતાં પૂછ્યું કે, "જો રાહુલ ગાંધીને ચીન અંગે જાણવું હતું તો તેઓ NSA સાથે વાતચીત કરી શકતા હતા."
  - પાત્રાએ વધુમાં કહ્યું કે, "અમારા માસ્ટર તો નરેન્દ્ર મોદી છે, પરંતુ રાહુલના માસ્ટર કોણ છે, તે અંગે કંઈ જાણકારી નથી."
  - સાથે જ પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી પહેલાં તે જાણકારી આપે કે તેઓ ચીનમાં કોને કોને મળવાના છે.
  - સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા રાહુલ ગાંધીને ચાઈનીઝ ગાંધી પણ કહ્યાં.

  માનસરોવર કેમ જઈ રહ્યાં છે રાહુલ?


  - મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધીની આ યાત્રા 12 દિવસની હશે. પ્રાપ્ત થતી જાણકારી મુજબ રાહુલ ગાંધી 12 સપ્ટેમ્બર દિલ્હી પરત ફરી શકે છે. રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી દરમિયાન પોતાના વિમાનમાં આવેલી ગડબડી દરમિયાન કૈલાશ માનસરોવરની યાત્રાનો નિર્ણય લીધો હતો.

  ડોકલામ અંગે કંઈ જાણતા જ નથી રાહુલ- સંબિત પાત્રા


  - પાત્રાએ વધુમાં કહ્યું કે, "જર્મનીમાં જ્યારે રાહુલ ગાંધીને ડોકલામને લઈને સવાલ પૂછવામાં આવ્યાં તો તેઓએ કહ્યું કે મને આ અંગે વધુ માહિતી નથી. જ્યારે તમને જાણકારી જ નથી તો તમે ડોકલામને ધોખાલામ કઈ રીતે કહ્યું? રાહુલને ચીન સાથે ઘણો જ લગાવ છે. તેઓ દરેક ચીજ પર હંમેશા ચીનનું જ ઉદાહરણ આપે છે. પરંતુ ક્યારેય ભારતીયતાની કોઈ વાત નથી કરતા."

  'રાહુલ ચીનના પ્રવક્તા છે?'


  - ભાજપના પ્રવકતા આટલેથી ન અટકતાં તેઓએ વધુમાં કહ્યું કે, "રાહુલ ભારતીય પ્રવક્તાની જેમ વાત કરવાને બદલે ચીનના પ્રવક્તાની જેમ કેમ રજૂ થાય છે?"
  - સંબિત પાત્રાની પ્રેસ કોન્ફરન્સ પછી ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ અને તેમના કથિત ચીન પ્રેમને લઈને એક વીડિયો પણ જાહેર કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ