Home » National News » Desh » Birthday Special story of revolutionary Chandra Shekhar Azad How he hid in Jhansi from Birtishers

આ નાનકડી ગુફામાં રહેતા હતા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ, મંદિરમાં પૂજારી બની અંગ્રેજોની આંખમાં નાંખતા ધૂળ

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 12:42 PM

ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ, 1906ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભંવરા ગામમાં થયો હતો

 • Birthday Special story of revolutionary Chandra Shekhar Azad How he hid in Jhansi from Birtishers
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આઝાદે પોતાની જિંદગીના 10 વર્ષ ભાગેડુ અવસ્થામાં જ વીતાવ્યા હતા.

  ઝાંસી: ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ, 1906ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભંવરા ગામમાં થયો હતો. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં આઝાદનું નામ ક્રાંતિકારીના રૂપમાં મશહૂર છે. આ પ્રસંગે ભાસ્કર તેમની સાથે જોડાયેલી વિશેષ વાતો વાચકોને જણાવી રહ્યું છે. આઝાદે પોતાની જિંદગીના 10 વર્ષ ભાગેડુ અવસ્થામાં જ વીતાવ્યા હતા. અંગ્રેજોથી છુપાવા માટે તેમણે ઝાંસીમાં એક નાનકડી ગુફા બનાવી હતી, જે 4 ફૂટ પહોળી અને 8 ફૂટ ઊંડી હતી. તેમાં તેઓ અનેક દિવસો સુધી છુપાયેલા રહેતા હતા.

  1921માં અંગ્રેજોએ સંભળાવી હતી 25 કોરડાઓની સજા

  - પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આઝાદ ઝાંસીની સાથે-સાથે મધ્યપ્રદેશના ઓરછામાં પણ રહેતા હતા. તેઓ ઓરછા પાસે સાતાર નદીના કિનારે બનેલી એક નાનકડી કુટિરમાં રહેતા હતા. અહીંયા રહીને તેમણે પૂજારીનો વેશ ધારણ કર્યો. મંદિર સહિત તે કુટિર આજે પણ ત્યાં જ ઊભા છે.

  - મળતી માહિતી પ્રમાણે, 1921માં અંગ્રેજોએ તેમને 25 કોરડાઓની સજા સંભળાવી હતી. 9 ઓગસ્ટ, 1925ના રોજ કાકોરી કાંડ પછી અંગ્રેજી હુકૂમત તેમની પાછળ પડી ગઇ. તેઓ સાંડર્સની હત્યા, કાકોરી કાંડ અને અસેમ્બલીમાં બોમ્બકાંડ પછી ફરાર થઇને ઝાંસી આવી ગયા હતા.

  ઝાંસીમાં હતા ભાઈ જેવા મિત્રો

  - બીકેડી ડિગ્રી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બાબુલાલ તિવારીએ કહ્યું, "આઝાદે 4 વર્ષ ઝાંસીમાં પસાર કર્યા હતા. અહીંયા તેઓ ક્રાંતિકારી રૂદ્રનારાયણ સક્સેનાના ઘરમાં રહેતા હતા. 1925માં ઝાંસીમાં પાર્ટીનું ગઠન થઇ રહ્યું હતું તે દરમિયાન ચંદ્રશેખર અને રૂદ્રનારાયણની મુલાકાત થઇ હતી."

  - "ધીમે-ધીમે બંનેની દોસ્તી ગાઢ થતી ગઇ. ચંદ્રશેખર તેમને પોતાના ભાઈ માનવા લાગ્યા. અહીંયા રહેવાના થોડાક જ સમયમાં ચંદ્રશેખર ઘરના તમામ સભ્યો સાથે સંપૂર્ણ રીતે હળીમળી ગયા."
  - "અંગ્રેજોના દરોડાથી બચવા માટે ચંદ્રશેખર એક રૂમમાં નીચે બનાવેલા ભોંયરામાં રહેતા હતા. અહીંયા તેઓ રૂદ્રનારાયણ, સચિન્દ્રનાથ બક્ષી, ખનિયાધાનાના મહારાજ કહલકસિંહ જુદેવ, મહારાજા બદરીબજરંગ બહાદુર સિંહ, વિશ્વનાથ, ભગવાન દાસ માહૌર અને સદાશિવરાવની સાથે આઝાદીની યોજના બનાવતા હતા. હવે આ ઘરને બંધ કરી દેવામાં આવ્યું છે."

  આ પણ વાંચો: કોઇ હરાવી નહોતું શક્યું આ પહેલવાનને, પથ્થરના ડંબેલ-હંસલીથી બનાવી હતી બોડી

  વેશ બદલવામાં માહિર હતા આઝાદ

  - 1924માં ઝાંસી જિલ્લાના મુખ્યાલયથી લગભગ 14 કિલોમીટર દૂર સાતાર નદીના કિનારે જંગલમાં આઝાદે પોતાના અજ્ઞાતવાસનું દોઢ વર્ષ વીતાવ્યું. આ દરમિયાન તેમણે અહીંયા એક હનુમાન મંદિરની સ્થાપના પણ કરી હતી.

  - આ મંદિરમાં રહેલા પૂજારી પ્રભુદયાલે કહ્યું, "અહીંયા આવ્યા પછી આઝાદે તે અંગ્રેજ ઓફિસરને ત્યાં ડ્રાઇવિંગ કર્યું, જેમને તેની શોધમાં લગાવવામાં આવ્યા હતા. તેઓ 8 મહિના સુધી તેમને ત્યાં ગાડી ચલાવતા રહ્યા અને પોતાની શોધ કરાવતા રહ્યા."
  - "અહીંયા તેમણે પોતાનું નામ હરિશંકર રાખી લીધું હતું, જેથી તેમની ઓળખ ન થઇ શકે. જ્યારે તે ઓફિસરને તેમના પર શંકા ગઇ, ત્યાં સુધીમાં આઝાદ ત્યાંથી ભાગી નીકળ્યા અને પૂજારીનો વેશ ધારણ કરી લીધો."
  - "તેમણે અંગ્રેજોથી બચવા માટે પોતાના હાથથી એક ગુફા ખોદી, જેનો ઉપયોગ તેઓ જંગલમાં ભાગવા માટે કરતા હતા અને એક કૂવો ખોદ્યો જેનું તેઓ પાણી પીતા હતા. આ ગુફા અને કૂવો આજે પણ આવેલા છે. અંગ્રેજો મંદિરની આસપાસ આવતા હતા, ત્યારે તેઓ આ જ ગુફામાંથી થઇને નીકળતા હતા. હાલ તેમાં તિરાડો પડી ચૂકી છે."

  આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય ફોટાઓ

 • Birthday Special story of revolutionary Chandra Shekhar Azad How he hid in Jhansi from Birtishers
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આઝાદ ઝાંસીની સાથે-સાથે મધ્યપ્રદેશના ઓરછામાં પણ રહેતા હતા.
 • Birthday Special story of revolutionary Chandra Shekhar Azad How he hid in Jhansi from Birtishers
  સાંડર્સની હત્યા, કાકોરી કાંડ અને અસેમ્બલીમાં બોમ્બકાંડ પછી ફરાર થઇને ઝાંસી આવી ગયા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ