ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bill Melinda Gates Foundation Announces USD 170 Mn For Women Empowerment

  ભારત સહિત 4 દેશોમાં મહિલાઓ માટે કામ કરશે બિલ ગેટ્સ ફાઉન્ડેશન, 1100 Crનું રોકાણ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 02:35 PM IST

  ગેટ્સ ફાઉન્ડેશન ભારત સિવાય કેન્યા, તંજાનિયા અને યુગાન્ડામાં પણ મહિલા સશક્તિકરણ માટે રોકાણ કરશે.
  • બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઉનાન્શિયલ ઇન્ક્યૂઝન, મહિલાઓ માટે રોજગાર અને મહિલાઓને એગ્રીકલ્ચર ફિલ્ડમાં સપોર્ટ કરવા જેવા ફીલ્ડ સામેલ કરવામાં આવ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઉનાન્શિયલ ઇન્ક્યૂઝન, મહિલાઓ માટે રોજગાર અને મહિલાઓને એગ્રીકલ્ચર ફિલ્ડમાં સપોર્ટ કરવા જેવા ફીલ્ડ સામેલ કરવામાં આવ્યા છે. (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ભારત સહિત 4 દેશોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે 1100 કરોડ રૂપિયા (170 મિલિયન અમેરિકન ડોલર) રોકાણ કરવાની જાહેરાત કરી છે. ભારત સિવાય કેન્યા, તંજાનિયા અને યુગાન્ડાને પણ તેમાં સામેલ કર્યુ છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ જાહેરાત ઇન્ટરનેશનલ મહિલા દિવસ (8 માર્ચ)ના એક દિવસ પહેલાં કરી છે.

   આ ફિલ્ડ્સને મળશે પ્રાયોરિટી

   - ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન, મહિલાઓ માટે રોજગાર અને તેઓને એગ્રીકલ્ચરમાં સપોર્ટ કરવા જેવા ફિલ્ડ સામેલ કરવામાં આવ્યા છે.
   - ફાઉન્ડેશનના કો-ચેરપર્સન મિલિન્ડા ગેટ્સ અનુસાર, મહિલાઓ આર્થિક રીતે પોતાના અને પરિવારના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. જ્યારે મહિલાઓની પાસે પોતાના પૈસાય હોય છે અને તે ખર્ચ કરવાની આઝાદી હોય છે, ત્યારે તેઓમાં વિશ્વાસ અને તાકાતમાં વધારો થાય છે. આનાથી મહિલાએ એવા અલિખિત નિયમોને પણ બદલી નાખે છે જેમાં મહિલાઓને પુરૂષોથી ઓછા આંકવામાં આવે છે.
   - ફાઉન્ડેશનની માનીએ તો આ ઇન્વેસ્ટમેન્ટ તેમના પાછલા કમિટમેન્ટ પર આધારિત છે, તેમાં લિંગ સમાનતા માટે 519 કરોડ 64 લાખ (80 મિલિયન અમેરિકન ડોલર) અને મહિલાઓના આંદોલનને સમર્થન આપવા માટે 129 કરોડ 91 લાખ રૂપિયા (20 મિલિયન અમેરિકન ડોલર)નું રોકાણ કરવામાં આવ્યું હતું.

   જીડીપીમાં ગ્રોથમાં મદદરૂપ થાય છે મહિલાઓ

   - ફાઉન્ડેશના ડેટાનો હવાલો આપતા કહ્યું કે, જ્યારે જ્યારે મહિલાઓને ઘરની બહાર કામ કરવાનો અથવા ફાઇનાન્શિયલ સર્વિસમાં ભાગ લેવાનો મોકો મળે છે તો તેમનો પરિવાર ગરીબીમાંથી બહાર નિકળે છે અને દેશની જીડીપીમાં ગ્રોથ થાય છે.
   - ફાઉન્ડેશન અનુસાર, મહિલાઓના હાથમાં કૅશ અથવા મોબાઇલ મની જેવા ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય છે, તો આ તેમના અને પરિવારના ભવિષ્યને પ્રભાવિત કરે છે.
   - ફાઉન્ડેશનમાં જેન્ડર ઇક્વાલિટીની ડાયરેક્ટર સારા હેરિક્સના જણાવ્યા અનુસાર, અમારો ઉદ્દેશ્ય મહિલાઓ અને યુવતીઓને વધુમાં વધુ આર્થિક અવસર આપવાનો છે. જેથી તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન મેળવે.

  • ગેટ્સે 2000માં માઇક્રોસોફ્ટ સીઇઓ પદ છોડ્યા બાદ પત્ની મિલિન્ડા સાથે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બનાવ્યું હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેટ્સે 2000માં માઇક્રોસોફ્ટ સીઇઓ પદ છોડ્યા બાદ પત્ની મિલિન્ડા સાથે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન બનાવ્યું હતું. (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ભારત સહિત 4 દેશોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે 1100 કરોડ રૂપિયા (170 મિલિયન અમેરિકન ડોલર) રોકાણ કરવાની જાહેરાત કરી છે. ભારત સિવાય કેન્યા, તંજાનિયા અને યુગાન્ડાને પણ તેમાં સામેલ કર્યુ છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ જાહેરાત ઇન્ટરનેશનલ મહિલા દિવસ (8 માર્ચ)ના એક દિવસ પહેલાં કરી છે.

   આ ફિલ્ડ્સને મળશે પ્રાયોરિટી

   - ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન, મહિલાઓ માટે રોજગાર અને તેઓને એગ્રીકલ્ચરમાં સપોર્ટ કરવા જેવા ફિલ્ડ સામેલ કરવામાં આવ્યા છે.
   - ફાઉન્ડેશનના કો-ચેરપર્સન મિલિન્ડા ગેટ્સ અનુસાર, મહિલાઓ આર્થિક રીતે પોતાના અને પરિવારના જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. જ્યારે મહિલાઓની પાસે પોતાના પૈસાય હોય છે અને તે ખર્ચ કરવાની આઝાદી હોય છે, ત્યારે તેઓમાં વિશ્વાસ અને તાકાતમાં વધારો થાય છે. આનાથી મહિલાએ એવા અલિખિત નિયમોને પણ બદલી નાખે છે જેમાં મહિલાઓને પુરૂષોથી ઓછા આંકવામાં આવે છે.
   - ફાઉન્ડેશનની માનીએ તો આ ઇન્વેસ્ટમેન્ટ તેમના પાછલા કમિટમેન્ટ પર આધારિત છે, તેમાં લિંગ સમાનતા માટે 519 કરોડ 64 લાખ (80 મિલિયન અમેરિકન ડોલર) અને મહિલાઓના આંદોલનને સમર્થન આપવા માટે 129 કરોડ 91 લાખ રૂપિયા (20 મિલિયન અમેરિકન ડોલર)નું રોકાણ કરવામાં આવ્યું હતું.

   જીડીપીમાં ગ્રોથમાં મદદરૂપ થાય છે મહિલાઓ

   - ફાઉન્ડેશના ડેટાનો હવાલો આપતા કહ્યું કે, જ્યારે જ્યારે મહિલાઓને ઘરની બહાર કામ કરવાનો અથવા ફાઇનાન્શિયલ સર્વિસમાં ભાગ લેવાનો મોકો મળે છે તો તેમનો પરિવાર ગરીબીમાંથી બહાર નિકળે છે અને દેશની જીડીપીમાં ગ્રોથ થાય છે.
   - ફાઉન્ડેશન અનુસાર, મહિલાઓના હાથમાં કૅશ અથવા મોબાઇલ મની જેવા ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય છે, તો આ તેમના અને પરિવારના ભવિષ્યને પ્રભાવિત કરે છે.
   - ફાઉન્ડેશનમાં જેન્ડર ઇક્વાલિટીની ડાયરેક્ટર સારા હેરિક્સના જણાવ્યા અનુસાર, અમારો ઉદ્દેશ્ય મહિલાઓ અને યુવતીઓને વધુમાં વધુ આર્થિક અવસર આપવાનો છે. જેથી તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન મેળવે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bill Melinda Gates Foundation Announces USD 170 Mn For Women Empowerment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top