ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bike rider came under train and cut in 2 pieces in Bilaspur Chhattisgarh

  ઉતાવળ કરવાના ચક્કરમાં ટ્રેન નીચે કપાઇ ગયો માણસ, દ્રશ્ય જોઇ હાલી ગયા લોકો

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 12:00 PM IST

  રેલવે ફાટક પાર કરતી વખતે ક્રશરનું કામ કરતો માણસ ટ્રેનની નીચે આવીને કપાઇ ગયો
  • ટ્રેન અને બાઇક વચ્ચે થયો ભયાનક અકસ્માત.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેન અને બાઇક વચ્ચે થયો ભયાનક અકસ્માત.

   બિલાસપુર (છત્તીસગઢ): અહીંના બિલ્હામાં બંધ રેલવે ફાટક પાર કરતી વખતે ક્રશરનું કામ કરતો માણસ ટ્રેનની નીચે આવીને કપાઇ ગયો. તેનું સ્થળ પર જ મોત થઇ ગયું અને બાઇકના ટુકડે-ટુકડા થઇ ગયા. બાઇકની ટાંકીમાં આગ લાગી ગઇ અને બાઇક ટ્રેનની સામે જાળીમાં ફસાઇ ગઇ. અઘટિત બન્યાની આશંકાના કારણે ડ્રાઇવરે બિલ્હા રેલવે સ્ટેશનમાં ગાડી અટકાવી દીધી. સ્થળ પર પહોંચેલી બિલ્હા પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

   ઉતાવળ કરવાના ચક્કરમાં ગયો જીવ

   - મૃતકની ઓળખ બિલ્હા નિવાસી દેવેન્દ્ર ગોયલ તરીકે થઇ છે. 39 વર્ષના દેવેન્દ્ર ક્રશરનું કામ કરતા હતા. હિર્રી વિસ્તારમાં તેની ક્રશરની ખાણ છે.

   - શનિવારની બપોરે ખાણમાંથી તેઓ પાછા ફરી રહ્યા હતા. લગભગ 2 વાગે બિલ્હા ફાટક પાસે પહોંચ્યા. ટ્રેન પસાર થવાની હોવાને કારણે ફાટક બંધ હતો. તેઓ થોડીકવાર સુધી ફાટક પાસે ઊભા રહ્યા.
   - આ દરમિયાન એક ટ્રેન ત્યાંથી પસાર થઇ, પછી પણ ફાટક ખૂલ્યો નહીં. દેવેન્દ્ર ગોયલને ઘરે જવાની ઉતાવળ હતી. તેમને લાગ્યું કે ટ્રેન આવતા પહેલા ફાટક પાર કરીને બીજી બાજુ જઇ શકાશે.

   અને પછી શરીરના થઇ ગયા 2 ટુકડા

   - આ જ કોશિશમાં ફાટકની નીચેથી બાઇક કાઢીને આગળ વધ્યા. જેવા તેઓ ટ્રેક પર પહોંચ્યા, રાયપુર તરફથી ઇન્ટરસિટી એક્સપ્રેસ આવી ગઇ અને તેની સાથે તેઓ અથડાઇ ગયા. આ અકસ્માતમાં તેમનું શરીર બે ટુકડાઓમાં કપાઇ ગયું.

   - બાઇકના પણ ફુરચા ઉડી ગયા. તેની ટાંકીમાં આગ લાગી ગઇ અને આ હિસ્સો ટ્રેનની સામેની જાળીમાં ફસાઇ ગયો. દુર્ઘટનાની ખબર ડ્રાઇવરને હતી, તેણે ટ્રેનને બિલ્હા રેલવે સ્ટેશન પર અટકાવી દીધી. આ દરમિયાન આગ બુઝાઇ ગઇ હતી.
   - ત્યારબાદ સામે ફસાયેલી બાઇકની ટાંકીને જાળીમાંથી બહાર કાઢવામાં આવી. સાવચેતી ખાતર બિલ્હા પોલીસે બે ફાયર બ્રિગેડવાળાઓને બોલાવી લીધા હતા, પરંતુ બેમાંથી એકપણ કામ ન લાગ્યું.

  • 2 ટુકડાઓમાં કપાઇ ગયું મૃતકનું શરીર (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2 ટુકડાઓમાં કપાઇ ગયું મૃતકનું શરીર (પ્રતીકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bike rider came under train and cut in 2 pieces in Bilaspur Chhattisgarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `