• Home
  • National News
  • Desh
  • બિહારનો ડોકટર રશિયાનો ધારાસભ્ય | Abhay Kumar singh won the assembly election in Russia

રશિયામાં MLA બની ગયો આ બિહારી ડોકટર, ત્યાંથી જ પૂર્ણ કર્યો મેડિકલનો અભ્યાસ; પ્રેક્ટિસ માટે પરત ફર્યો પરંતુ પહોંચી ગયો એસેમ્બલી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી પ્રભાવિત થયા. 2015માં અભયે પુતિનના રાજકીય પાર્ટી યુનાઈટેડ રશાની સભ્યતા લઈ લીધી

Divyabhaskar.com | Updated - Jun 17, 2018, 02:21 PM
અભય રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટી સાથે જોડાયેલો છે
અભય રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટી સાથે જોડાયેલો છે

પટનાઃ દર વર્ષે લગભગ સાત હજાર ભારતીય સ્ટૂડન્ટ મેડિકલના અભ્યાસ માટે વિદેશ જાય છે. જેમાંથી મોટા ભાગના ચીન અને રશિયા જતાં હોય છે. જેમાં બિહારમાંથી પણ મોટી સંખ્યામાં સ્ટૂડન્ટ્સ હોય છે. આમાંથી એક હતા પટનાના અભયકુમાર સિંહ, જે 1991માં મેડિકલના અભ્યાસ માટે પહેલી વખત રશિયા ગયા હતા. 1988માં લોયલા હાઈસ્કૂલમાંથી પાસઆઉટ અભયકુમાર સિંહ માટે તે સમયે મેડિકલમાં કેરિયર બનાવવાનો જ એકમાત્ર હેતુ હતો. અને તે પૂરો પણ થયો, કેમકે અભયે રશિયામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારત પરત ફરીને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. જે બાદ એક વખત ફરી તેઓ રશિયા ગયા અને હવે ત્યાં જ કુસ્ર્ક પ્રાંતના ધારાસભ્ય બની ગયા છે.

ફાર્મા અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં અજમાવ્યો હાથ


- ભારતમાં મેડિકલ પ્રેક્ટિસનું રજીસ્ટ્રેશન કરાવ્યાં પછી અહીં અભયે પ્રેક્ટિસ શરૂ ન કરી. અને તેઓ પરત રશિયા જતા રહ્યાં. જે બાદ અભયે ફાર્મા સેકટરમાં બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતી મુશ્કેલી બાદ અભયને તેમાં સફળતા મળી. જે બાદ અભયે પોતાના બિઝનેસને વધારવા માટે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ પણ શરૂ કર્યું.
- ફાર્મા સેક્ટરથી વધુ પરેશાની આ સેક્ટરમાં થઈ પરંતુ અભય સતત પ્રયાસ કરતાં રહ્યાં અને ધીમે ધીમે સફળતાની શરૂઆત થઈ. આજે રશિયામાં અભય અને તેની કંપનીના મોલ પણ છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટી સાથે જોડાયાં છે


- સાયન્સ કોલેજમાંથી ઈન્ટર કર્યા પછી અભયે UG માટે બી.એન.કોલેજમાં નોમિનેશન કરાવ્યું, પરંતુ અધવચ્ચે જ તેઓ મેડિકલ સ્ટડી માટે રશિયા જતા રહ્યાં. તેમની રૂચી ક્યારેય રાજનીતિમાં ન રહી. રિયલ એસ્ટેટ બિઝનેસમાં રહેતાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી પ્રભાવિત થયા. 2015માં અભયે પુતિનના રાજકીય પાર્ટી યુનાઈટેડ રશાની સભ્યતા લઈ લીધી.
- તેઓને 2017માં તેમની પાર્ટીએ કુસર્ક પ્રાંતના ડેપ્યુટી માટેની ચૂંટણી લડવાની ટિકિટ આપી. અભય જીતી ગયા અને અહીંથી તેમની રાજકીય યાત્રા શરૂ થઈ. લોયલામાં તેમની સાથે ભણેલા ચંદ્રદીપે જણાવ્યું કે સીધા જ રાજકારણમાં જવાની તો તેઓએ ક્યારેય રૂચી દાખવી ન હતી, પરંતુ લીડરશીપ ક્વોલિટી અભયમાં શરૂઆતથી જ હતી.

વાંચોઃ દહેજના ખોટા કેસમાં પુત્રવધૂએ કરાવ્યાં જેલમાં બંધ, સાસુએ કલંક ભૂંસવા લડી 6 વર્ષની લડત

રશિયામાં પોલિટિકલ કરપ્શન ભારતથી ઓછું


- અભયે ભાસ્કર ગ્રુપ સાથે વાતચીતમાં જણાવ્યું કે ભારતીય રાજનીતિ અને રશિયાની રાજનીતિમાં અંતર છે. અનેક વસ્તુ આજે ભારતીય રાજનીતિનો એક ભાગ છે, જે રશિયામાં વીતેલી વાત બની ગઈ છે. પરંતુ અનેક વસ્તુ એવી છે જેને ભારતીય રાજનાયકોએ રશિયાની રાજનીતિમાંથી શીખવાની જરૂર છે.
- કરપ્શન જેવાં મુદ્દે રશિયા ભારતથી સારૂ છે, કેમકે અહીં પોલિટિકલ કરપ્શન ઘણાં જ ઓછા થાય છે. આ ઉપરાંત કાયદના ઈમ્પલીમેન્ટેશનના મામલે પણ રશિયા પાસેથી શીખવાની જરૂર છે, કેમકે ભારતીય વ્યવસ્થામાં કાયદાનું ઈમ્પલીમેન્ટેશન યોગ્ય રીતે નથી થતું. આ રાજનેતાઓનું કામ છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

રશિયામાં કુસર્ક પ્રાંતનો ડેપ્યુટેટ બન્યો ડોક્ટર અભય સિંહ
રશિયામાં કુસર્ક પ્રાંતનો ડેપ્યુટેટ બન્યો ડોક્ટર અભય સિંહ
અભય સિંહે ફાર્મા અને રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં અજમાવ્યો હાથ
અભય સિંહે ફાર્મા અને રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં અજમાવ્યો હાથ
પટનાનો અભયકુમાર સિંહ
પટનાનો અભયકુમાર સિંહ
X
અભય રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટી સાથે જોડાયેલો છેઅભય રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પાર્ટી સાથે જોડાયેલો છે
રશિયામાં કુસર્ક પ્રાંતનો ડેપ્યુટેટ બન્યો ડોક્ટર અભય સિંહરશિયામાં કુસર્ક પ્રાંતનો ડેપ્યુટેટ બન્યો ડોક્ટર અભય સિંહ
અભય સિંહે ફાર્મા અને રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં અજમાવ્યો હાથઅભય સિંહે ફાર્મા અને રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં અજમાવ્યો હાથ
પટનાનો અભયકુમાર સિંહપટનાનો અભયકુમાર સિંહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App