બિહાર: NDAની ડિનર ડિપ્લોમેસી ફેલ, રાહુલ-તેજસ્વીએ બનાવી ચૂંટણીની રણનીતિ

જેડીયુ બિહારની 40 લોકસભા સીટમાંથી 25 સીટ માગી રહ્યું છે, લોજપાએ પણ 7 સીટ પર કર્યો દાવો

divyabhaskar.com | Updated - Jun 08, 2018, 09:55 AM
NDAએ ગુરુવારે સામૂહુત ભોજન રાખ્યું હતું
NDAએ ગુરુવારે સામૂહુત ભોજન રાખ્યું હતું

. આ ડિનર ડિપ્લોમેસી દ્વારા આ તણાવ ઓછો કરવાનો પ્રયત્ન હતો. આ ડીનરમાં જેડીયુ, લોજપા, ભાજપ અને રોલાસપાના નેતાઓ ભેગા થયા હતા પરંતુ તેઓ ખુશ નહતા દેખાતા. તેઓ અહીં પણ પાર્ટી લાઈન વિશે થઈ રહેલી દાવેદારીને ભૂલી નહતા શકતા.

પટના: કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂરા થતા એનડીએએ ગુરુવારે સામૂહિક ભોજનનું આયોજન રાખ્યું હતું. આ ડિનર ડિપ્લોમેસીનો હેતુ એવો હતો કે, પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા નિવેદનોના કારણે કાર્યકરોમાં તણાવ ખૂબ વધી ગયો હતો. આ ડિનર ડિપ્લોમેસી દ્વારા આ તણાવ ઓછો કરવાનો પ્રયત્ન હતો. આ ડીનરમાં જેડીયુ, લોજપા, ભાજપ અને રોલાસપાના નેતાઓ ભેગા થયા હતા પરંતુ તેઓ ખુશ નહતા દેખાતા. તેઓ અહીં પણ પાર્ટી લાઈન વિશે થઈ રહેલી દાવેદારીને ભૂલી નહતા શકતા. બીજી બાજુ દિલ્હીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. આ બેઠકમાં બિહારમાં મહાગઠબંધનના ઉમેદવારો, એક્શન પ્લાન, એજન્ડા સેટિંગ અને ચૂંટણી પ્રચારની પદ્ધતિ નક્કી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચારના મુખ્ય કેન્દ્રમાં તેજસ્વીને રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મને 15 મિનિટ સંસદમાં બોલવા મળે તો PM ઊભા નહીં થઈ શકે- રાહુલ

લોજપા-રાલોસપા સમર્થકોએ ડિનરમાં દેખાડી તેમની તાકાત


- આ ડિનરમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન, ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીથી લઈને અનેક કેન્દ્રીય અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહ્યા હતા.
- ડિનરમાં જેડીયુ અને ભાજપના નેતાઓ વચ્ચે આત્મીયતા દેખાતી હતી. જ્યારે લોજપા અને રાલોસપાને ડિનર કરતા તેમની તાકાત દેખાડવામાં વધારે રસ હતો. પરિણામે જ્યારે પાસવાન ખાવાના ટેબલ તરફ વધ્યા તો સમર્થક 'ગૂંજે ધરતી-આસમાન, રામવિલાસ પાસવાન'ના નામની નારેબાજી કરવા લાગ્યા હતા. દેખા-દેખીમાં રાલોસપા સમર્થક પણ 'ઉપેન્દ્ર કુશવાહા જિંદાબાદ'ની નારેબાજી કરવા લાગ્યા હતા.

દિલ્હીમાં રાહુલ-તેજસ્વીની મીટિંગ


- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે ગુરુવારે દિલ્હીમાં બેઠક કરીહતી. બંને વચ્ચે 40 મિનિટ સુધી વાત ચાલી હતી.
- તેમાં ઉમેદવારોની પસંદગી, એક્શન પ્લાન અને એજન્ડા સેટિંગના મુદ્દા ઉપર સહમતી કરવામાં આવી હતી. આ બેઠકમાં એવુ પણ નક્કી કરવામાં આવ્યું કે, પ્રચારના કેન્દ્રમાં તેજસ્વી યાદવ રહેશે. તે સિવાય કોંગ્રેસ બિહારની ચૂંટણીલક્ષી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેજસ્વી યાદના સૂચનને ધ્યાનમાં લેશે.
- બંને નેતા એક વાત પર સહમત થયા કે, એનડીએને રાજ્યમાં હરાવવા માટે સીટ એડ્જસ્ટમેન્ટનો મુદ્દો વચ્ચે નહીં આવવા દઈએ.

સહયોગી પાર્ટીઓની વાત માનશે તો ભાજપ માત્ર 4 સીટ પર ચૂંટણી લડી શકશે


બિહારમાં કુલ લોકસભા સીટ-40
- જેડીયુ- 25
- લોજપા- 7
- રાલોસપા- 4
- સાથી પક્ષોની ડિમાન્ડ માનશે તો ભાજપ માટે માત્ર 4 સીટ જ બાકી રહેશે.

બિહારમાં હાલ કઈ પાર્ટીના કેટલા સાંસદ


- ભાજપ- 23
- લોજપા- 6
- રાલોસપા- 3
- જેડીયુ- 2

દિલ્હીમાં રાહુલ-તેજસ્વીએ કરી મુલાકાત
દિલ્હીમાં રાહુલ-તેજસ્વીએ કરી મુલાકાત
X
NDAએ ગુરુવારે સામૂહુત ભોજન રાખ્યું હતુંNDAએ ગુરુવારે સામૂહુત ભોજન રાખ્યું હતું
દિલ્હીમાં રાહુલ-તેજસ્વીએ કરી મુલાકાતદિલ્હીમાં રાહુલ-તેજસ્વીએ કરી મુલાકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App