નવી દિલ્હી: JDUની આજે બેઠક, NDAમાં રહેશે કે નહીં તેના આપી શકે છે સંકેત

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમાર રવિવારે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સંબોધિત કરશે

Divyabhaskar.com | Updated - Jul 08, 2018, 09:52 AM
રાષ્ટ્રીય રાજધાનીમાં JDU પહેલી વખત પોતાની કાર્યકારિણી આયોજિત કરશે
રાષ્ટ્રીય રાજધાનીમાં JDU પહેલી વખત પોતાની કાર્યકારિણી આયોજિત કરશે

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમાર રવિવારે JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી પદાધિકારીઓને સંબોધિત કરશે. આગામી લોકસભા ચૂંટણીઓના દ્રષ્ટિકોણથી આ બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવે છે, જેમાં પાર્ટી આગળની રણનીતિ અંગે નિર્ણય લેશે.

નવી દિલ્હીઃ બિહારમાં સીટોની વ્હેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2019માં ભાજપ-JDU વચ્ચે ગઠબંધન યથાવત રહેશે તેમ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું છે. જો કે બેઠકની વહેંચણીને લઈને હજુ મડાગાંઠ યથાવત જ છે.

JDUની બેઠકમાં શું થયું?


- રવિવારે બિહારના CM અને JDUના પ્રમુખ નીતિશ કુમારની અધ્યક્ષતામાં પહેલી વખત દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી.
- રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ મળીને ચૂંટણી લડશે તેવા નિર્દેશો આપ્યાં છે.
- આ સાથે જ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પણ તેઓ ભાજપનું સમર્થન કરશે તેવું નક્કિ કર્યું છે.
- જો કે JDUએ નાગરિક સંશોધન ખરડાના મુદ્દે સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
- રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને પાર્ટીના હિતમાં કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધે પણ પ્રસ્તાવ પાસ કરાયો છે.

ગિરિરાજના નિવેદન પર આપત્તિ


- બેઠકમાં બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
- શનિવારે ગિરિરાજ સિંહે બિહારના રમખાણના આરોપીઓની મુલાકાત દરમિયાન રાજ્ય સરકાર પર હિંદુઓને દબાવવાની માનસિકતાનો આરોપ લગાવ્યો હતો.

વાંચોઃ US ફાયરિંગઃ ભારતીય વિદ્યાર્થીનું મોત, પોલીસ દ્વારા 10 હજાર ડોલરનું ઈનામ

હજુ અનેક મુદ્દે વિવાદ યથાવત


- લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને JDU ભલે NDA સાથે હોવાની વાત કરે પરંતુ હજુ એવાં અનેક મુદ્દા છે કે જેમાં બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
- જ્યાં JDUના નેતાઓએ કેન્દ્રીય મંત્રી અને બિહારના ભાજપના નેતા ગિરિરાજ સિંહના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી છે તો બીજી બાજુ ભાજપ તેમના સપોર્ટમાં આગળ આવ્યું છે.
- આ ઉપરાંત સીટની ફાળવણીનો મુદ્દો પણ હજુ વણઉકેલ્યો જ છે.
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી સપ્તાહે બિહાર જવાના છે. આ દરમિયાન તેઓ પાર્ટી નેતા અને કાર્યકર્તાઓને મળીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી શકે છે.
- આ દરમિયાન અમિત શાહ અને નીતિશ કુમાર વચ્ચે પણ મુલાકાતની શક્યતા છે, ત્યારે બંને નેતાઓ સીટોની વહેંચણીને લઈને અંતિમ નિર્ણય લઈ શકે છે.

JDU પોતાના વ્યાપ વધારવાના પ્રયાસમાં


- JDU હવે બિહારથી બહાર પોતાના વ્યાપ વધારવાના પ્રયાસમાં છે. ત્યારે રવિવારે મળનારી બેઠકમાં નીતિશ કુમાર રાજ્ય પ્રમુખો સાથે બિહાર પ્લસ યોજના અંગે વાતચીત કરી શકે છે.
- JDU આ વર્ષના અંતમાં ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે.

- 2014 લોકસભા ચૂંટણીમાં JDU એકલું જ ચૂંટણી લડ્યું હતું અને બિહારમાં માત્ર 2 સીટ પર જ જીત હાંસલ કરી હતી. તો ભાજપે 22 સીટ મેળવી હતી.

- જો કે વિધાનસભા ચૂંટણીમાં JDUનું સારું પર્ફોમન્સ રહ્યું હતું અને આ આધારે જ JDU 2019ની લોકસભા ચૂંટણીમાં વધુ સીટની માગ કરી રહ્યાં છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

JDUની આ બેઠક બિહારમાં તેના સહયોગી ભાજપ સાથે સીટોની વ્હેંચણી વચ્ચે જોવા મળતી ખેંચતાણ વચ્ચે થઈ રહી છે
JDUની આ બેઠક બિહારમાં તેના સહયોગી ભાજપ સાથે સીટોની વ્હેંચણી વચ્ચે જોવા મળતી ખેંચતાણ વચ્ચે થઈ રહી છે
ભાજપ અધ્યક્ષ અમિત શાહ 12 જુલાઈએ પટના જશે જ્યાં તેઓ નીતિશ કુમારને પણ મળી શકે છે (ફાઈલ)
ભાજપ અધ્યક્ષ અમિત શાહ 12 જુલાઈએ પટના જશે જ્યાં તેઓ નીતિશ કુમારને પણ મળી શકે છે (ફાઈલ)
X
રાષ્ટ્રીય રાજધાનીમાં JDU પહેલી વખત પોતાની કાર્યકારિણી આયોજિત કરશેરાષ્ટ્રીય રાજધાનીમાં JDU પહેલી વખત પોતાની કાર્યકારિણી આયોજિત કરશે
JDUની આ બેઠક બિહારમાં તેના સહયોગી ભાજપ સાથે સીટોની વ્હેંચણી વચ્ચે જોવા મળતી ખેંચતાણ વચ્ચે થઈ રહી છેJDUની આ બેઠક બિહારમાં તેના સહયોગી ભાજપ સાથે સીટોની વ્હેંચણી વચ્ચે જોવા મળતી ખેંચતાણ વચ્ચે થઈ રહી છે
ભાજપ અધ્યક્ષ અમિત શાહ 12 જુલાઈએ પટના જશે જ્યાં તેઓ નીતિશ કુમારને પણ મળી શકે છે (ફાઈલ)ભાજપ અધ્યક્ષ અમિત શાહ 12 જુલાઈએ પટના જશે જ્યાં તેઓ નીતિશ કુમારને પણ મળી શકે છે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App