Home » National News » Latest News » National » Bihar CM Nitish Kumar call to RJD Supremo Lalu Prasad Yadav

BJP-JDUમાં ખેંચતાણ વચ્ચે બીમાર લાલુ પ્રસાદને નીતિશ કુમારનો ફોન

Divyabhaskar.com | Updated - Jun 27, 2018, 02:41 PM

મુખ્યમંત્રી નીતિશ કુમારે RJD નેતા લાલુપ્રસાદ યાદવ સાથે ફોન પર વાતચીત કરી છે.

 • Bihar CM Nitish Kumar call to RJD Supremo Lalu Prasad Yadav
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મુખ્યમંત્રી નીતિશ કુમારે RJD નેતા લાલુપ્રસાદ યાદવ સાથે ફોન પર વાતચીત કરી (ફાઈલ)

  પટનાઃ રાજકારણમાં કંઈજ અસંભવ નથી, ગમે ત્યારે દોસ્ત દુશ્મન અને દુશ્મન દોસ્ત બની જાય છે. તેવામાં પાછી આવતા વર્ષે લોકસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે આવા દ્રશ્યો છાસવારે જોવા મળી શકે છે. બિહારમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ અને JDU વચ્ચે 2019ની લોકસભા ચૂંટણી અંતર્ગત સીટની વ્હેંચણીના ફોર્મૂલાને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે RJD નેતા લાલુપ્રસાદ યાદવ સાથે ફોન પર વાતચીત કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશે પોતાના જૂના સહયોગી અને હાલ પ્રતિદ્વંદ્વી બનેલા લાલુ સાથે ફોન પર વાત કરી તેના સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરી હતી. લાલુપ્રસાદ યાદવ હાલ મુંબઈ સ્થિત એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં સારવાર લઈ રહ્યાં છે.

  ફરી વધી રહી છે નિકટતા?


  - બિહારના રાજકારણની ચાલ ફરી બદલાઈ રહી છે. બિહારના CM નીતિશ કુમારે RJD અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવની તબિયત જાણવા ફોન કર્યો હતો.
  - નીતિશ કુમારનો આ ફોન કોલ્સ મહત્વનો માનવામાં આવે છે કારણ કે ગત વર્ષે મહાગઠબંધનમાં સામેલ RJD અને કોંગ્રેસ સાથે સંબંધ તોડીને NDAમાં સામેલ થયા હતા.
  - જો કે એક વર્ષના ગાળામાં જ નીતિશ કુમાર ભાજપથી અસહજતા અનુભવી રહ્યાં હોય તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે ફરી JDU મહાગઠબંધન તરફ પ્રયાણ કરે તેવી સંભાવના જોવાઈ રહી છે.

  વાંચોઃ ચીને કબુતરના આકારનું ડ્રોન બનાવ્યું, પક્ષીની 90% સુધી નકલ કરી શકે છે

  ખોટી ચર્ચા ન કરો- તેજસ્વી


  - જો કે તેજસ્વી યાદવે આ પ્રકારની રાજકીય હવાઓ જોર પકડે તે પહેલાં જ તેને રોકવાના પ્રયાસો કર્યાં છે.
  - તેજસ્વીએ ટ્વીટ કરી કહ્યું કે "આ ફોન કોલ્સ કંઈજ નથી પરંતુ મોડેથી કરવામાં આવેલો કર્ટસી કોલ જ હતો."
  - તેજસ્વીએ કટાક્ષ પણ કર્યો કે આ વાત આશ્ચર્યજનક છે કે નીતિશને લાલુની બીમારી અંગે 4 મહિના પછી ખ્યાલ પડ્યો.
  - તેજસ્વી પહેલાં જ સ્પષ્ટ કરી ચુક્યાં છે કે, નીતિશ માટે મહાગઠબંધનના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.

  સીટ વ્હેંચણીને લઈને માથાકૂટ


  - લોકસભા ચૂંટણીને લઈને NDAમાં સામલે ભાજપ સહિત બિહારની ચાર સહયોગી પાર્ટીઓ વચ્ચે સીટ વ્હેંચણીને લઈને ચર્ચા ચાલી રહી છે.
  - જેમાં JDU 2015માં થયેલી વિધાનસભા ચૂંટણીને આધાર રાખીને બેઠકો વ્હેંચણી ઈચ્છે છે.
  - વિધાનસભા ચૂંટણીમાં JDUએ ભાજપથી ઘણું સારૂ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2015ના એસેમ્બલી ઈલેકશનમાં JDUને 243 બેઠકમાંથી 71 સીટ મળી હતી, જ્યારે ભાજપને 53 તો LJP અને RLSPને બે-બે સીટ મળી હતી.
  - 2019ની લોકસભા ચૂંટણી માટે JDU 17 સીટ માગે છે જ્યારે ભાજપ 12થી વધુ સીટ આપવા તૈયાર નથી.

  આ પણ છે વિવાદનું કારણ


  - કેન્દ્રીય કેબિનેટમાં JDU માટે કોઈ જગ્યા ન બનતા પણ ભાજપ અને JDU વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.
  - JDU કેન્દ્રમાં રેલવે અને ડિફેન્સ જેવા મહત્વના મંત્રાલયોની માગ કરી રહ્યાં છે. વાજપેયી સરકારમાં જ્યાં સહયોગી પક્ષોને મહત્વના પોર્ટફોલિયા મળ્યાં હતા ત્યારે મોદી સરકારે સાથી પક્ષોને ઈન્ડસ્ટ્રી, સિવિલ એવિએશન જેવા નાના મંત્રાલયો જ આપ્યાં છે.
  - JDU એવી પણ ઈચ્છા રાખે છે કે મોદી પછી નીતિશ કુમાર જ રાષ્ટ્રીય નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે. ત્યારે ભાજપ આ ઈચ્છાને પણ મહત્વ આપવાના મૂડમાં જોવા નથી મળી રહી.
  - જો કે ભાજપ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો મુજબ સીટ શેયરિંગ ઈચ્છે છે. લોકસભા ચૂંટણીમાં બિહારની 40 બેઠકોમાંથી ભાજપને 22 જ્યારે તેના સહયોગી પક્ષ LJP 6 અને RLSPને 3 સીટ મળી હતી. જ્યારે NDA વિરૂદ્ધ ચૂંટણી લડનાર JDUને 2 જ બેઠક મળી હતી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Bihar CM Nitish Kumar call to RJD Supremo Lalu Prasad Yadav
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તેજસ્વીએ ટ્વીટ કરી કહ્યું કે આ ફોન કોલ્સ કંઈજ નથી પરંતુ મોડેથી કરવામાં આવેલો કર્ટસી કોલ જ હતો
 • Bihar CM Nitish Kumar call to RJD Supremo Lalu Prasad Yadav
  લોકસભા ચૂંટણીમાં વધુ બેઠક ઉપરાંત JDU એવી પણ ઈચ્છા રાખે છે કે મોદી પછી નીતિશ કુમાર જ રાષ્ટ્રીય નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ