ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Bihar in Motihari Bus overturned and fire dead 12 people

    બિહારઃ બેકાબૂ બસ પલટી જતાં આગ લાગી, 27 લોકોનાં મોત

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 07:26 PM IST

    બિહારના મુઝફ્ફરપુરથી દિલ્હી આવી રહેલી બસ મોતિહારી નજીક NH-28 પર પલટી મારી જતાં 27નાં મોત
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બિહારના મોતીહારી પાસે NH-28 પર દિલ્હી જઈ રહેલી એક બસે પલટી મારતાં આગ લાગી હતી

      મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરથી દિલ્હી આવી રહેલી બસ મોતિહારી નજીક NH-28 પર પલટી મારી ગઈ હતી અને 30 ફુટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જેના પરિણામે બસમાં આગ લાગતાં 27 લોકોનાં મોત નિપજ્યાં છે. આ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોતને ભેટેલાં મોટા ભાગના લોકો મુઝફ્ફરપુરના રહેવાસી છે.

      બસમાં હતા 50થી વધુ લોકો સવાર

      - બસમાં 50થી વધુ લોકો સવાર હતા અને બસ મુઝફ્ફરપુરથી દિલ્હી જઈ રહી હતી.
      - પ્રાપ્ત થતી માહિતી મુજબ બસ ઘણી જ સ્પીડમાં હતી, પરિણામે બસનો ડ્રાઈવર સંતુલન ગુમાવી બેસતાં બસ પલટી ગઈ હતી.
      - બસ પલટી મારી જતાં તેમાં આગ લાગી ગઈ હતી અને 30 ફુટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી.

      - બસમાં આગ લાગતાં અનેક યાત્રિકોના શ્વાસ રુંધાવા લાગ્યા હતા. બસમાં AC હતુ અને દૂર્ઘટના વખતે બારીના કાચ બંધ હતા.
      - દૂર્ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે આજુબાજુના લોકો અને ગ્રામવાસીઓએ સ્થાનિક તંત્રની મદદ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

      વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • બસમાં 50થી વધુ લોકો સવાર હતા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બસમાં 50થી વધુ લોકો સવાર હતા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bihar in Motihari Bus overturned and fire dead 12 people
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top