Divya Bhaskar

Home » National News » Latest News » National » Biggest fraud done on name of giving government job

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: જે વિભાગ છે જ નહીં તેમાં નોકરીના નામ પર છેતરપિંડી

Divyabhaskar.com | Updated - May 02, 2018, 04:04 PM

દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ નોકરી અપાવવાના નામ પર ઠગવામાં આવી રહ્યા છે

 • Biggest fraud done on name of giving government job
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  નોઇડા: દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ નકલી ભૂમિ સર્વક્ષણ વિભાગમાં નોકરી અપાવવાના નામ પર ઠગવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષોથી દેશના 9 રાજ્યોમાં એક હજારથી વધુ યુવકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ ચૂકી છે. બેરોજગારોને નોકરી અપાવવાના નામ પર શક્યતઃ આ દેશનું સૌથી મોટું નકલી બજાર છે. આ છેતરપિંડીને અંજામ આપવા માટે નોઇડા-ગુડગાંવમાં નકલી એડ્રેસ પર ઓફિસ બતાવીને દૂરના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના ન્યુઝપેપર્સમાં જાહેરાત આપીને બેરોજગારો સાછે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

  - પરિસ્થિતિ એવી છે કે આ મામલે ઠગાઈના શિકાર સેંકડો લોકોએ ગ્રામીણ વિકાસ મંત્રાલયના દિલ્હીમાં બનેલા નિર્માણ ભવન કાર્યાલયમાં ફોન કરીને ફરિયાદ પણ કરી ચૂક્યા છે. મામલાની ગંભીરતાને જોતા ઓક્ટોબર 2017માં સીબીઆઇમાં મામલો પણ નોંધાયો. તે પછીપણ કાવતરાંખોરો ઓફિસનું એડ્રેસ અને પોતાનું નામ બદલી-બદલીને સક્રિય છે.

  - ભાસ્કરે તપાસ કરી ત્યારે જાણ થઇ કે આ કાવતરાંખોરો પોતાનું નામ અને નંબર બદલીને આ વખતે ગ્રેટર નોઇડાનું એડ્રેસ આપીને છેલ્લા એક મહિનાથી ઉત્તરાખંડના નૈનીતાલ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ન્યુઝપેપરમાં જાહેરાત આપીને લોકોને ઠગાઇનો શિકાર બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં આ લોકો ફક્ત એક જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી 5 લાખ રૂપિયાથી વધુની ઠગાઇ કરી ચૂક્યા છે.
  - પ્રપંચના આ મામલે નોઇડા એસએસપી ડૉ. અજયપાલ શર્માએ કહ્યું છે કે ગ્રેટર નોઇડાના એડ્રેસ પર જમીન મોજણી વિભાગમાં નોકરી અપાવવાના નામ પર નકલી બજાર ઊભું કરવાના મામલે ભાસ્કર દ્વારા જાણકારી મળી છે. તેના આધારે કાવતરાંખોરોની શોધ ચલાવવામાં આવી રહી છે.

  2015થી ચાલી રહી છે ઠગાઇ

  - સૌથી પહેલા જૂન 2015માં જ યુપીના બરેલી, સુલ્તાનપુર એરિયામાં ન્યુઝપેપરમાં જાહેરાત આપીને જમીન મોજણી વિભાગમાં નોકરી અપાવવાના નામ પર છેતરપિંડીની શરૂઆત થઇ હતી.

  - આ મામલે બરેલીના રહેવાસી અમિતે તત્કાલીન ડીએમને ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે ગુડગાંવનું એડ્રેસ જોઇને તપાસ પૂરી ન કરી.

  આ રીતે સામે આવ્યો આખો ખેલ: ભાસ્કરે પીડિત અને કાવતરાખોરની વાતચીત ફોન પર સાંભળી, ઓડિયો સ્ટિંગથી જાણ થઇ કે પોતાને સરકારી કર્મચારી જણાવીને લોકોને ઠગી રહ્યા હતા

  - અત્યારે માર્ચ 2018માં જમીન મોજણી વિભાગના નામ પર જ ઉત્તરાખંડના રામનગરમાં છેતરપિંડી થઇ રહી છે. પીડિત ચંદનસિંહ રાવતે જ્યારે વિભાગ પર ગ્રેટર નોઇડાનું સરનામું જોયું ત્યારે તેમણે પોતે ઓફિસ આવવાનો નિર્ણય કર્યો. આ સંબંધે કાવતરાખોરો તેમને વારંવાર ફોન પર જ ઓફિસ આવવાથી રોકવા માટે ગોળ ગોળ વાત કરતા રહ્યા. છેતરપિંડી વિશે સ્થાનિક પોલીસને જણાવવામાં આવ્યું ત્યારે પણ કોઇ એક્શન ન લેવામાં આવ્યું. ત્યારબાદ નોઇડા આવીને તેમણે પોતે જ આ મામલે ભાસ્કર ઓફિસનો સંપર્ક કર્યો.

  પોલીસ પણ એક્શન નથી લેતી, કહે છે- 15 હજાર રૂપિયાની છેતરપિંડીની તપાસ માટે દિલ્હી કોણ જાય?

  - જૂન 2016માં મહારાષ્ટ્રના બુલવાણા જિલ્લામાં રહેતા શરદ હિવાલેને જમીન મોજણી વિભાગમાં નોકરીના નામ પર 15,600 રૂપિયામાં ઠગવામાં આવ્યા હતા. ફરિયાદ માટે તેઓ ઘણીવાર બુલવાણા પોલીસ પાસે ગયા. પરંતુ દર વખતે એમ કહીને પાછા મોકલવામાં આવ્યા કે ફક્ત 15 હજાર માટે કોઇ પોલીસ દિલ્હી કે ગુડગાંવના ચક્કર ન લગાવી શકે. પછી તેમણે ઓનલાઇન પોર્ટલ પર પોતાનો નંબર આપીને લોકોને જાગૃત કર્યા. ત્યારે જાણ થઇ કે કાવતરાખોરોની આ ગેંગ અનેક લોકો સાથે ઠગાઇ કરી ચૂકી છે.

  - આ મામલે છેતરપિંડીનો શિકાર બનેલા ચંદન રાવત અને ભાસ્કર રિપોર્ટરે ફોન પર કોન્ફરન્સમાં લઇને એક કાવતરાખોર સાથે વાત કરી. આ માટે જાણીજોઇને રાતે 8 વાગે ફોન કરવામાં આવ્યો. કાવતરાખોરે ફોન ઉઠાવી લીધો.

  સવાલ: તમે સરકારી કર્મચારી થઇને રાતે પણ હેલ્પલાઇન નંબર ઉઠાવી રહ્યા છો, એવું કેમ?

  જવાબ: હવે નવી સરકારમાં દરરોજનું કામ પૂરું કરીને દિલ્હીના મંત્રાલયમાં રિપોર્ટ આપવાનો હોય છે એટલે રાતે મોડે સુધી રોકાવું પડે છે.

  સવાલ: સરકારી નોકરી માટે પ્રોસેસિંગ ફી વિશે નથી સાંભળ્યું, પછી કેમ લઇ રહ્યા છો?

  જવાબ: આ ફાઇલ તૈયાર કરવા માટેની પ્રોસેસિંગ ફી છે. તમને આપવામાં આવતી નોકરી સંપૂર્ણપણે સરકારી નથી પરંતુ 25 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે. એટલે આ પ્રોસેસિંગ ફી લેવામાં આવી છે.

  સવાલ: હાલ સિક્યોરિટી મની તરીકે 5000 આપી ચૂક્યા છીએ પરંતુ બાકીના 10 હજારની વ્યવસ્થા નથી થઇ રહી, તમે વેરિફિકેશન માટે પહેલા અધિકારી મોકલશો?

  જવાબ: (નારાજગી દર્શાવતા) અરે, એવું કેવી રીતે થઇ શકે છે. તમે સમજતા નથી. આ સરકારી કામ છે. તમને પહેલા કહ્યું હતું કે 5 હજાર આપ્યાના બીજા દિવસે બાકીના પૈસા જમા કરાવી દેજો. એટલે ભરોસો કરીને ફાઇલ આગળ મોકલી દીધી. આના પર તો મારી નોકરી જ ખતરામાં આવી જશે. ઇચ્છો તો તમે તમારો અકાઉન્ટ નંબર આપી દો, તમારા પૈસા પાછા આપી દઇશું પરંતુ બાકીના રૂપિયા જમા કરાવ્યા વગર કોઇ અધિકારી વેરિફિકેશન કે ટ્રેનિંગ કિટ લઇને નહીં આવે.

  સીબીઆઇમાં પણ 7 મહિના પહેલા નોંધાઇ ચૂક્યો છે રિપોર્ટ, પરંતુ ફરિયાદોનો સિલસિલો ચાલુ

  - છેતરપિંડીના મામલે 5 ઓક્ટોબર, 2017ના રોજ સીબીઆઇએ રિપોર્ટ નોંધાવ્યો હતો. જે નેશનલ ડેવલપમેન્ટ ઑફ લેન્ડ રિફોર્મ ઇન્ડિયાની વેબસાઇટ www.ndlri.comના નામથી લોકો સાથે છેતરપિંડી થઇ હતી, તેમાં પણ નોઇડા સેક્ટર-50, એફ-બ્લોકનું સરનામું આપવામાં આવ્યું હતું.

  - ઠગાઇના આ મામલે 1108 પોસ્ટ્સ પર ઇન્ટરવ્યુ માટે અરજી મળ્યા પછી જ સિલેક્ટ પણ કરી લેવામાં આવી હતી. તમામ સાથે ઇન્ટરવ્યુ માટે 3-3 હજાર માંગવામાં આવ્યા હતા. આ સંબંધે અલ્કા ઉપાધ્યાયની ફરિયાદ પર સીબીઆઇમાં મામલો નોંધાયો હતો.

  આવી રીતે ખોલી બનાવટ

  મંત્રાલયથી લઈને ઓફિસના સરનામા સુધી...બધું જ ફેંદી લીધું

  1. ભૂમિ સર્વેક્ષણ વિભાગઃ મંત્રાલયના સચિવે કહ્યું- આવો વિભાગ નથી

  - ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ સાથે વાત કરવામાં આવી તો તેઓએ ભૂમિ સંસાધન વિભાગના અંડર સેક્રેટીરી કરમચંદ સાથે વાત કરાવી. તેઓએ જણાવ્યું કે દેશમાં કોઈ ભૂમિ સર્વેક્ષણ વિભાગ જ નથી.

  - મંત્રાલય અંતર્ગત જે વિભાગ છે, તેનું નામ ભૂમિ સંસાધન વિભાગ છે. જેમાં ભરતી માત્ર એસએસસી અને યૂપીએસસી દ્વારા થાય છે.
  - તેના માટે જે ફી નિયત કરવામાં આવી છે, બે તે પરીક્ષા યોજનારી એજન્સી લે છે. ભૂમિ સંસાધન વિભાગ અને મંત્રાલયના કાર્યાલય પણ નિર્માણ ભવનમાં છે. નોઇડ-ગ્રેટર નોઇડા કે ગુડગાંવમાં નથી જ્યાંના સરનામાથી બનાવટ થઈ રહી છે.

  2. લેટર હેડઃ સરકારી લોકો નકલી, અલગ અલગ સ્થળેથી ઉઠાવવામાં આવ્યા

  - ગોરખધંધો કરનારા જે લેટર હેડ પર ઓફર લેટર આપે છે, તેમાં અશોક સ્તંભ અને બીજી તરફ કૃષિ સાથે જોડાયેલો લોગો જોવા મળ્યો.

  - અશોક સ્તંભ તો ભારત સરકારના નામે ક્યાંયથી પણ લઈ શકાય છે પરંતુ બીજો કૃષિવાળો લોગો ગ્રામીણ વિકાસ મંત્રાલયના કોઇ ડોક્યુમેન્ટ્સ કે વેબસાઇટ પર નથી હોતો.
  - આ લોગો વિશે તપાસ શરૂ કરી તો તે ઉત્તર પ્રદેશ ભૂમિ સુધાર નિગમની વેબસાઇટ પર મળ્યો. આ વિભાગ 1978માં યૂપી સરકારના એક ઉપક્રમના રૂપમાં ગઠિત થઈ હતી.
  - તેના કારણે બે અલગ-અલગ સ્થળના લોગો ઉઠાવીને લેટર હેડમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

  3. વેબસાઇટઃ આવી કોઈ વેબસાઇટ બની જ નથી

  - ઓફર લેટરમાં વેબસાઇટ www.sarvekshan.in લખી છે. આ વેબસાઇટ જ નથી બનાવવામાં આવી. આ નામની વેબસાઇટ ક્યાંય રજિસ્ટ્રેશન જ નથી કરવામાં આવી.

  - બનાવટખોરો દ્વારા આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર જ્યારે વેબસાઇટ ઓપન નહીં થવાનું કારણ પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે સર્વર ડાઉન છે.

  4. સરનામું- આમ્રપાલી બિલ્ડિંગના નામથી તો અહીં કંઈ છે જ નહીં

  - ઓફર લેટર પર લખ્યું છે- આમ્રપાલી બિલ્ડિંગ નંબર-5, H-260, સ્પોર્ટ સિટી સેન્ટર, ગલગોટિયા યુનિવર્સિટી રોડ, ગ્રેટર નોઇડા, યુપી-201306.

  - આ સરનામાની તલાશમાં આખો દિવસ ભટકતા રહ્યા, 20થી વધુ લોકો સાથે વાત કરી પરંતુ ન મળ્યું. મૂળે, ગલગોટિયા યુનિવર્સિટી રોડ અને સ્પોર્ટ સિટી સેન્ટર બંને અલગ-અલગ દિશામાં છે.
  - બીજી વાત, નોઇડા-ગ્રેટર નોઈડા બંને શહેરોમાં આમ્રપાલી બિલ્ડિંગ નામથી કોઈ પ્રોજેક્ટ જ નથી.
  - આ ઉપરાંત Amrapaliને Amarpali લખ્યું છે અને Universityને Univercity લખવામાં આવ્યું છે. જ્યારે સરકારી વિભાગમાં સ્પેલિંગની ગડબડ નહિંવત હોય છે.

  5. બેંક એકાઉન્ટઃ નકલી શખ્સના નામે ખોલાવવામાં આવ્યા બેંક એકાઉન્ટ

  - સરકારી બેંક એકાઉન્ટ બતાવીને ભૂમિ સર્વેક્ષણ વિભાગના બે ઠેકેદાર જણાવીને તેમના એકાઉન્ટ નંબરમાં અરજદારો પાસેથી પંસા મંગાવવામાં આવ્યા હતા.

  - બંને પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ હતા. પહેલો 0127000101399395. આ એકાઉન્ટ હિતેશ યાદવના નામે છે. તેનું સરનામું દિલ્હીના ફતેહપુરી, ક્લોથ માર્કેટ, રામ બજારની દુકાન નંબર- 4843 છે.
  - આ સરનામે પહોંચ્યા તો હિતેશ યાદવ નામની કોઈ વ્યક્તિ ન મળી. બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે તેને ગાઝિયાબાદમાં રહેનારા દિપક પ્રયાગ યુઝ કરી રહ્યા છે. આ એકાઉન્ટથી એક મહિનામાં જ અનેક લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ થઈ ચૂક્યું છે.

  આગળની સ્લાઇડ્સમાં ઇન્ફોગ્રાફિક્સની મદદથી વાંચો 6 સ્ટેપ્સમાં કાવતરાખોરો ફસાવતા હતા તેમની જાળમાં

 • Biggest fraud done on name of giving government job
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Biggest fraud done on name of giving government job
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Biggest fraud done on name of giving government job
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Biggest fraud done on name of giving government job
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Biggest fraud done on name of giving government job
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Biggest fraud done on name of giving government job
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending