Home » National News » Desh » Retired Air Force officer and his wife murder in their home

રાત્રે પડોસીઓએ બંગલામાંથી સાંભળી ચીસો, સવારે જોયું તો આવા હતા બિહામણા દ્રશ્યો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 05:30 PM

ઘરનો સામાન અસ્ત વ્યસ્ત ન હતો એટલે મામલો ચોરી કે લૂંટનો નથી, પોલીસનું માનવું છે કે ઘટનામાં કોઈ નજીકના લોકોનો જ સંડોવાયેલા

 • Retired Air Force officer and his wife murder in their home
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  73 વર્ષના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર અને તેમની પત્ની (રિટાયર્ડ નર્સ)ની તેમના જ બંગલામાં ગળું કાપી હત્યા કરવામાં આવી

  ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાનીમાં 73 વર્ષના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર અને તેમની પત્ની (રિટાયર્ડ નર્સ)ની તેમના જ બંગલામાં ગળું કાપી હત્યા કરવામાં આવી છે. જણાવવામાં આવે કે હત્યા થઈ તે રાત્રે પડોશીઓએ બંગલામાંથી બૂમાબૂમના અવાજો સાંભળ્યા હતા. બીજા દિવસે બંનેના મૃતદેહ પહેલા માળે આવેલાં બેડરૂમના દરવાજાની સામસામે પડ્યા હતા. ઘરનો સામાન અસ્ત વ્યસ્ત ન હતો એટલે મામલો ચોરી કે લૂંટનો નથી લાગી રહ્યો. પોલીસનું માનવું છે કે ઘટનામાં કોઈ નજીકના લોકોનો જ હાથ છે.

  પતિ-પત્ની મોટે મોટેથી જ વાતો કરતા હતા એટલે ધ્યાન ન આપ્યું


  - 73 વર્ષના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર જી.કે.નાયર અને તેમની 62 વર્ષની પત્ની ગોમતી (રિટાયર્ડ નર્સ) અવધપુરી સ્થિત કવર્ડ કેમ્પસ નર્મદા વેલી કોલોનીના બંગલામાં રહેતા હતા. રાત્રે 9-30 વાગ્યે નાયરે પોતાની સૌથી મોટી દીકરી પ્રિયંકાને ફોન કરીને શુક્રવારે ગ્વાલિયર માટે રિઝર્વેશન કરાવવાનું કહ્યું. આ દરમિયાન ઘરમાં બધું જ સામાન્ય હતું. રાત્રે 12 વાગ્યે પડોશી રત્ના મિસ્ત્રીએ નાયરના ઘરમાંથી બૂમાબૂમનો અવાજ સાંભળ્યો. તેઓએ નાયરના ઘરે ફોન લગાવ્યો, પરંતુ કોઈએ ફોન રિસીવ ન કર્યો. જે બાદ કોઈ જ અવાજ ન આવ્યો. રત્નાના જણાવ્યા મુજબ નાયર અને તેમની પત્ની વારંવાર તેજ અવાજમાં જ વાતો કરતા હતા, એટલે તેને કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.

  8 વાગ્યા સુધી દરવાજો ન ખુલતાં પડોશીઓ અંદર ગયા


  - શુક્રવારે સવારે લગભગ 8 વાગ્યા નાયરના ઘરમાં કામ કરતી મોહનબાઈ ઘરે પહોંચી હતી. પોર્ચના ગેટનું તાળું અંદરથી લાગેલુ હતું. જેથી મોહનબાઈએ અવાજ કર્યો, પરંતુ કોઈ જ જવાબ ન મળ્યો. આ સાંભળીને પડોશીઓ પોતાના બંગલામાંથી નાયરના પહેલા માળાની બાલકનીમાં પહોંચ્યા. તેઓએ દરવાજાને ધક્કો માર્યો તો તે ખુલી ગયો. અંદર દંપતી લોહિમાં લથબથ પડ્યાં હતા. જે બાદ કન્ફોર્મ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને આશંકા છે કે રાત્રે 9-30થી 12ની વચ્ચે આ ઘટના ઘટી હશે. આ હત્યામાં કોઈ એવું સામેલ હતું કે જે સહેલાયથી તેની ઘરે આવતો હતો. દંપતીના ઘરે લાંબા સમયથી કામ કરતાં નોકરની પણ તલાશ કરવામાં આવી રહી છે.

  નોકર પર શંકા કેમ?


  - પપ્પાએ નાનપણથી જ 8 વર્ષની આરતીને ઘર પર રાખી લીધી હતી. તેઓએ રાજૂના લગ્ન તેની સાથે કરાવ્યાં હતા. ભોપાલ આવ્યાં પછી તેઓ આરતી અને રાજૂને પણ ભોપાલ લાવ્યાં. અહીં તેઓએ રાજૂને ભેલમાં કોન્ટ્રાક્ટ પર મજૂરીએ રખાવી દીધો હતો. રાજૂએ બહેનના લગ્ન માટે ઘણાં સમય પહેલાં પપ્પા પાસેથી દોઢ રૂપિયા લીધા હતા. જો કે પપ્પાએ તેની પાસેથી ક્યારેય ધાકધમકીથી રૂપિયા નથી માંગ્યા. લગભગ ત્રણ મહિનાથી આરતી અને રાજૂ ગાયબ છે. સવારે પપ્પાના મોતના સમાચાર જ્યારે ફોન પર તેમને જણાવ્યું તો તેને કહ્યું કે તે ગ્વાલિયરમાં છે. તે સમાચારની તેના પર કોઈ ખાસ અસર ન જોવા મળી.

  સવાલ- ચાવી હતી તો પછી દરવાજો ખોલીને કેમ ન ભાગ્યાં આરોપીઓ?


  - ટેબલ પર જ ચાવી રાખવામાં આવી હોવા છતાં આરોપી દરવાજો ખોલીને કેમ ન ભાગ્યા?
  - અંદરથી તાળું અને દરવાજા બંધ હોવા છતાં આરોપી ઘરની અંદર કઈ રીતે પહોંચ્યા?
  - ગોમતી નાયર પગની તકલીફના કારણે સીડીઓ ચડી શકતા ન હતા, તો તે ઉપર કઈ રીતે પહોંચ્યા?
  - જો ચોરીના ઉદ્દેશ્યથી હત્યા કરવામાં આવી, તો ઘરમાંથી કંઈ જ ચોરી કેમ ન થયું?
  - હત્યાની પાછળનો હેતુ શું છે?
  - જો આરોપીઓ પહેલા માળની બાલકનીમાંથી ભાગ્યાં, તો તેના કોઈ નિશાન કેમ ન મળ્યાં?

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Retired Air Force officer and his wife murder in their home
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  બંનેના મૃતદેહ પહેલા માળે આવેલાં બેડરૂમના દરવાજાની સામસામે પડ્યા હતા
 • Retired Air Force officer and his wife murder in their home
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શંકા હેઠળ પોલીસે રાજૂ નામના શખ્સની અટકાયત કરી છે (ફાઈલ)
 • Retired Air Force officer and his wife murder in their home
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરનો સામાન અસ્ત વ્યસ્ત ન હતો એટલે મામલો ચોરી કે લૂંટનો નથી- તપાસ અધિકારી
 • Retired Air Force officer and his wife murder in their home
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ગોમતી નાયર પગની તકલીફના કારણે સીડીઓ ચડી શકતા ન હતા, તો તે ઉપર કઈ રીતે પહોંચ્યા મોત બાદ સવાલ
 • Retired Air Force officer and his wife murder in their home
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસનું માનવું છે કે ઘટનામાં કોઈ નજીકના લોકોનો જ હાથ છે
 • Retired Air Force officer and his wife murder in their home
  આધેડ દંપતીની હત્યા બાદ તપાસ કરતી પોલીસ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ