7મા ધોરણમાં ભણતી બાળકી એક દિવસ માટે બની નપા અધ્યક્ષ, એક દિવસમાં જ લીધો એવો નિર્ણય જેની દરેક લોકો કરે છે પ્રશંસા

ધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યો હતો
ધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યો હતો

મધ્ય પ્રદેશના ઈતિહાસમાં સંભવતઃ હરદા એવી નગરપાલિકા હશે, જ્યાં બાળ દિવસે એક દિવસ માટે પાલિકા પ્રમુખ બનેલી બાળકીએ વાયદો કર્યો અને બાદમાં નગર પાલિકાએ તેને પૂરો પણ કર્યો. ધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યા બાદ શહેરમાં છોકરીઓ અને મહિલાઓ માટે એક જિમ બનાવવાનો નિર્ણય કર્યો હતો

Divyabhaskar.com

Sep 14, 2018, 02:29 PM IST

ભોપાલઃ મધ્ય પ્રદેશના ઈતિહાસમાં સંભવતઃ હરદા એવી નગરપાલિકા હશે, જ્યાં બાળ દિવસે એક દિવસ માટે પાલિકા પ્રમુખ બનેલી બાળકીએ વાયદો કર્યો અને બાદમાં નગર પાલિકાએ તેને પૂરો પણ કર્યો. ધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યા બાદ શહેરમાં છોકરીઓ અને મહિલાઓ માટે એક જિમ બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેથી તે તાકાતવાન બની પોતાની સુરક્ષા પોતે કરી શકે. ભાનૂના આ નિર્ણયને વહિવટીતંત્રએ ગંભીરતાથી લીધો. નવનિયુક્ત પ્રમુખ સુરેન્દ્ર જૈને બાળકીનો વાયદો પૂરો કર્યો.

5 લોકોને નવું જીવન આપનારી અંજલિના નામે કર્યું જિમ


બુધવારે તેઓએ જિમનો શુભારંભ કર્યો, જેને ગત મહિને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થિની અંજલિ તલરેજના નામે રાખવામાં આવ્યું છે. અંજલીના મોત બાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અંજલિની બંને કિડની, આંખો અને લિવરથી પાંચ લોકોને નવું જીવન મળ્યું હતું.

કોઈ કલેક્ટર બન્યું તો કોઈએ ધારાસભ્યનું પદ સંભાળ્યું


ગયા વર્ષે 14થી 20 નવેમ્બર સુધી બાળ અધિકાર સપ્તાહ હેઠળ બાળકોએ યૂનિસેફની ટેકઓવર પહેલ હેઠળ એક દિવસ માટે અલગ-અલગ પદ સંભાળ્યા. કોઈ કલેક્ટર બન્યું તો કોઈએ ધારાસભ્ય, જિલ્લા પંચાયત અધ્યક્ષ, એસડીએમનું પદ સંભાળ્યું. ધોરણ-7માં અભ્યાસ કરતી ભાનૂ ગહલોદ એક દિવસ માટે નગરપાલિકા પ્રમુખ બની. આ દરમિયાન ભાનૂએ શહેરમાં છોકરીઓલ માટે જિમ બનાવવાનો નિર્ણય લીધો, જેનાથી તેઓ તાકાતવાન બની પોતાની સુરક્ષા જાતે કરી શકે. જૈને જણાવ્યું કે જિમમાં આધુનિક મશીનો લગાવવામાં આવી છે. અહીં મહિલાઓની સુરક્ષાની તાલીમ આપવા માટે બે મહિલા ટ્રેનર રહેશે. રાષ્ટ્રીય તથા પ્રાદેશિક મેડલ વિજેતા ખેલાડીઓએ કોઈ ચાર્જ નહીં આપવો પડે.

વાંચોઃ આ ટ્રેનની સાથે દોડે છે ઘોડા, દરેક કોચ પર રહે છે BSFના જવાનોની નજર

X
ધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યો હતોધોરણ-7માં ભણતી ભાનૂ ગહલોદ નામની આ બાળકીએ પ્રમુખનો કાર્યભાળ સંભાળ્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી