Divya Bhaskar

Home » National News » Latest News » National » ભૈયુજી મહારાજે પાવર-પ્રોપર્ટી પોતાના સેવાદાર નામે કર્યાં | Bhayyuji Maharaj another suicide note recover revealed name of Vinayak in it

ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ મળી, 'સેવકને મળે તમામ પ્રોપર્ટી'

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 02:27 PM

ભૈયુજીની આત્મહત્યાની તપાસ કરતી પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં કેસમાં નવો વળાંક આવ્યો છે.

  • ભૈયુજી મહારાજે પાવર-પ્રોપર્ટી પોતાના સેવાદાર નામે કર્યાં | Bhayyuji Maharaj another suicide note recover revealed name of Vinayak in it
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૈયુજીની આત્મહત્યાની તપાસ કરતી પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે (ફાઈલ)

    ઈન્દોરઃ આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. ભૈયુજીની આત્મહત્યાની તપાસ કરતી પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ભૈયુજીની પૂરી સંપત્તિ તેમના સેવાદાર અને સૌથી નજીક ગણાતા વિનાયકના નામે કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે.

    'પાવર-પ્રોપર્ટી સેવક વિનાયકને'


    - વિનાયક છેલ્લાં 15 વર્ષથી ભૈયુજી મહારાજની સાથે રહે છે. તેને ભૈયુજી મહારાજની સૌથી નજીકનો માનવામાં આવે છે.
    - સુસાઈડ નોટના બીજા પાનામાં ભૈયુજી મહારાજે પોતાનો આશ્રમ, પ્રોપર્ટી અને નાણાકીય નિર્ણય લેવાની તમામ જવાબદારી વિનાયકને આપી છે.

    - સુસાઈડ નોટમાં ભૈયુજી મહારાજે લખ્યું છે કે, "હું વિનાયક પર ટ્રસ્ટ કરુ છું. અને તેથી જ તેને આ તમામ જવાબદારી આપીને જઈ રહ્યો છું અને આ નિર્ણય હું કોઈપણ જાતના દબાણ વગર લખી રહ્યો છું."
    - જ્યારે ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારી હતી ત્યારે વિનાયક પણ ઘરમાં જ હાજર હતો.
    - DIG હરિનારાયણાચારી મિશ્રએ કહ્યું કે, "સુસાઈડ નોટમાં વિનાયક અંગેનો ઉલ્લેખ છે. આ શખ્સ 15-16 વર્ષથી તેમની દેખભાળ કરતો હતો. તેમની સાથે જ રહે છે. તે તથ્ય અંગે પણ પોલીસ જરૂર તપાસ કરશે. સંભાવના છે કે તેઓ ભાવનાત્મક રીતે તેમની ઘણાં નજીક રહ્યાં હશે અને તેથી જ તેમનું નામ લખવામાં આવ્યું છે."

    દીકરીના રૂમમાં આત્મહત્યા કરી

    - પોલીસને ભૈયુજી મહારાજની લાશ પાસેથી સુસાઈડ નોટ ઉપરાંત રિવોલવર, મોબાઈલ, ટેબ, લેપટોપ, ફોન સહિત 7 ગેજેટ્સ મળ્યાં હતા.
    - ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને પરિવાર અને આશ્રમ સાથે જોડાયેલાં લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
    - તપાસમાં સામે આવ્યું છે કે ઘરમાં ભૈયુજી મહારાજ, માતા, સેવક વિનાયક અને યોગેશ હાજર હતા. જ્યારે તેમની પત્ની ડૉ. આયુષી બહાર ગઈ હતી.
    - આ ઉપરાંત બે સેવાદાર હતા જેઓને સવારે 11 વાગ્યે નીચે મોકલી દેવામાં આવ્યા હતા. અને ભૈયુજી મહારાજ પોતે પુણે રહેતી દીકરી કુહૂના રૂમમાં જતા રહ્યાં હતા.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભૈયુજી મહારાજે પાવર-પ્રોપર્ટી પોતાના સેવાદાર નામે કર્યાં | Bhayyuji Maharaj another suicide note recover revealed name of Vinayak in it
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તપાસમાં સામે આવ્યું છે કે ઘરમાં ભૈયુજી મહારાજ, માતા, સેવક વિનાયક અને યોગેશ હાજર હતા. જ્યારે તેમની પત્ની ડૉ. આયુષી બહાર ગઈ હતી (ફાઈલ)
  • ભૈયુજી મહારાજે પાવર-પ્રોપર્ટી પોતાના સેવાદાર નામે કર્યાં | Bhayyuji Maharaj another suicide note recover revealed name of Vinayak in it
    સુસાઈડ નોટના બીજા પાનામાં ભૈયુજી મહારાજે પોતાનો આશ્રમ, પ્રોપર્ટી અને નાણાકીય નિર્ણય લેવાની તમામ જવાબદારી વિનાયકને આપી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending