Home » National News » Desh » ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor

ભૈયુજીની પત્નીની દશા થઈ ગાંડા જેવી: કહ્યું- એક બીજા વગર રહી જ નહોતા શકતા

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 12:13 PM

ડૉ. આયુષી હોસ્પિટલમાં રડતા રડતા કહેતી હતી કે, ગુરુજીએ એક વાર મને નથી કહ્યું કે તેઓ સ્ટ્રેસમાં હતા

 • ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  હોસ્પિટલમાં ડૉ. આયુષીની હાલત ગાંડા જેવી થઈ ગઈ હતી

  ઈન્દોર: ભૈયુજી મહારાજે મંગળવારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે દીકરીના સ્ટડીરૂમમાં પોતાની જાતને બંધ કરી દીધી હતી. આ દરમિયાન તેમણે તેમના ડાબા કાન પર પિસ્તોલ મૂકી પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી. તેમણે તેમની પોકેટ ડાયરીમાં દોઢ પેજની સુસાઈડ નોટ પણ મૂકી હતી. તેમાં તેમણે સેવક વિનાયકને મોત પછી બધું જ પ્રમુખ દાયિત્વ સોંપવાની વાત પણ કરી. પ્રાથમિક તપાસમાં ઘરેલુ વિવાદના કારણે સ્ટ્રેસમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

  દર કલાકે ફોન પર વાત થતી હતી


  - ઘટના પછી ડો. આયુષીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં તેઓ રડતા, ચીસો પાડતા પહોંચ્યા હતા. તેઓ લોકોને પૂછતા હતા કે ક્યાં છે ગુરુજી, ક્યાં રાખ્યા છે તેમને?
  - તેના ચહેરા પર તણાવ ખૂબ હતો પરંતુ આંખમાં એક પણ આંસુ નહતું. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, ગુરુજી આઈસીયુમાં છે. ત્યારે આયુષી બે-બે સીડી એક સાથે ચડીને તેઓ આઈસીયુ તરફ ભાગ્યા હતા. આયુષીની આવી હાલત જોઈને તેમના સંબંધીઓ અને ગુરુજીના ભક્તો પણ લાગણીશીલ થઈ ગયા હતા.
  - ડૉ. આયુષીએ હોસ્પિટલમાં રડતા રડતાં કહ્યું કે, એક દિવસ પણ તેમણે મને નથી કહ્યું કે, તેઓ કોઈ સ્ટ્રેસમાં છે.
  - મને ગુરુજીની એવી આદત થઈ ગઈ હતી કે અમે એક બીજા વગર રહી જ નહતા શકતા.
  - દર કલાકે હું એમને ફોન કરતી હતી અથવા તે મને ફોન કરી લેતા હતા. અમે ઘણી મિનિટો સુધી વાતો કરતા હતા.
  - હવે મને ફોન કોણ કરશે? બધા અમારા ઘરે તો ગુરુજીને મળવા આવતા હતા, હવે અમારા ઘરે કોણ આવશે? બે કલાક થઈ ગયા છે, તેમનો કોઈ ફોન નથી આવ્યો. મને લાગે છે કે, હમણાં જ એમનો ફોન આવશે...

  પહેલી પત્નીના મોતના બે વર્ષ પછી કરી હતી બીજા લગ્નની જાહેરાત


  - પહેલી પત્ની માધવીનું નવેમ્બર 2015માં પુનામાં નિધન થયુ હતું. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદના હતા.
  - તેમના મૃત્યુના બે વર્ષ પછી જ ભૈયુજી મહારાજે બીજા લગ્નની જાહેરાત કરી હતી.
  - ભૈયુજી મહારાજે 30 એપ્રિલ 2017ના રોજ મધ્યપ્રદેશના શિવપુરીની ડો. આયુષી સાથે બીજા લગ્ન કર્યા હતા.

  લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ... સ્પીડના હતા શોખીન


  - ભૈયુજી મહારાજ લક્ઝુરિયસ કારના શોખીન હતા. તાજેતરમાં જ તેમણે મસ્ટેંગ કાર ખરીદી હતી.
  - ઘણી વાર વહેલી સવારે તેઓ બાયપાસ હાઈવે પર સ્પીડમાં કાર ચલાવતા જોવા મળ્યા હતા.
  - એક વાર તેઓ મુંબઈ જાતે કાર ચલાવીને આવ્યા હતા. તેઓ સાડા સાત કલાકમાં તો મુંબઈ પણ પહોંચી ગયા હતા.
  - ભૈયુજી મહારાજ હંમેશા રોલેક્સ ઘડિયાળ પહેરતા હતા. તેઓ હંમેશા સજ્જ રહેવાનું જ પસંદ કરતા હતા.
  - તેઓ ચહેરાનું પણ ખાસ ધ્યાન રાખતા હતા. કોઈને મળતા પહેલાં તેઓ ડ્રેસિંગ રૂમમાં અંદાજે 3 કલાક પસાર કરતા હતા.
  - જનતાની વચ્ચે તેઓ વ્હાઈટ કુર્તા-પાયજામામાં દેખાતા હતા. પરંતુ કોઈ પાર્ટી અથવા અંગત સમારોહમાં તે સૂટ-બુટમાં દેખાતા હતા.

  આ પણ વાંચો: સુસાઇડના આગલા દિવસે ભૈયુજી મહારાજ મળ્યાં કોઈ મહિલાને, કોણ હતી તે રહસ્ય

  કોણ હતા ભૈયુજી મહારાજ? મોડલથી લઈને સંત સુધીની સફર


  - તેઓ મૂળ શુજાલપુરના રહેવાસી હતા. 29 એપ્રિલ 1968માં જમીનદાર પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ઉદયસિંહ દેશમુખ.
  - 90ના દાયકામાં તેઓ જમીનની લે-વેચનો બિઝનેસ પણ કરતા હતા. મુબંઈની એક કંપનીમાં પણ કામ કર્યું.
  - પછી સિયારામ શૂટિંગ માટે જાહેરાત પણ કરી. મોડલિંગનો પણ શોખ હતો.
  - 1996માં સુખાલિયામાં સૂર્યોદય આશ્રમની સ્થાપના કરી.
  - 2003માં ધર્મની સાથે સમાજસેવા પણ શરૂ કરી. મહારાષ્ટ્રના પછાત ગામોને ફોકસ કરીને તેમના માટે કામ શરૂ કર્યું.
  - મહારાષ્ટ્રમાં જ તેમને રાષ્ટ્રસંતનો દરજ્જો મળ્યો. ગામડાઓમાં તળાવ, કૂવા અને બોરિંગ કરાવ્યા.
  - બાળકીઓના લગ્ન કરાવ્યા, સ્કૂલના શિક્ષણ પર ભાર આપ્યો.
  - દરેક યજ્ઞ-હવનમાં પર્યાવરણ સંરક્ષણ મુખ્ય મુદ્દો રહેતો હતો.
  - સૂર્યોદય આશ્રમમાં પણ તેમને મળવા માટે વેઈટિંગ ચાલતુ હતું.
  - વ્યક્તિના કોઈ પણ સમસ્યા હોય તો તેઓ અનુષ્ઠાન કરાવતા હતા. વ્યક્તિ તેમની તાકાત પ્રમાણે આશ્રમમાં દાન કરતા હતા.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ડો. આયુષી અને ભૈયુજી મહારાજના લગ્ન સમયની તસવીર
 • ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હોસ્પિટલમાં ડો. આયુષી
 • ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  2017માં ડૉ. આયુષીના ભૈયુજી મહારાજ સાથે લગ્ન થયા હતા
 • ભૈયુજી મહારાજની પત્નીની દશા થઈ ગાંડા જેવી| Bhayyu Ji Maharaj Dies After Shooting Himself In Indor
  ભૈયુજી મહારાજ અને ડો. આયુષીના લગ્ન સમયની તસવીર (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ